Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૧: દ્રવ્ય-વિચાર
૭૩
છે અને અનંતકાળ સુધી રહેશે. તેમનો ક્યારેય અભાવ ન હતો અને થશે પણ નહિ. પરંતુ, અમુક સ્થિતિ વિશેષની સરખામણીની દષ્ટિએ સ્કન્ધ અને પરમાણુના પ્રારંભ અને અંતકાળ પણ સંભવે છે. અર્થાત્ સ્થિતિ-વિશેષની અપેક્ષાએ સ્કન્ધ અને પરમાણુમાં ઉત્પત્તિ અને વિનાશ બંને થાય છે. આ ઉત્પત્તિ અને વિનાશની એક સીમા છે, જેમકે જો કોઈ પરમાણુ કે સ્કન્ધ કોઈ એક નિશ્ચિત સ્થાને રહે તો તે અધિકમાં અધિક (ઉત્કૃષ્ટ) અસંખ્યાત કાલ (સંખ્યાતીત વર્ષો સુધી અને ઓછામાં ઓછું (જધન્ય) એક ક્ષણ (સમય) સુધી ત્યાં રહેશે. આ ઉત્કૃષ્ટ અવધિ પછી તે કોઈ ને કોઈ નિમિત્તને પ્રાપ્ત કરીને અન્ય ક્ષેત્રમાં અવશ્ય જતાં રહેશે. જો કોઈ પરમાણુ કે સ્કન્ધ કોઈ વિવક્ષિત સ્થાનમાંથી અન્ય સ્થાનમાં જતાં રહે તો તેને ફરીવાર તે મૂળ સ્થાને આવતાં ઓછામાં ઓછી એક ક્ષણ અને વધારેમાં વધારે અનન્તકાળનો સમય લાગી શકે. મધ્યસીમાનો કાળ ઓછામાં ઓછી (જઘન્ય) અને અધિકમાં અધિક (ઉત્કૃષ્ટ) સીમાની વચ્ચેનો કોઈપણ હોઈ શકે છે.
આમ રૂપાદિ ગુણોથી યુક્ત જે વસ્તુ દષ્ટિગોચર થાય છે તે સહુ પુદ્ગલ દ્રવ્ય છે. બૌદ્ધદર્શનમાં પણ પુદ્ગલ” શબ્દનો પ્રયોગ જોવા મળે છે પરંતુ ત્યાં તેનો પ્રયોગ શરીરધારી-પ્રાણીઓ માટે કરવામાં આવેલ છે.
१ एत्तो कालविभागं तु तेसिं वुच्छं वउव्विहं ।
संतइं पण तेऽणाई अपज्जवसिया वि य ॥ ठिई पड्च्च साईया । सपज्जवसिया वि य । असंखकालमुक्कोसं इक्कं समयं जहत्रयं ।। अजीवाण य रूवीणं ठिई एसा वियाहिया । अणंतकालमुक्कोसं इक्कं समयं जहनयं ।। अजीवण य रूवीणं अंतरेय वियाहियं ।
–૩. ૩૬. ૧૧-૧૪.
२ पालि अंग्रेजी शब्दकोष, पवर्ग, पृ. ८५.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org