Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
અને પરનો સાકાર બોધ થવો. જેમાં જ્ઞાનદર્શનરૂપ ચેતના (ઉપયોગ) નથી તે અચેતન છે અને જેમાં ચૈતન્યનો કોઈક અંશ પણ હાજર છે તે ચેતન અથવા જીવ છે. જીવ એટલે જ આત્મા.
૮૨
ઉપર, જીવનું જે લક્ષણ દર્શાવવામાં આવ્યું છે તે અચેતનથી તેને પૃથક્ કરનાર સ્વરૂપ-લક્ષણ છે. જીવના આ સ્વરૂપનું સમર્થન કરતાં, ગ્રંથમાં બીજી રીતે પણ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન, દર્શન, સુખ, દુ:ખ, ચારિત્ર્ય, તપસ્યા (તપ). વીર્ય અને ઉપયોગ-આ બધાં જીવનાં લક્ષણ છે'. આ લક્ષણમાં જીવનાં જે અસાધારણ ધર્મોનું કથન કરવામાં આવ્યું છે તે માત્ર જીવમાં જ સંભવે છે. જો કે વીર્ય (સામર્થ્ય) અચેતનમાં પણ જોવા મળે છે. પરંતુ, અચેતન સંબંધી વીર્ય ઉપયોગ-શૂન્ય હોવાથી અહીં અભીષ્ટ નથી, કારણ કે જ્ઞાન-દર્શન આદિ અસાધારણ ધર્મોનો સંબંધ છેવટે તો ઉપયોગ સાથે જ છે. ઉપયોગ હોય તો જ જ્ઞાન, દર્શન આદિ જોઈ શકાય છે. માટે જીવના પ્રથમ લક્ષણમાં માત્ર ઉપયોગને જ જીવનું લક્ષણ ગાવામાં આવેલ છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં પણ ઉપયોગને જીવનું લક્ષણ ગણાવી તેને જ્ઞાન અને દર્શનના ભેદથી બે પ્રકારનો માનવામાં આવેલ છેર માટે ઉપયોગ અથવા ચેતના જ જીવનું પ્રથમ લક્ષણ છે.
•
શરીરથી પૃથક્ જીવના અસ્તિત્વ બાબત એક સહુથી મોટી શંકા એ છે કે જો તેનું અસ્તિત્વ છે તો તે દેખાતો કેમ નથી ? ‘ઉત્તરાધ્યયન’માં જ્યારે ભૃગુ પુરોહિત વગેરેના પ્રલોભનથી આકર્ષી શકતો નથી ત્યારે તે ધર્મના આધારભૂત આત્માના અસ્તિત્વમાં આવી શંકા કરતાં કહે છેકે જેમ અવિદ્યમાન એવો અગ્નિ અર।િમંથન (બે કાષ્ઠને ઘસવાં)થી, ઘી દૂધમાંથી, તલમાંથી તેલ વગેરે ઉત્પન્ન થાય છે તેમજ ચેતન જીવની ચાર ભૌતિક દ્રવ્યો (પૃથ્વી, જલ, તેજ અને
१. नाणं च दंसणं चेव चरितं च तयो तहा । वीरियं उवओगो य एयं जीवस्स लक्खणं ॥
૨ તથા જુઓ - પૃ. ૮૧. પા. ટિ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૨૮. ૧૧.
www.jainelibrary.org