Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નક્ષત્ર હોય છે. (૫૪) પંચાવનમા પર્વની સમાપ્તિ કાળમાં ચિત્રા નક્ષત્ર હોય છે. (૫૫) છપ્પનમા પર્વની સમાપ્તિ કાળમાં અશ્વનામના દેવતાવાળું અશ્વિની નક્ષત્ર હોય છે. (૫૬) સતાવનમા પર્વની સમાપ્તિ કાળમાં વિશાખા નક્ષત્ર હોય છે. પક) અઠાવનમા પર્વની સમાપ્તિ કાળમાં અગ્નિદેવતાવાળું કૃત્તિકા નક્ષત્ર હોય છે. (૫૮) ઓગણસાઠમા પર્વની સમાપ્તિ કાળમાં મૂલ નક્ષત્ર હોય છે. (૫૯) સાઠમા પર્વની સમાપ્તિ કાળમાં આદ્રનક્ષત્ર હોય છે. (૬૦) એકસઠમા પર્વની સમાપ્તિ કાળમાં વિશ્વક એટલે કે વૈશ્વદેવ નામના દેવતાવાળું ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. (૬૧) બાસઠમા પર્વની સમાપ્તિ કાળમાં પુષ્ય નક્ષત્ર હોય છે. (૬૨) આ રીતે યુગના પ્રથમ અર્ધ ભાગમાં આવેલા આ બાસઠ પેની સમાપ્તિ કાળમાં રહેલ નક્ષત્રના નામે ગાથામાં પ્રતિપાદન કરેલ ક્રમ અનુસાર અહીંયાં બતાવેલ છે.
- હવે આ વિષયને ઉપસંહાર કરતાં કહે છે-( grgવેઢે વિડુિ નવ7) આ યુગના પૂર્વાર્ધમાં રહેલા બાસઠ નક્ષત્ર કહ્યા છે. અર્થાત્ પૂર્વોક્ત પ્રકારના ક્રમથી પ્રતિપાદન કહેલ યુગના પૂર્વાર્ધ ભાગમાં જે બાસઠ પ કહ્યા છે તેની સમાપ્તિ કાળમાં આ ઇમામત નક્ષત્ર રહે છે. એ જ પ્રમાણે પૂર્વોક્ત કરણગાથાના કથન પ્રમાણે યુગના ઉત્તરાર્ધ ભાગમાં પણ બાસઠ પને સમાપ્ત કરનારા આજ નક્ષત્ર હોય છે. તેમ સમજવું. આથી લેખનું પુનરાવર્તન ગ્રન્થ વિસ્તાર ભયથી અહીં કરતા નથી.
હવે કયા સૂર્યમંડળમાં કયું પર્વ સમાપ્ત થાય છે? તે બતાવે છે, આ વિષયમાં પૂર્વાચાર્યો એ બતાવેલ કરણગાથાક્ત કરણું કહીને અહીં સમઝાવે છે. તે આ પ્રમાણે છે.(ફૂાપ્ત નાચવો સોળ કળા) ફુરારિ આ ગાથાઓને અર્થ આ પ્રમાણે છે. પર્વની સમાપ્તિ કાળમાં સૂર્યને પણ પર્વ વિષયક મંડળ વિભાગ જાણ જોઈએ. પિતાના અયન વિભાગ રૂપ સમયથી અર્થાત્ સૂર્યને અયનને જાણીને તે તે મંડળમાં તે તે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX