Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
હોવાથી તેમના પણ બાર પ્રકારો ગણાવવામાં આવ્યા છે'. તેનાં નામો ક્રમશઃ આ પ્રમાણે છે : સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક (લાન્તવ), મહાશુક્ર સહસ્રાર, આનત, પ્રાાત, આરણ અને અચ્યુત. આ બધાં ક્રમશ: ઊર્ધ્વલોકની ઉપર આવેલ છે.
૧૧૪
ખ. કલ્યાતીત વૈમાનિક દેવ- કલ્પ એટલે કે મર્યાદા તથા સ્વામી-સેવકભાવથી રહિત હોવાને લીધે આ દેવોને કલ્પાતીત ગાવામાં આવ્યા છે. તેમના બે પ્રકારો છે. ત્રૈવેયક અને અનુત્તરૐ.
૧. પ્રૈવેયક- જે રીતે ગ્રીવા (ડોક)માં કિમતી હાર વગેરે આભૂષણ પહેરવામાં આવે છે તેમ જે પુણ્યશાળી જીવ લોકની ગ્રીવારૂપ ઉપરના ભાગમાં નિવાસ કરે છે. તેમને ત્રૈવેયક કહેવામાં આવે છે. તેમની સંખ્યા નવની દર્શાવાઈ છે અને તે ત્રણ ત્રિકો (અધોભાગના ત્રણ વિભાગ, મધ્યભાગના ત્રણ ભાગ તથા ઊર્ધ્વભાગના ત્રણ ભાગ)માં વિભક્ત થયેલ છે.
૨. અનુત્તર- અનુત્તર એટલે શ્રેષ્ઠ. એમના જેવું ઐશ્વર્ય અન્ય કોઈ સંસારી જીવનું ન હોવાથી તેમને અનુત્તર દેવ કહેવામાં આવે છે. તેમના પાંચ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે : વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ". આગલા ભવમાં નિયમપૂર્વક મુક્ત થનારા જીવ જ અનુત્તર દેવલોકને પ્રાપ્ત કરે છે. તેમની ઉપર અન્ય દેવોનો નિવાસ હોતો નથી.
૧ આ વિષયમાં દિગંબર-શ્વેતાંબરના મતભેદ માટે જુઓ ત. સૂ. ૪. ૧૯ ઉપર પં. ફુલચંદ્ર શાસ્ત્રી અને પં. સુખલાલ સંઘવીની ટીકાઓ.
२ कप्पोवगा बारसहा सोहम्मीसाणगा तहा । सकुमारमाहिंदा बम्भलोगा य लंतगा ||
महासुक्का सहस्सारा आणया पाणया तहा । आरणा अच्चुया चेव इइ कप्पोवगा सुरा ।।
3 कप्पाईया उ जे देवा दुविहा ते वियाहिया । विज्जाणुत्तरा..
।।
४ गेविज्जा नवविहा तहिं .. ..ય મેવિન્દ્ર સુરા | તથા જુઓ - ઉ. આ. ટી., પૃ. ૧૭૭૨. ५. विजया वेजयंता य जयंता अपराजिया | सव्वत्थसिद्धिगा चैव पंचाणुत्तरा सुरा ॥
Jain Education International
For Private & Personal Use Only
—૩. રૂ૬. ૨૦૬-૨૧૦.
—૩. ૩૬. ૨૧.
૩. રૂ૬. ૨૧-૨૧૪.
૧૩. રૂ૬. ૨૧૪-૨૧૬.
www.jainelibrary.org