Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૧. પૃથ્વી શરીરવાળા (પૃથિવીયિ) ૨. જળ શરીર વાળા (નારી) ૩. વનસ્પતિ શરીરવાળા (વનસ્પતિકાયિક). આ ગમનકર્તૃક વિભાજક રેખા ગ્રંથમાં સર્વત્ર જોવા મળતી નથી. કારણ કે બીજે અગ્નિ શરીરવાળા (અગ્નિકાયિક) તથા વાયુશરીરવાળા (વાયુકાયિક) એકેન્દ્રિય જીવોને પણ એમની સાથે જ ગાવવામાં આવ્યા છે અને બાકીના-ને ‘ત્રસ’ કહેવામાં આવ્યા છે'. એ રીતે, જ્યાં ત્રસ જીવના પ્રકારો ગણાવવામાં આવ્યા છે ત્યાં દ્વીન્દ્રિયાદિને પ્રધાન (૩રાહ) ત્રસ કહેવામાં આવેલ છે. એનો અર્થ એ થયો કે વાયુકાયિક અને તેજસ્કાયિકને કોઈક દૃષ્ટિએ ત્રસ કહી શકાય છે અને બીજી રીતે તે સ્થાવર પણ છે. તેથી આપણે તેને અપ્રધાન ત્રસ પણ કહી શકીએ. અહીં એક વાત વિચારણીય છે કે જે રીતે અગ્નિનું ઊર્ધ્વગમન કરવાથી તથા વાયુનું તિર્યક્રમન કરવાથી તેમાં ત્રસરૂપતા માનવામાં આવે છે. તે રીતે જળમાં પણ અધોગમન તથા વનસ્પતિઓમાં ઊર્ધ્વ અને અધોગમન બંને હોવાથી જલકાયિક અને વનસ્પતિકાયિકમાં ત્રસરૂપતા કેમ નથી ગણી ? એમ કહેવાનો અર્થ એ છે કે જો અગ્નિને ત્રસ કહી શકાય તો વનસ્પતિને પણ ત્રસ કહેવી જોઈએ. કારણ કે તે બંને પોતાના મૂલ સ્થાનનો સર્વથા ત્યાગ ન કરીને જ ગમન કરે છે. જો વાયુને પોતાના સ્થાનમાંથી દૂર થવાને કારણે ત્રસ કહેવામાં આવે તો જળમાં પણ એજ વાત લાગુ પડતી હોવાથી તેને પણ ત્રસ કહેવું જોઈએ. જાણાવા મળે છે કે આ બાબતમાં પહેલાં પણ સ્થાવર જીવોના વિભાજનમાં મતાંતરો રહેલ છે તેથી ‘ઉત્તરાધ્યયન’માં ઘણી જગાએ છઃકાયના જીવોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. છ કાયના જીવોમાં પાંચ સ્થાવર અને એક ત્રસનો પ્રકાર ગણી લેવામાં આવ્યો છે.
१ पुढवी - आउक्काए तेऊ - वाऊ - वणस्सइ-तसाणं ।
તથા જુઓ - ઉ. ર૬. ૩૧. २ इत्तो उ तसे तिविहे वृच्छामि अणुपुब्वसो । तेऊ बाऊ य बोधव्वा उराला य तसा तहा ॥
૯૪
તથા જુઓ - ઉ. ૩૬. ૧૦૭, ૧૨૬. ૩ જુઓ - પૃ. ૯૪, પાટ ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
૩. ૨૬. ૩૦.
-૩. ૩૬. ૧૦૬.
www.jainelibrary.org