Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૧૫
આ છવ્વીશ પ્રકારના વૈમાનિક દેવોમાંથી પ્રથમ સાત દેવો (સૌધર્મથી શરૂ કરી મહાશુક્ર સુધીના)ની અધિકતમ આવરદા ક્રમશ: બે સાગર, સહેજ અધિક બે સાગર, સાત સાગર, સહેજ અધિક સાત સાગર, દસ સાગર, ચૌદ સાગર, સત્તર સાગરની દર્શાવવામાં આવી છે. ત્યાર પછીના સહસાર દેવથી લઈ નવ ગ્રેવેયક સુધીની ક્રમશઃ એક એક સાગર વધારતાં એકત્રીશ સાગર સુધીની છે. પાંચેય પ્રકારના અનુત્તરવાસી દેવોની અધિકતમ આવરદા તેત્રીશ સાગર છે. સૌધર્માદિમાં શરુઆતના પાંચ દેવોની ઓછામાં ઓછી આવરદા ક્રમશ: એક પલ્યોપમ, એક પલ્ય કરતાં સહેજ વધારે, બે સાગર, બે સાગરથી વધારે, અને સાત સાગર છે. ત્યાર પછીના ચાર અનુત્તર સુધીનાની બાબતમાં, પૂર્વ-પૂર્વના દેવોની ઉત્કૃષ્ટ આવરદા પછી-પછી આવતા દેવોની ઓછામાં ઓછી આવરદા હોય છે એમ દર્શાવવામાં આવ્યું છે. સર્વાર્થસિદ્ધિના દેવોની અધિકતમ તથા નિમ્નતમ આવરદા તેત્રીશ સાગરની જ દર્શાવવામાં આવેલ છે. જો કે ગ્રંથમાં ક્યાંક ક્યાંક દેવોની આવરદા અનેક વર્ષનયુત તથા સો દિવ્ય વર્ષની પણ દર્શાવવામાં આવી છે. પણ એ સામાન્ય કથનની અપેક્ષાએ १ दो चेव सागराई उक्कोण वियाहिया ।
सोहम्मम्मि जहनेणं एगं च पलिओवमं ।
अजहन्नमणुक्कोसा तेत्तीसं सागरोवमा । महाविमाणे सव्वट्टे ठिई एसा वियाहिया ।
–૩. ૩૬. ૨૨-૨૪રૂ. ૨ અનેકવર્ષનયુત - ૮૪ લાખ વર્ષોનો એક “પૂર્વાગ' થાય છે. એક પૂર્વાંગને
ચોરાશી લાખથી ગુણાતાં એક “પૂર્વી થાય છે. તેને એજ સંખ્યાથી ગુણતાં એક નયુતાંગ' થાય છે. તેને વળી એ સંખ્યાથી ગુણતાં એક “નયુત” થાય છે. એવા અસંખ્ય વર્ષોવાળા નયુતને “અનેકવર્ષનયુત' કહેવામાં આવે છે.
-. આ. ટી., પૃ. ૨૮૦. 3 अणेगवासानउया जा सा पण्णावओ ठिई । जाणि जीयन्ति दुम्मेहा ऊणे वाससयाउए ।
–૩. ૭. ૨૩. अहमासी महापाणे जुइमं वरिससओवमे ।। जा सा पालीमहापाली दिव्वा वरिससओवमा ।।
–૩. ૨૮. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org