Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૯૯
લોકવ્યાપી છે. તેમનું ગમન સિદ્ધોના નિવાસસ્થાન સુધી સંભવે છે. તેથી પ્રારંભમાં લોકનું જે વિભાજન કરવામાં આવ્યું તે જીવોના નિવાસને આધારે થયેલું નથી. બાદરકાયિક જીવ જો કે અવરોધ પ્રાપ્ત કરે છે તેથી તેનો નિવાસ લોકના એક ભાગમાં માનવામાં આવેલ છે. આ એકેન્દ્રિય સ્થાવર જીવોની સંતાન-પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે તથા અનંતકાળ સુધી ચાલ્યા કરશે. પરંતુ જ્યારે આપણો કોઈ જીવ-વિશેષનો અવસ્થા-વિશેષની દૃષ્ટિએ વિચાર કરીએ છીએ ત્યારે તેનો “પ્રારંભ” પણ છે અને અંત પણ છે. આ બધા એકેન્દ્રિય સ્થાવર જીવોનું આયુષ્ય (ભવસ્થિતિ) ઓછામાં ઓછું અંત મુહૂર્ત (એક અતિ સૂક્ષ્મ ક્ષણાથી માંડી ૪૮ મિનીટ સુધી) તથા વધારેમાં વધારે પૃથ્વીકાયિકનાં રર હજાર વર્ષ, અપકાયિકનાં સાત (૭) હજાર વર્ષ, વનસ્પતિકાયિકનાં ૧૦ હજાર વર્ષ, અનિકાયિકનાં ૩ દિવસ-રાત અને વાયુકાયિકનાં ૩ હજાર વર્ષનું છે. આ આયુષ્ય સમાપ્ત થતાં, આ જીવ નિયમ પ્રમાણે એક શરીર છોડી બીજાને ધારણ કરે છે. જો એક પૃથ્વીકાયિક જીવ મટીને પુનઃપુન પૃથ્વીકાયિક જીવ જ બનતો રહે તો તેને કાયસ્થિતિ' કહેવામાં આવે છે. આ કાયસ્થિતિ બધા એકેન્દ્રિય સ્થાવર જીવો માટેની ઓછામાં ઓછી અંતર્મુહૂર્ત તથા વધારેમાં વધારે વનસ્પતિ કાયિકને બાદ કરતાં બાકીનાની અસંખ્યાતકાલ (સંખ્યાતીત વર્ષ સુધીની છે. વનસ્પતિકાયિકની અધિકતમ
૧ એજન २ संतई पप्प णाईया अपज्जवसियावि य । ठिइं पहुच्च साईया सपज्जवसियावि य ॥
–ઉ. ૩૬. ૭૯, ૮૭, ૧૦૧, ૧૧, ૧૨૧. 3 बावीसहस्साई वासाणुक्कोसिया भवे । आउठिई पुढवीणं अंतोमुहत्तं जहनिया ॥
–૩. રૂદ્. ૮૦. કવિ આદિ માટે જુઓ - ઉ. ૩૬. ૮૮. ૨૦૨, ૨૨૩, ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org