Page #1
--------------------------------------------------------------------------
________________
- -
- - -
*
*
* *
*
*
સાધક સહયરી
છે.
કે
*
કરી
*
મનમા રાજ
નક
** .
દt neણાની
-
-
સંતબાલ
Page #2
--------------------------------------------------------------------------
________________
સાદક સહરી
સંતબાલ
૦ પ્રકાશક ૦ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ
તથા વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ
કામાગલી, માતૃસમાજ બિલ્ડીંગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬ .
ફોન : ૫૧૩પ૪૪૪
Page #3
--------------------------------------------------------------------------
________________
> પ્રકાશક : મંત્રી,
મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ અને વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ માતૃસમાજ બિલ્ડીંગ, કામાગલી, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. ફોન : ૫૧૩૫૪૪૪
- આર્થિક સહયોગ દાતા - શ્રી મગનભાઈ હરિભાઈ દોશી શ્રી રામજીભાઈ ડાહ્યાલાલ ગાલા શ્રી જયંતીલાલ સુખલાલ મહેતા
> ત્રીજી આવૃત્તિ : ઈશુનું નવું વર્ષ : ૧લી જાન્યુ., ૨૦૦૦
તા. ૧-૧-૨૦૦૦ (પ્રત : ૧૦૦૦)
» કિંમત
: રૂપિયા પંદર
> ટાઈપસેટીંગ : પૂજા લેસર
એ-૨૧૫, બીજે માળ, બી.જી. ટાવર્સ, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૪.
> મુદ્રક
વિપુલ પ્રિન્ટર્સ, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ રોડ, અમદાવાદ-૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
સાધકની સહચરીને – સંબોધીને
જેના પડેલ કરમાં પરતંત્ર બેડી, વાણી મને અતિવિલાસ સૂઝે ન કેડી; સ્વાતંત્ર્ય સંયમ તણા ઉર રંગ રેલી, તેની ખરી સહચરી બનજે અકેલી.
સંતબાલ”
Page #5
--------------------------------------------------------------------------
________________
નવી આવૃત્તિની પ્રસ્તાવના સાધક સહચરીની આમ તો કુલ્લે ત્રણ ચાર આવૃત્તિઓ બહાર પડી ગઈ, પણ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર તરફથી આ બીજી આવૃત્તિ બહાર પડે છે. પચીસ છવ્વીસ વર્ષ પહેલાં આ પુસ્તક પ્રથમ આવૃત્તિમાં પ્રગટ થયું. તે વખત કરતાં આજનો સમય આધ્યાત્મિકતાની પ્રીતિમાં અને પ્રમાણિક વ્યવહારની રીતિમાં વધુ કપરો લાગે છે. બીજી બાજુ આ દિશામાં દુનિયાની માનવજાતની એવી પ્રીતિ અને એવી રીતિ માટે ભૂખ ઘણી ઊઘડી છે, તેમ જોતાં આવા સાહિત્યની જરૂરિયાત બહુ મોડી ઊભી થઈ છે. ગાંધીજીના ગુજરાતની જવાબદારી આજના માનવજગતમાં સૌથી વધુ હોઈ આવા સાહિત્ય દ્વારા ગુજરાતની પ્રજાને આ દિશામાં એકચિત્ત કરવી અનુકૂળ થઈ પડશે.
સાધક સહચરી” એ આમ તો ભગવાન મહાવીરના જમાનામાં જે આગમો રચાયાં અને સંશોધાઈને ટકી રહ્યાં તેમાંની થોડી વાનગીરૂપ છે. પરંતુ મૂળે તે અર્ધમાગધી ભાષામાં છે. કારણ કે તે જમાનામાં તે ભાષા લોકભાષા હતી. તેમાંનું તત્ત્વ લઈને મેં ગુજરાત પ્રાંતની લોકભાષામાં કાવ્યરૂપે રચી એનો અનુવાદ પણ એ વાણીમાં આપ્યો છે. સત્ય, અહિંસા કે જે સર્વધર્મોનો સાર છે અને જેના સામુદાયિક આચરણ થકી વિશ્વશાંતિ લાવી શકાય તેમ છે, તેને લગતી સામગ્રી આ પુસ્તકમાંનાં સૂત્રાત્મક વાક્યોમાંથી ઠીક ઠીક સાંપડી રહેશે. મને આશા છે ગુજરાતની પ્રજા એને એ રીતે અપનાવી લેશે.
તાજેતરમાં ગુજરાતને મુંબઈ સહિતના મહારાષ્ટ્ર પ્રાંતના વહીવટમાંથી રાજયરચનાની દૃષ્ટિએ અલગ પડવાનું થયું છે, પણ તે પોતાની મહાન સાંસ્કૃતિક મૂડી દ્વારા માત્ર મહારાષ્ટ્ર
Page #6
--------------------------------------------------------------------------
________________
સાથે નહીં, બલકે આખા દેશ દ્વારા દુનિયામાં પોતાનો અનોખો હિસ્સો આપવાની વાતને હવે બેવડી જવાબદારીથી પકડી લઈને એ કામમાં ખૂંપશે, એ પણ આની પાછળ અપેક્ષા છે.
આ પ્રકાશનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ આર્થિક કે માનસિક ફાળો જેમણે જેમણે આપ્યો છે, તેઓની વિના નામે પણ નોંધ અહીં લઈ લેવી જોઈએ.
ઉમરકૂઈ, તા. ૧૧-૫-૬૦
‘સંતબાલ'
પ્રકાશકીય
(નવી આવૃત્તિ પ્રસંગે)
લાંબા સમય પછી “સાધક સહચરી’”ની આ નવી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. ઉમરકૂઈમાં બેસીને મહારાજશ્રીએ ઉપ૨ની જે પ્રસ્તાવના લખી, તેનો પ્રથમ વાચક હું હતો. ત્યારે મેં મહારાજશ્રીને પૂછ્યું કે, “આપની સર્વોત્તમ રચના કઈ ?’ ત્યારે એમણે જણાવ્યું કે, “એમ તો આચારાંગ અને ગીતા કહી શકાય, પણ આપણું જે ધ્યેય છે, તે વિચારતાં ‘સાધક સહચરી’ જૈન-જૈનેતર, સાધુ-ગૃહસ્થી તેમજ સામાન્ય સાધકને પણ એ ખૂબ ઉપયોગી છે. જીવન ઘડતરમાં જે પ્રેરક, પોષક બની પ્રાણતત્ત્વ-આત્માને બળપ્રે૨ક બને તે જ સાચું સાહિત્ય ગણાય. એ રીતે આ ભગવાન મહાવીરની વાણીને સર્વોત્તમ ગણું.”
આ નવી આવૃત્તિ પ્રગટ કરવામાં અમારી સંસ્થાના ત્રણે સાથીજનોએ પોતાનો આર્થિક સહયોગ પૂરો પાડી પ્રગટ કરાવી તેનું શ્રેય તેમને ફળો ! ૨૫ ડિસેમ્બર, ૧૯૯૯
મનુ પંડિત મંત્રી, મ.સા.પ્ર. મંદિર
Page #7
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી એટલે... જૈન આગમોમાંથી તારવેલું નવનીત
સ્થાનકવાસી જૈન પરંપરા પ્રમાણે વર્તમાનકાળ ૩ર આગમ માન્ય છે. તેમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ વગેરે શાસ્ત્રોમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તેમાંથી ય રત્ન જેવી અમૂલ્ય ગાથાઓ તારવીને વિદ્વદૂવર્ય શ્રી સંતબાલજીએ શુદ્ધ માખણ આપણને આપ્યું છે.
બધા આગમો વાંચવાની જેમને અનુકૂળતા ન હોય અથવા જેમની પાસે સમય ન હોય તેમણે “શોર્ટ ઍન્ડ સ્વીટ’ એવી આ પુસ્તિકા શાંતિથી વાંચવી જોઈએ.
આમ તો આમાં દરેક વિષયોની ગાથાઓ તથા તેનો ગુજરાતી પદ્યાનુવાદ ઘણો જ ઉપયોગી છે. સાધક આત્માઓ પ્રતિદિન એનો સ્વાધ્યાય કરે, તેના ઉપર ચિંતન, મનન કરે તો અવશ્ય આત્મશ્રેય સાધી શકે.
અર્ધમાગધી ભાષા જેમને ન આવડતી હોય તેમના માટે ગુજરાતી પદ્ય ઘણા પ્રેરક બનશે. એને કંઠસ્થ કરી લેવાથી સ્વાધ્યાય કરવામાં ઘણી અનુકૂળતા રહે.
ધર્મપ્રેમી શ્રી મગનભાઈ હરિભાઈ દોશી, શ્રી રામજીભાઈ ડાહ્યાભાઈ ગાલા અને શ્રી જયંતીલાલ સુખલાલ મહેતા એમ ત્રણે ભાઈઓ આવા જ્ઞાનવર્ધક પુસ્તિકાની પુનરાવૃત્તિ કરાવી રહ્યા છે તે તેમની જ્ઞાનરુચિ સૂચવે છે. સહુ સાધકો આમાંથી સારી પ્રેરણા મેળવે એવી શુભ ભાવના સાથે. સુષુ કિં બહુના?
- મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગિક
જયારે ઉત્તરાધ્યયનસૂત્રનું ગુજરાતી અનુવાદન ચાલતું હતું ત્યારે પંડિત સુખલાલજી તેમજ અન્ય વિદ્વાનોએ કહેલું કે
“ઉત્તરાધ્યયનસૂત્ર જૈનદર્શનનું પ્રાચીન સૂત્ર છે; તેમજ શ્રમણવર્ગની સાથે ગૃહસ્થજનોને પણ જીવનપ્રેરણા મળે તેવો વિભાગ ઇતરસૂત્રો કરતાં ઉત્તરાધ્યયનસૂત્રમાં વધારે છે. લોકરુચિને અનુકૂળ એવી ચારિત્રકથાઓથી છલકાતાં અધ્યયનો પણ છે. તો આખા સૂત્રનું અનુવાદન થાય તે તો ઉપયોગી છે જ, પરંતુ તેમાંની પ્રબોધજનક અને રસપ્રદ ગાથાઓને ચૂંટી લઈ તેટલો વિભાગ જો આ પુસ્તક સાથે જોડવામાં આવે તો તે જિજ્ઞાસુવર્ગને વધુ ઉપયોગી અને આદરણીય બનશે.’’
આ વિચારો મને ગમ્યા. પરંતુ તે વિભાગને સાથે જોડી દેવા કરતાં તેની પૃથક્કુસ્તિકા બહાર પડે તો ઠીક એમ મને લાગ્યું.
આવા જ સંયોગોમાં ઉત્તરાધ્યયનસૂત્રનું ગુજરાતી ભાષામાં અનુવાદન બહાર પડ્યું. તે પુસ્તકના પૂંઠા ઉપરના ‘જેકૅટ’ પર બે ગુજરાતી અનુષ્ટુપ શ્લોકો કે જે ઉત્તરાધ્યયનની ગાથાઓના ગૂર્જર શ્લોકાનુવાદ રૂપે ગોઠવવામાં આવ્યા હતા તે વાંચી ઘણા જિજ્ઞાસુ ભાઈઓએ આવી જ રીતે આખા સૂત્રના શ્લોકોનો પદ્યાનુવાદ થાય તો લોકોને ખૂબ ઉપયોગી થઈ પડે તેવી ઇચ્છા દર્શાવી.
પ્રસ્તુત પ્રસંગે પ્રથમની ભાવનાને વેગ મળ્યો. પરંતુ ત્યારે એ વિચારો આવ્યા કે આખાયે સૂત્રના શ્લોકોનો શ્લોકાનુવાદ કરવો તે કરતાં તેમાંના લોકોને અનિવાર્ય ઉપયોગી ગણાતા એવા એવા સારભૂત શ્લોકો ચૂંટી જો તેનો ગુજરાતી શ્લોકાનુવાદ આપવામાં
Page #9
--------------------------------------------------------------------------
________________
આવે તો તે હળવા પુસ્તકનો વિશેષ પ્રચાર થાય અને વિશિષ્ટ જિજ્ઞાસુઓની મુખપાઠ કરવાની વૃત્તિ પણ સંતોષાય. એ દૃષ્ટિબિંદુથી એક નાનકડું પુસ્તક બહાર પાડવાનો મેં નિશ્ચય કર્યો.
અમદાવાદનું ચાતુર્માસ ક૨ી થોડા વખત પછી અમારું મુંબઈ તરફ જવા માટે પ્રસ્થાન થયું.
માર્ગના વિહારમાં જેમ જેમ કુદરતના કલામંદિરનાં પ્રાકૃતિક દૃશ્યો દેખાયે જતાં હતાં તેમ તેમ તે બધાં બોધપ્રદ પદ્યોને પ્રોત્સાહન મળ્યે જતું હતું.
ખળખળ વહેતી સરિતાઓ નિર્મળતા અને પરોપકારના બોધપાઠો પ્રબોધી રહી હતી અને વેગભર જતાં જતાં એ સૂચિત કરતી હતી કે અમારું કાર્ય ત્વરિતગતિએ થઈ રહ્યું છે. સમુદ્રદેવની દિવ્યતામાં મળવા અમે અસ્ખલિત ગતિએ પ્રયાણ કરી રહ્યાં છીએ. કેવી એ અપ્રમાદતા ! ધ્યેયને પહોંચી વળવાનો એ કેટલો તનમનાટ ! માર્ગમાં અનેક પ્રલોભનો હોવા છતાં તેના તરફ મીટ માંડ્યા વિના પોતાની ગતિ કરવામાં તેને કેટલી તાલાવેલી, નિરાસક્તિ અને એકાગ્રતા ! વચ્ચે વચ્ચે પથરાળ ભૂમિ અને ભેખડો પસાર કરતાં વેઠવાં પડતાં સંકટોમાં તેની કેટલી સહિષ્ણુતા ! આ જ રીતે ભિન્ન ભિન્ન વનસ્પતિઓ પણ એક જ ભૂમિ વિભાગમાંથી ઉત્પન્ન થઈ વર્ણ, રસ, ગંધ અને ગુણોમાં ક્વચિત્ પાસેનાથી સાવ ભિન્ન અને ક્વચિત્ સમાનભાવે ખીલી કુદરતી સૌંદર્યમાં વૃદ્ધિ કરી વિશ્વના વૈચિત્ર્યમાં કેમ જીવવું તે બોધપાઠ શીખવી રહી હતી.
આવી રીતે ભિન્ન ભિન્ન રીતે સાધકને સદૂબોધતી આ વિશ્વશાળાની સાથે શ્રમણ ભગવાન મહાવીરનાં પદ્યો જાણે સ્પર્ધા
Page #10
--------------------------------------------------------------------------
________________
કરી રહ્યાં ન હોય ! તેમ આગળ વધ્યે જતાં હતાં.
જેમ જેમ અનુકૂળતા મળતી ગઈ તેમ તેમ માત્રા ઉત્તરાધ્યયનનાં જ નહિ બલકે શ્રી સૂયગડાંગ અને શ્રી દશવૈકાલિકસૂત્રનાં પણ પદ્યોમાંથી લગભગ ૧૮૫ પદો ચૂંટી તેનું ૧૪ વિભાગોમાં વર્ગીકરણ કર્યું. જે વિભાગો અનુક્રમણિકામાં દર્શાવ્યા છે. નામની પસંદગી
સાધક સહચરી” નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે આ પુસ્તકમાં શ્રમણ અને ગૃહસ્થ બન્ને સાધકના જીવનવિકાસની ઉપયોગી સામગ્રી સંકલિત છે. - આખાયે જૈનતત્ત્વજ્ઞાનની શ્રેણી બે માર્ગમાં વિભક્ત છે : (૧) અણગારી એટલે શ્રમણમાર્ગ અને (૨) અગારી એટલે ગૃહસ્થાશ્રમ માર્ગ. અને તે બન્નેને કર્મમુક્તિ, આનંદ કે નિવણસ્થિતિ પામવાની એક સરખી અભિલાષા અને જિજ્ઞાસા છે તેમ પણ જૈનદર્શન માને છે. ફેર એટલો જ છે કે પ્રથમનો વર્ગ સંપૂર્ણ ત્યાગ આરાધી શકે તેવો સામર્થ્યવાન અને શુદ્ધ હોય છે જયારે બીજો વર્ગ મોહાદિ બંધનોને લઈને સર્વથા ત્યાગ ન પાળી શકવા છતાં સંયમ અને ત્યાગની અભિરુચિ ધરાવનારો તો અવશ્ય હોય છે. આથી વિશ્વવંદ્ય ભગવાન મહાવીરે તેમને શ્રમણોપાસક તરીકે અર્થાત્ કે ગૃહસ્થસાધક તરીકે સ્વીકાર્યા છે.
આ પુસ્તકમાં જિજ્ઞાસુ સાધકના વિકાસમાગમાં રોધ કરતા અભિમાન, કલેશ, કપટ, માયા, લોભ, તૃષ્ણા, મોહ, સમાજદ્રોહ, છળપ્રપંચ, રાગદ્વેષ ઇત્યાદિ શત્રુઓથી ઉગારી લેવામાં અને સંયમ, બ્રહ્મચર્ય, અહિંસા, જાગૃતિ, ત્યાગ, તપશ્ચરણ અને સેવા
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦ – એવા ઉચ્ચ સદ્ગુણોને આરાધવાની પ્રેરણા પૂરવામાં સહાયક નીવડે તેવાં ધર્મપદોનો જ સંગ્રહ કરવામાં આવ્યો છે. તેથી જે જિજ્ઞાસુ સાધક સુખ મેળવવાનો સાચો અધિકાર ધરાવતો હોય તેને આ પુસ્તક સાથે રહી સહચરીની ફરજ પૂરી અદા કરે તદનુરૂપ તેનું નામ પણ “સાધક સહચરી' રાખવામાં આવ્યું છે.
હવે આ પુસ્તકની સંકલનાનો ઉલ્લેખ કરી લઉં. પધરચના :
ગુજરાતી પદ્યો બનાવતી વખતે મૂળ ગાથાના શબ્દાર્થ કરતાં તે ગાથાના ભાવ અને રહસ્યને અનુસરવાનું આમાં વિશેષ બન્યું છે. સળંગશૈલી :
ઉપરાંત પસંદ કરેલા સાધકવર્ગ, આત્મવર્ગ, શ્રમણવર્ગ ઇત્યાદિ વર્ગોની રસઝરણી સળંગ વહેતી રહે તે સારુ પદ્યોનો ક્રમ પણ તેવા આકારમાં જ ગોઠવવામાં આવ્યો છે. છંદ પસંદગી :
અનુષ્ટ્રપ વૃત્તોનો સળંગ પ્રવાહ ચાલુ રહે એ સુંદરતા લાવવા માટે કેટલાંક ઊપજાતિ અને વંશસ્થ વૃત્તોના અકેક પદ્ય સારુ બબ્બે શ્લોકો અને તેમાંના કેટલાકનાં તો બે ચરણો જ લઈને એક શ્લોક બનાવ્યો છે, અને તેમ કરવા જતાં જે, તે, આ અને એવાં એવાં સર્વનામ તથા અવ્યયો મૂકવાં પડ્યાં છે. કોઈ પ્રસંગે આય કે વૈતાલીય છંદને અનુષ્ટ્રપમાં લાવવા માટે કેટલાક શબ્દો છોડી પણ દેવા પડ્યા છે. પરંતુ મૂળના રહસ્યને કે ભાવને આંચ ન આવે તેવું લક્ષ્ય તો સાદંત સેવ્યું છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
ઉત્તરાધ્યયનની સંવાદ કથાઓના કેટલાક શ્લોકો બહુ ઉપયોગી હોવાથી અહીં લીધા છે અને તેવા સ્થળે માતા, પિતા, ભાઈ, પતિ, પત્ની, મુનિ, રાજા, ત્યાગી એ સંબોધનથી ઉચ્ચારાયેલા પદોને અહીં પ્રાસ્તાવિક રૂપે સ્થાન આપ્યું છે. જેમ કે : “gવં તાત વિદાય ! મહામુખી' ઇત્યાદિ હોવાથી તે તે સંબોધનો બાદ કર્યા છે અથવા શક્ય હોય ત્યાં તે કથનને ત્રીજા પુરુષમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે.
આ પુસ્તિકામાં તે તે પદ્યાનું મૂળ પ્રાકૃત ગુજરાતી શ્લોકાનુવાદ અને તેનો ભાવાર્થ એમ ત્રણ અંગો જ આપવામાં આવ્યાં છે. આ પુસ્તક પરત્વે જિજ્ઞાસુઓને કેવી અભિરુચિ પ્રગટે છે તેનું નિરીક્ષણ કરી આ પુસ્તકને ભવિષ્યમાં વિસ્તૃત સ્વરૂપ આપવાનું દૃષ્ટિબિંદુ કાયમ રાખી હાલ તો આ સ્વરૂપે જ તેને પ્રગટ કરવામાં આવે છે. સહાયકો :
જે જે જિજ્ઞાસુઓએ મને આ પુસ્તક માટે પ્રેરણાનાં પીયૂષ પાયાં છે તે સૌનો હું આભારી છું. જો તેઓની પ્રેરણા ન હોત અને મારા પૂજય ગુરુદેવનો સક્રિય ફાળો ન હોત તો હું આ પુસ્તકના પ્રકાશનને આટલો તાત્કાલિક ન્યાય ન જ આપી શકત.
અંતમાં જે બન્ને ભાઈઓ સાથે રહી રસપૂર્વક કાર્ય કરી રહ્યા છે તે તથા આ સંસ્થાના ઇતર સભ્યોનો પણ પ્રસ્તુત પુસ્તકમાં સારો ફાળો છે એમ પણ અહીં કહ્યા વગર રહી શકાતું નથી.
સંતબાલ
સ્વાતંત્ર્યદિન, તા. ૨૬-૧-૩પ સુરત
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
જૂની પ્રસ્તાવના
દુન્યવી મનુષ્ય જેમ કોરા અધ્યાત્મવાદમાં સ્થિર નથી રહી શકતો તેમ કેવળ જડવાદથી પણ નથી જીવી શકતો. જડવાદ અને અધ્યાત્મવાદ એ બન્ને તત્ત્વોની વચ્ચે તેનું જીવન વહે છે. પછી ભલે યોગી હો કે ભોગી હો. કારણ કે તે પૂર્ણ પરમાત્માયે નથી અને જડ પણ નથી. તે બન્ને દેહધારી જીવાત્માઓ છે. તે બન્નેમાં ઉપરનાં બન્ને તત્ત્વો છે. તે બે પૈકી એકની અલ્પતા અને એકની બહુલતા તે જ તે બન્ને વ્યક્તિઓ વચ્ચેનું જીવનઅંતર છે. જડવાદ અને અધ્યાત્મવાદ
જયાં દેહ ત્યાં તેને લગતી ક્રિયાઓને પણ સ્થાન છે, અને જયાં દેહભાન છે તે જ જડવાદનું સ્વરૂપ છે. જ્યારે ચૈતન્યપુંજ જડજન્ય સુખમાં અપર્યાપ્તિ અનુભવે છે ત્યારે તેને જે જિજ્ઞાસા, જે તીવ્રતા, સંવેદન જાગે છે, કોઈ દિવ્ય અને ભવ્ય તત્ત્વ પ્રતિ તે આકર્ષાય છે તે સ્થિતિ અધ્યાત્મવાદનું પ્રતીક છે.
આ રીતે વિશ્વમાં અધ્યાત્મવાદ અને જડવાદ એમ બે સંસ્કૃતિપ્રવાહનાં વહનો વહે છે. આ ઇતિહાસ અર્વાચીન નથી, પરંતુ જુગ જુગ જૂનો છે, કદી અધ્યાત્મવાદનું જોર તો કદી જડવાદનું, એ જંગ જેવી રીતે જગતમાં વ્યાપક છે તે જ રીતે વ્યક્તિગત જીવનમાં પણ હોય છે. જેઓ તે પૈકીનાં કોઈ એક પ્રવાહ તરફ ઢળે છે તે બન્નેનું અંતિમ પરિણામ જડવાદ જ છે. એક પર અધ્યાત્મવાદનું નિદૈતન્ય ખોખું છે, જ્યારે બીજા પર સક્રિય જડવાદનું પૂતળું છે.
જે તે બન્ને પ્રવાહોનું પ્રયોજન સમજી તેની એકવાક્યતા
Page #14
--------------------------------------------------------------------------
________________
૧
૩
સાધવા મથે છે અર્થાત્ જડવાદને અધ્યાત્મવાદનું સાધન બનાવી પ્રગતિને પંથે પડે છે તેની ગણના સાધક કોટિમાં થાય છે.
જડવાદ અને અધ્યાત્મવાદનાં સંઘર્ષણ સ્થૂળરૂપે જેમ દષ્ટિગોચર થાય છે તે રીતે સાધક દશામાં રહેલા જીવાત્માનાં મનોમય ક્ષેત્રમાં પણ થયા કરે છે. કદી વિજય - કદી પરાજય, કદી ઉત્સાહ, કદી નિરાશા એમ પરસ્પર વિરોધક બળોનું સાધકના જીવનમાં સતત આંતર વં ચાલે છે તેવે વખતે તેમને પ્રેરણા અને ઉત્સાહની આવશ્યકતા રહે છે.
સાધક સહચરી ભગવાન મહાવીરનાં પ્રવચન પુષ્પોની માળા છે. ભગવાન મહાવીરની સાધક દશાથી માંડીને સાધ્યસિદ્ધિ સુધીનાં અનુભવોનો તેમાં પરાગ છે. તેની કળી કળીમાં પ્રેરણાની સુવાસ છે. સાધકના અંતઃકરણને પરિપ્લાવિત કરે તેવું તે પુષ્પોનું દર્શન છે. ભગવાન મહાવીર
આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે ઉપલબ્ધ ઇતિહાસ પ્રમાણે ઇ.સ. પૂર્વે પ૯૯ વર્ષ પહેલાં મગધ દેશની રાજધાની ક્ષત્રિયકુંડ નામના નગરમાં ભગવાન મહાવીરનો જન્મ થયેલો. તેમનું મૂળ નામ વર્ધમાનકુમાર. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી. તેમનો આત્મા પ્રબળ સંસ્કારી હતો. જડ અને અધ્યાત્મ સંસ્કૃતિનો તેનો જુગ જુગ જૂનો અનુભવ હતો. તેણે અધ્યાત્મવાદને જડવાદનું વાહન બનાવી લીધું હતું. પિતા, માતા અને સ્વજનોના આગ્રહવશાત્ તેમણે ગૃહસ્થજીવન સ્વીકાર્યું કે ખરું અને અનુભવ્યું કે ખરું પરંતુ જડની આધીનતા નહિ. એમણે ગૃહસ્થજીવનની શ્રેણી પછી ત્યાગમાર્ગનો અંગીકાર કર્યો,
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
ગૃહસ્થસાધક મટીને શ્રમણસાધક થયા. તેમના આખાયે જીવનમાં ત્યાગ અને તપશ્ચર્યાના બોધપાઠો સાંપડે છે. તેમ છતાં તેમણે ગૃહસ્થાશ્રમને તિરસ્કાય નહિ એટલું જ નહિ બલ્ક સંયમની અપેક્ષા તે પણ મુક્તિ કે નિવાણની સીડીનું એક સોપાન છે તેમ સમજાવ્યું છે. તે તેના ઉદાર અધ્યાત્મવાદનું સૂચન છે. તે કાળે તે સમયે
જ્યારે પ્રજા વર્ગમાં અજ્ઞાન, વહેમ અને રૂઢિઓનું સામ્રાજ્ય વ્યાપ્યું હતું, પ્રજાની સંસ્કૃતિના પ્રણેતાઓ ધર્મભ્રષ્ટ બની ગયા હતા, તેમનામાં સ્વાર્થ અને વિલાસ ખૂબ વધી ગયો હતો, પોતાની નિર્બળતા અને દોષો છુપાવવા તેણે ધર્મના બાના હેઠળ પાપી પ્રવૃત્તિ આદરી મૂકી હતી, જે વખતે અહિંસાને સ્થાને હજારો મૂક અને નિરપરાધી પશુઓનાં બલિદાન થતાં, યજ્ઞને નામે મનુષ્યજાતિની હિંસા થતી, જાતિવાદની ઓથ નીચે સત્તા, અહંકાર અને સ્વચ્છંદતાનાં જોર વ્યાપ્યાં હતાં, અઘોર પાપની શુદ્ધિ કેવળ જળસ્નાનથી થાય છે તેમ સમજાવાતું, જડપૂજાનું મહત્ત્વ હતું, ખૂનખાર લડાઈઓ થતી, પ્રારબ્ધવાદની માન્યતાએ પુરુષાર્થને વિકૃત કર્યો હતો, તેવે વખતે એક મહાન ક્રાન્તિકારની આવશ્યકતા હતી જે ભગવાન મહાવીરે પૂરી પાડી. ક્રાન્તિનું સ્વરૂપ
તે ક્રાન્તિ ક્ષણિક ન હતી તેમ કૃત્રિમ પણ ન હતી. તે ક્રાન્તિ સાચી અને સ્થિર હતી. તેના ધ્યેયમાં એક જ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનું હિત ન હતું. એકલી માનવજાતિ જ નહિ બબ્બે આખા વિશ્વનાં નાનાં મોટાં સૌ કોઈ જીવોનાં કલ્યાણની તે ક્રાન્તિમાં સદ્ભાવના હતી. આથી તેના સાધનો હિંસા, વૈર
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
કે સ્વાર્થ ન હતાં, પણ પ્રેમ વિશ્વબંધુત્વ અને સંયમ હતાં. મહાવીર અને બુદ્ધ
એ ધાર્મિક ક્રાન્તિના પ્રણેતા ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બન્ને હતા. આ બન્ને સમકાલીન અને સમાન આદર્શના પ્રચારક હોવાથી તેમના તત્ત્વજ્ઞાનમાં પણ બહુ અંશે સામ્યતા જ રહેલી છે. જે આપણે આગળ વિચારીશું. તે બન્નેના પ્રેમાળ પ્રઘાતે આખી પ્રજાનું માનસ પલટી નાખ્યું. તેમના સિદ્ધાંતોના પ્રચારે ધર્મનું વિકૃત સ્વરૂપ પરિવર્તન પામવા લાગ્યું. જડવાદોના ગાઢ સંસ્કારોમાં આવી અપ્રતિમ ક્રાન્તિનાં બીજ રોપવાં એ કંઈ સામાન્ય વસ્તુ નથી.
લોકમાનસના માનસક્ષેત્રમાં ઊંડા ઊંડા અવગાહન કરી અજ્ઞાનતાનાં મૂળ કારણો શોધવામાં તેમણે કેટકેટલું માનસશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હશે ! એક વિચારક અને તત્ત્વચિંતક ગણાતા મનુષ્યને વ્યક્તિગત સામાન્ય રૂઢિનો ત્યાગ કરવામાં કેટકેટલું માનસમંથન અને પ્રકૃતિવંદ્વ કરવાં પડે છે ? તે દષ્ટિબિંદુથી આખાયે બહોળા લોકસમૂહને તદ્દન નવીન માર્ગ પર ચલાવવા જતા તેને કેટલો પુરુષાર્થ કરવો પડ્યો હશે ! તે માર્ગમાં આવી પડતાં અનેક સંકટો સહવામાં તેણે કેવું અપાર આત્મબળ અને શાન્તિની સાધના કરી હશે ! જીવન સાથે જોડાયેલા વાસનાના સંસ્કારોનું નિર્મૂળ કરવા માટે તેણે કયું શસ્ત્ર અજમાવ્યું હશે ! વિકાસ, સુખ અને શાંતિ આરાધવા માટે તે સાધકે સાધકદશામાં કેવી રીતે પ્રગતિ કરી હશે ! તે આજના યુગમાં જાણવાની સૌ કોઈની આવશ્યકતા છે. પછી તે ગમે તે માર્ગનો વિહારી હોય સાધક તરીકે કહેવાતો હોય કે વિલાસી કહેવાતો હોય પરંતુ
Page #17
--------------------------------------------------------------------------
________________
૧
૬
આજના યુગની સૌ કોઈના પર અસર છે તેમાં ના કહી શકાય તેમ નથી. વર્તમાન યુગ
૨૫૦૦ વર્ષ પહેલાં થયેલ પ્રાચીન જૈન ધર્મના પુનરોદ્ધારક અથવા ધર્મસંસ્થાપક ભગવાન મહાવીરનો યુગ જેમ ક્રાન્તિયુગ હતો તેમ આ ગાંધીયુગ પણ ક્રાન્તિનો યુગ છે. જેમ તે વખતે જડવાદ અને અધ્યાત્મવાદનાં સંઘર્ષણ હતાં તેમ આજે પણ છે. તે વખતે જેમ ધર્મમાં વિકાર હતો તેમ આજે પણ છે. માત્ર સ્વરૂપમાં ભલે ભેદ હોય.
જ્યારે સાચી કાન્તિની સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક ત્રણે ક્ષેત્રમાં પ્રજાને ભૂખ લાગી છે, પ્રગતિના પંથે દોડવા પ્રજાનું ચૈતન્ય થનગનાટ કરી રહ્યું છે, વિજ્ઞાન, કળા અને સાહિત્યાદિ સાધનોનો વિકાસ થઈ રહ્યો છે, તેને જ પ્રસંગે સામાજિક રૂઢિઓની જંજીરો, ધર્મને નામે વ્યાપી રહેલાં ધતીંગો વગેરે તેમના માર્ગમાં રોધ કરી ભય અને ઝનૂનને જન્માવી મનુષ્યને અટકાવે છે કે પથભ્રષ્ટ કરે છે. તેથી તેને પ્રેરણા આપી સન્માર્ગ બતાવે તેવા અવલંબનની આજે ખૂબ આવશ્યકતા છે. મહાવીરનું તત્ત્વજ્ઞાન
કોઈપણ મહાપુરુષને સમજવા માટે તેમની ગેરહાજરી પછી તેનાં વચનામૃતો પીવા અને પચાવવા તે જ તેમને સમજવાનો અને તેમાંથી પ્રેરણા લેવાનો સરળ માર્ગ છે. તે જ દૃષ્ટિબિંદુથી ભગવાન મહાવીરના તત્ત્વજ્ઞાનને સમજવા માટે તેમના વચનોને સમજવાં અને આચરવાં ઉપયુક્ત છે એમ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭ ધારી આ નાના પુસ્તકમાં તેમના મુખ્ય મુખ્ય સિદ્ધાંતોને સંગ્રહવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ભગવાન મહાવીરનું તત્ત્વ નિરીક્ષણ તથા તત્ત્વાન્વેષણ જેટલું ઊંડું અને દૂર ગયું છે તેટલાં જ તેમનાં વચનો ગંભીર અને રહસ્યમય છે. ભગવાન મહાવીરનાં વચનો અને અનુભવો જેમાં અંકિત થયાં છે તેને જૈનો સૂત્ર તરીકે ઓળખે છે. તેની મૂળ સંખ્યા ૩૨ની ગણાય છે. તે ઉપરાંત જૈન સંપ્રદાયના ત્યારબાદ થયેલા ભિન્ન ભિન્ન આચાર્યોએ અનેક ગ્રંથો અર્ધમાગધી, પ્રાકૃત, સંસ્કૃત ઇત્યાદિ ભાષામાં ગ્રથિત અને રચિત કર્યા છે. આખાયે જૈનતત્ત્વજ્ઞાનને સમજવા માટે તો સેંકડો ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. તેવો પ્રયત્નશીલ અને અભ્યાસી વર્ગ બહુ જ અલ્પ હોય તે સ્વાભાવિક છે. પરંતુ પ્રજાવર્ગમાં એવો તો બહોળો સમૂહ હોય છે કે જે સંક્ષિપ્ત રૂપમાં તત્ત્વજ્ઞાનને સમજવાનો પિપાસુ હોય.
આજે પોતપોતાના મન કે સંપ્રદાયમાં જ ઇતિસમાપ્તિ માની લેવાનો જમાનો રહ્યો નથી. એક જમાનો એવો પણ હતો કે બીજા મત કે સંપ્રદાયનું સાહિત્ય વાંચવાનું કે ઇતર ધર્મના અનુયાયીઓ સાથે મળી ઉદાર ધર્મચર્ચા કરવામાં સૂગ મનાતી હતી. પોતપોતાના સદાગ્રહમાં અને ધર્મને નામે વિતંડાવાદી તથા ઝઘડાઓ થતા હતા અને પરિણામે ફરજિયાત પોતાનો ધર્મ પળાવવા માટે માનવ જેવી ઉપયોગી જાતિની હિંસા પણ થઈ જતી. આજે પણ એવા સંસ્કારોની છાપ કોઈ કોઈ મત કે વાદોમાં રહી ગઈ છે ખરી. પરંતુ આજે બહોળો વર્ગ એવો છે કે તે સર્વ ધર્મ સમભાવમાં માને છે અને તેનું પ્રમાણ પણ સારી સંખ્યામાં છે. તેથી સંકુચિત માનસ વિસ્તૃત સ્વરૂપ પકડતું જાય છે. એટલું જ નહિ બલ્ક જૂનવાણી
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
માનસમાં પણ હવે ઉદાર ભાવનાના સંસ્કારો રેડાવા લાગ્યા છે. એક વૈષ્ણવ આજે જૈન અને બૌદ્ધ સાહિત્ય વાંચી શકે છે, તે જ રીતે બોદ્ધ અને જૈનોના સંબંધમાં પણ બને છે. કુરાન, બાઈબલ, ગીતા વગેરે વગેરે પુસ્તકો કોઈ પણ સંપ્રદાયનો માણસ હોંશે હોંશે વાંચીને પચાવે છે. સારાંશ કે “મારું એ સાચું તેને બદલે સાચું એ મારું' એ ભાવના વ્યાપક થતી જાય છે. અને તે યોગ્ય અને સંગત પણ છે.
કોઈપણ દર્શન, મત, વાદ કે ધર્મ સત્ય પર પ્રતિષ્ઠિત થયાં હોય છે અને સત્યને ઉદ્દેશીને જ તેનાં નિયમો ઘડાયા હોય છે. તે વસ્તુ નિર્વિવાદ છે, અને જે સામાન્ય ભેદ હોય છે તે માત્ર સમાજનું માનસ, દેશકાળ અને પરિસ્થિતિને અનુલક્ષીને જ યોજાયું હોય છે. તે તે ધર્મ, મત, વાદ કે સંપ્રદાયના અનુયાયીઓને આ વસ્તુસ્થિતિનું પછીથી ભાગ્યે જ ભાન રહે છે. તેથી તેનો બહોળો વર્ગ ધર્મની વાસ્તવિકતા કરતાં રૂઢિ તરફ વધારે ઢળતો જાય છે તેથી જ ધર્મ જેવું અખંડ અને અબાધિત તત્ત્વ હોવા છતાં તેને તે સાંપ્રદાયિક બનાવી વિકૃત બનાવી દે છે.
આવી પરિસ્થિતિને અંગે કોઈ પણ ધર્મને સમજવા માટે તે ધર્મ સંસ્થાપકના અનુયાયીઓનાં જીવન પરથી તે ધર્મને કદી સમજી શકાય નહિ અને માપીયે શકાય નહિ. કારણ કે તેઓ પોતે પોતાના ધર્મ પિતાના સિદ્ધાંતોથી કેટલીક વાર વિરુદ્ધ વર્તતા હોય છે અને તે વસ્તુનું તેને ભાન સુધ્ધાં હોતું નથી. એટલે અનુયાયીઓના વર્તન પરથી જ જો તે તે ધર્મસંસ્થાપકોનું જીવન મપાય તો તે મહાપુરુષોને ખૂબ જ અન્યાય મળે. એટલે જ તેમને ઓળખવા માટે તેમના મૂળભૂત સિદ્ધાંતોનું અધ્યયન કરવા ઉપરાંત તેમના સમયની સમાજ, રાષ્ટ્ર અને લોકવલણની
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯
ઐતિહાસિક દૃષ્ટિએ સ્થિતિ તપાસીએ તો જ તેનું યથાર્થ રહસ્ય સમજાય અને ઊંડું ઊંડું રહેલું સત્ય આપણે તેમાંથી શોધી શકીએ.
પ્રસ્તુત પુસ્તકમાં કોઈ પણ ધર્મનો જિજ્ઞાસુ મનુષ્ય સંક્ષિપ્તમાં જૈનધર્મના મુખ્ય મુખ્ય સિદ્ધાંતોને અને સાધક દશાના વિધેયનિષેધાત્મક નિયમોને સમજી પ્રેરણા લે તે દૃષ્ટિબિંદુથી બહુ હળવો સંગ્રહ કરવામાં આવ્યો છે.
સાધક સહચરીમાં શું છે ?
જૈનધર્મમાં અતિ પ્રમાણભૂત ગણાતાં શ્રી ઉત્તરાધ્યયન, દશવૈકાલિક અને સૂયગડાંગ વગેરે પદ્યાત્મક સૂત્રોમાંથી આ થોડાં ચૂંટી કાઢેલાં પદ્યપુષ્પો છે અને તેની સંખ્યા લગભગ ૧૮૦ થી ૧૯૦ સુધીની છે. તે બધાં પદ્યોને અહીં ૧૪ વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યાં છે. તેનાં અનુક્રમે આ પ્રમાણે નામો છે ઃ સાધકવર્ગ, આત્મવર્ગ, ધર્મવર્ગ, વિકાસવર્ગ, વ્રતવિચા૨વર્ગ, બ્રહ્મચર્યવર્ગ, શુદ્ધિવર્ગ, શ્રમણવર્ગ, કર્મવર્ગ, વિશ્વવર્ગ, વૈરીવર્ગ, પાપશ્રમણવર્ગ, જાતિવર્ગ અને શિક્ષાવર્ગ.
પ્રથમ વર્ગનો પ્રથમ જ શ્લોક સંયમનો નિર્દેશ કરે છે. સંયમની આટલી બધી મહત્ત્વતા શાથી એમ ઘણાને અહીં જાણવાની જિજ્ઞાસા થશે અને કેટલાકને એમ થશે કે ધર્મ સંસ્થાપકોએ સંયમ સંયમના પડકારો કરીને માનવજાતને નિષ્ક્રિય અને જડ બનાવી દીધી છે. સાધનો મળે તો શા માટે ન ભોગવવાં ! માનવજીવનનો ઉદ્દેશ એ છે કે કુદરતે આપેલી અપાર શક્તિનો લાભ લઈ તે દ્વારા પુરુષાર્થ કરી સુખનાં સાધનો મેળવવાં અને તે દ્વારા સુખનો અનુભવ કરવો જોઈએ.
Page #21
--------------------------------------------------------------------------
________________
સંયમનું માહાસ્ય - બીજા કોઈને બોજારૂપ ન બનતાં બને ત્યાં સુધી બીજાના ઉપકારક થવું એ બીજાં પ્રાણીઓ કરતાં માનવજાતનું અનિવાર્ય કર્તવ્ય છે. અને તે વસ્તુનું યથાર્થ પાલન સંયમ દ્વારા જ થઈ શકે છે. આથી જ સંયમની અન્ય પુરુષોએ મહત્ત્વતા ગાઈ છે.
સંયમથી મનુષ્ય નિષ્ક્રિય કે જડ નથી બનતો બલ્ક પુરુષાર્થી અને ચૈતન્યવાન બને છે. કારણ કે સંયમનો હેતુ કોઈ પ્રકારનું ચિહ્ન કે વેશ પહેરવાથી કે ત્યાગવાથી પાર પડતો નથી. કર્મ, માયા કે મોહ ઈત્યાદિ આત્મદોષોથી કલુષિત થયેલા ચૈતન્યને તે વાસનાથી દૂર કરવા માટે જે કાયિક, વાચિક અને માનસિક વૃત્તિને સમજણપૂર્વક નિયમમાં રાખવાની ક્રિયા કરવી તેનું જ નામ સંયમ.
આવો સંયમ ગૃહસ્થાશ્રમી કે ત્યાગી ગમે તે હો પણ તે પાળી શકે છે. એમ પણ આ જ વર્ગના છઠ્ઠા શ્લોકમાં સ્પષ્ટ સમજાવી દીધું છે.
મનુષ્ય માત્રા સુખને જ ઈચ્છે છે એ વાત સાવ સાચી છે, અને તે સ્વાભાવિક છે. પરંતુ સુખ કોને માનવું એ જ અટપટો કોયડો છે. અહીં જ મનુષ્ય ચક્કરમાં પડે છે. સંપત્તિ, શક્તિ, સત્તા, અધિકાર એ બધું ભોગવનારાના અંતઃકરણમાં પણ દુઃખનો પોકાર આવે છે, અને તેમ થવું સાવ શક્ય છે. વૃત્તિને છૂટી મૂકવાથી ઘણી વાર સુખ, શાંતિ કે આનંદ મળતાં હોય એમ આપણને અનુભવ થાય છે ખરો પરંતુ આપણે તે સુખ કાયમ ટકતુંયે નથી, બલ્ક પરિણામે અધિક દુ:ખપ્રદ જ થઈ પડે તેમ
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૧ પણ અનુભવાય છે. તેનું કારણ એ છે કે વૃત્તિના વિલાસમાં સુખનો વિકાસ નથી પરંતુ પરિણામે હૃાસ જ છે.
વળી માનવશક્તિઓનો ઉપયોગ જો વૃત્તિની તૃપ્તિ અર્થે કરવાનો હોય તો એ ઉપયોગ નથી પરંતુ દુરુપયોગ છે. એ માર્ગે વૃત્તિની તૃપ્તિ થતી નથી અને શક્તિઓ વેડફાઈ જાય છે. જો બધા પોતાની શક્તિઓને તે જ રીતે વેડફી નાખે તો પરિણામે વિશ્વનાં ઇતર પ્રાણીઓનું શું ? આટલો વિચાર માનવને ન આવે તો તે સ્વાર્થ બધી રીતે પતન જ કરાવે છે. એટલે સુખની દૃષ્ટિએ પણ સંયમનું સ્થાન ઉત્કૃષ્ટ છે. આ શ્લોકમાં દાની કરતાં સંયમીને શ્રેષ્ઠ બનાવ્યો છે તે ઉપલક દૃષ્ટિએ જોતાં વિલક્ષણ લાગશે. તેમ છતાં ઊંડાણથી જોતાં તેની સત્યતા સ્પષ્ટ દેખાશે.
આ આખું વિશ્વ એક કુટુંબરૂપ છે. નાનાં મોટાં જીવજંતુઓનું વિકાસ એ જ ધ્યેય છે. સૌ કોઈને પોતપોતાના શરીર ઇત્યાદિ સાધનોના નિવહ અર્થે આવશ્યક સામગ્રીની અપેક્ષાથી વિશ્વમાં રહેલા પદાર્થો દરેકના ઉપભોગાથે યોજાયેલાં છે. સૌ કોઈને તેને ભોગવવાનો અધિકાર છે. સંગ્રહબુદ્ધિની ભાવનાથી ઉપયોગ કરતાં જેટલું વધુ લેવામાં આવે તેટલો જ બીજાની આવશ્યકતામાં કાપ પડે તે સ્વાભાવિક છે.
આટલી વસ્તુ સમજી લીધા પછી પણ વારસાથી મળેલું, પોતાના પ્રારબ્ધથી આવી મળેલું કે પુરુષાર્થથી સંચિત કરેલું જે કિંઈ અધિક દ્રવ્ય હોય તેને પોતાની જાતને અર્થે જ ભોગવનાર કરતાં દાનેશ્વરી મનુષ્ય ઉચ્ચ કોટિનો છે તે વાત સાવ સાચી ઠરે છે. પરંતુ સંગ્રહ બુદ્ધિની દૃષ્ટિએ દાતા કરતાં સંયમી બધુ શ્રેષ્ઠ છે તેમાં શંકાને જરા પણ સ્થાન નથી. દાની પાસે સંગ્રહ હોય
Page #23
--------------------------------------------------------------------------
________________
ર ૨
છે જયારે સંયમી પાસે કશું હોતું નથી. સંયમીની આવશ્યકતાઓ પણ ઘણી જ ઓછી હોય છે અને તે વિશ્વમાંથી બહુ થોડું લઈ પોતાનાં મન, વાણી અને કર્મ દ્વારા ઇતરના હિતમાર્ગે જીવન વહાવે છે. સંયમમાં તેનો આત્મવિકાસ અને આત્મસંતોષ વધતો જાય છે, સંયમના આંદોલનથી વિશ્વમાં વ્યાપક રહેલી સ્વાર્થવૃત્તિ પલટો ખાય છે.
મહાત્માજીના સંયમી જીવનથી સંયમની ચમત્કારિતાનો પ્રત્યક્ષ અને સ્પષ્ટ ખ્યાલ આવી રહે છે. વિલાસિતામાં ઝૂલનારાં કંઈક કુટુંબોમાં સંયમના યથાર્થ માર્ગને અનુસરી સંતોષી જીવન ગાળવાના સુખનો અનુભવ પણ કર્યો છે.
સંયમનો કોઈ ખોટો અર્થ ન લે એટલા સારુ તે જ શ્લોકની નીચે એ સ્પષ્ટ જણાવ્યું છે કે સંયમી જ્ઞાની (વિવેકી) હોવો જોઈએ; કારણ કે અવિવેકથી પાળેલો સંયમ ઘણીવાર વિકૃત થઈ જાય છે અને પરિણામે હિતને બદલે હાનિકારક નીવડે છે.
ત્યારે જ્ઞાની કોણ? તેના ઉત્તરમાં ત્યાં જ ત્રીજા શ્લોકમાં બહુ સંક્ષિપ્તમાં કહી આપ્યું કે માત્ર ધર્મગ્રંથો ભણવાથી જ્ઞાની બની શકાતું નથી. જ્ઞાનીનાં અહિંસા અને સમતા એ બે અગત્યનાં લક્ષણો છે. અહિંસા અને સમતા એ બન્ને પરસ્પર એવાં સહાયક અને પોષક અંગો છે કે જો અહિંસક સમભાવી ન હોય તો તે સાચો અહિંસક બની શકતો નથી, અને સમભાવ પણ પૂર્ણ અહિંસક વૃત્તિ વિના સાધ્ય નથી.
ત્યારે અહીં પ્રશ્ન થશે કે અહિંસા શા માટે? તેનો ખુલાસો વ્રતવિચારવર્ગના પાંચમા શ્લોકમાં સ્પષ્ટ આપી દીધો છે કે જગતના નાના મોટા સર્વે જીવો જીવનને ઇચ્છી રહ્યા છે. જે જે સ્થિતિમાં
Page #24
--------------------------------------------------------------------------
________________
તે યોજાયાં હોય તે તે સ્થિતિમાં તેને તેને વિરોધક ન બનતાં સહાયક થવું એ માનવનું કર્તવ્ય છે, અને તેમ કરવામાં સંયમ અને સુખ બન્નેની પ્રાપ્તિ થાય છે.
અહિંસા ગૃહસ્થજીવનમાં સાધ્ય છે કે ? હા, જેટલે જેટલે અંશે મનુષ્ય સંયમી બનતો જાય એટલે તેટલે અંશે અહિંસક વૃત્તિનો વિકાસ થતો જાય. જો કે સંયમીને પણ પોતાનો નિર્વાહ કરવા માટે ખાવું, પીવું ઈત્યાદિ અનિવાર્ય ક્રિયાઓ કરવી જ પડે છે અને તેમાં સૂક્ષ્મ પ્રાણીઓની હિંસા પણ થાય છે. પરંતુ આવી હિંસાથી થતું પાપ મગરૂક મનુષ્યને પીડતું નથી તેમ સંયમને રોકતું પણ નથી, એમ સ્પષ્ટ રીતે ધર્મવર્ગના બારમા શ્લોકમાં બતાવ્યું છે. સારાંશ કે હિંસા ન કરવી તેટલામાં જ અહિંસાનો અર્થ પર્યાપ્ત થતો નથી. અહિંસકવૃત્તિમાં હિંસક ભાવનાનો અભાવ અને વિરોધ બન્ને છે પણ તે વિવેકપૂર્વક.
આવા સંયમીએ તેવી અહિંસક વૃત્તિ કેળવવા માટે અસત્ય, સ્તેય, અબ્રહ્મચર્ય, વાસના અને પ્રાપ્ત વસ્તુઓનો પરિગ્રહ એ પાંચે વસ્તુઓને છોડી દેવી ઘટે તેમ સાધકવર્ગના ચોથા શ્લોકમાં વર્ણવ્યું છે. તે સ્થાનોનું પાલન શી રીતે કરવું જોઈએ અને તે શક્ય છે કે ? તેની વિચારણા પણ વ્રતવિચારવર્ગમાં કરી છે.
સંયમી સાધકે કેવી રીતે આગળ વધવું અને કયા ગુણોને સંપાદન કરવા જોઈએ, કયા દુર્ગુણોને ત્યજવા જોઈએ એ બધું બહુ સ્પષ્ટ રીતે આખા સાધકવર્ગમાં આલેખાયું છે.
બીજા આત્મવર્ગમાં આત્મતત્ત્વને લગતી આલોચના છે.
શરીર, ઇન્દ્રિયો ને તેની ક્રિયા પ્રત્યક્ષ દેખાય છે, મન દ્વારા વિચારો થાય છે. તેથી આ તત્ત્વોના સંબંધમાં પાશ્ચાત્ય કે
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
પૌવત્ય કોઈ પણ સંસ્કૃતિનો મતભેદ નથી. પરંતુ આત્મતત્ત્વ સંબંધમાં બહુ મતભેદો છે. - ભારતીય દર્શનોમાં પણ તે તત્ત્વ વિષે ખૂબ મતભેદ છે. બૌદ્ધદર્શન ચિત્તની સંસ્કારધારાને માને છે. આત્મતત્ત્વ તરીકે બૌદ્ધદર્શનમાં સ્વીકૃતિ નથી. તે જ રીતે કોઈ શક્તિ, કોઈ તત્ત્વ એમ ભિન્ન ભિન્ન રીતે માન્યતા ધરાવે છે, પરંતુ કંઈક છે એવું તો માનવીમાત્રને માનવું જ પડે છે. પછી તે નાસ્તિક હોય કે આસ્તિક હો.
આ વર્ગમાં તેનાં સ્પષ્ટ લક્ષણો સમજાવ્યાં છે. પરંતુ આત્મા તો અવિકારી છે. તેને બંધનો શાં? જૈનદર્શન આત્માને પોતાના જ દોષોથી તે ભવબંધન કરે છે એમ માને છે અને એ રીતે સુખ કે દુ:ખનો કર્તા પણ આત્મા પોતે જ છે એમ સ્વીકારી સતપુરુષાર્થનું પ્રાધાન્ય બતાવે છે. દર્શનોની રૂપરેખા
સાંખ્યદર્શન માને છે કે આત્મા દ્રષ્ટા છે, કર્તા કે ભોક્તા નથી. ત્યારે બૌદ્ધદર્શન માને છે કે આત્મા કત છે ભોક્તા નથી. વેદાંત માયાવાદને સ્વીકારી આત્માને એક અખંડ તત્ત્વ તરીકે માને છે. વૈશેષિકો અને નૈયાયિકો આત્મા કર્તા અને ભોક્તા છે એમ સ્વીકારે છે. પરંતુ તેના ફળનો આધાર પરમેશ્વર પર મૂકે છે.
જૈનદર્શન આમાંના કોઈ પણ મતનો તિરસ્કાર નથી કરતું, પરંતુ પ્રમાણપુરઃસર તેને ન્યાય આપે છે. તે સમજાવે છે કે જે કર્તા હોય તે જ ભોક્તા હોઈ શકે તે જ ન્યાયસંગત છે. કોઈપણ ક્રિયામાં જો આત્મા ન ભળે તો ક્રિયા થવી શક્ય નથી.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫
એટલે જયારે કર્મ કે માયાથી આત્મતત્ત્વ વિકૃતિ થાય છે ત્યારે તે પોતાના ચૈતન્યનો પોતાની મેળે જ વિકૃત ઉપયોગ કરવા માંડે છે; આથી તે વિકૃત કૃતિનું ફળ પણ તેને પોતાને જ ભોગવવું પડે છે. પરમાત્મા કે ઈશ્વરને તે કાયદાની વચ્ચે આવવાની આવશ્યકતા નથી અને ઈશ્વર પોતે નિષ્ણાંચી હોવાથી તેને પ્રપંચમાં આવવાનું કશું પ્રયોજન પણ હોતું નથી. ગીતાજી પણ તેની પુષ્ટિ કરે છે કે – न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति विभुः। न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥
- માવતા અર્થાત્ આ વિશ્વમાં કાર્યનો કે કર્મનો કર્તા ઈશ્વર નથી એટલું જ નહિ પરંતુ તે કર્મનું ફળ આપવામાં પણ ઈશ્વર સાક્ષીભૂત થતો નથી, માત્ર આ આખું જગત પોતપોતાની સ્વાભાવિક શક્તિથી જ વિકાસ પામી રહ્યું છે.
આ દૃષ્ટિબિંદુથી જૈનદર્શનમાં બહિશાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવી ચૈતન્યની ત્રણ સ્થિતિઓ વર્ણવેલી છે. તેનું સ્વરૂપ
જે ચૈતન્ય કર્મમળથી તદ્દન વિમુક્ત બને છે તે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા કહેવાય છે. જે પૂર્ણશુદ્ધિને પામવાના પંથે પડે છે અને જેનામાં કર્મપ્રકોપને સમજવાની શક્તિ પ્રાપ્ત થાય છે તેને અંતરાત્મા કહેવાય છે અને જે ચૈતન્યનો પ્રકાશ કર્ણાદિ આવરણોને લઈને રૂંધાઈ જાય છે અને કર્મવશાત્ જે પ્રેરાયે જાય છે તે તત્ત્વને બહિરાત્મા કહેવાય છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
બહિરાત્માના આ પ્રકોપને સમજીને દૂર કરવાનો પ્રયત્ન કરવો તે જ સાધકના વિકાસનું પ્રથમ પગથિયું છે. સાચો વિજય
આ વર્ગમાં બીજાં બધાં યુદ્ધો કરતાં આત્મસંગ્રામ પર વધુ ભાર આપ્યો છે. બીજા સંગ્રામોમાં પ્રાપ્ત કરેલા વિજયમાં એક વ્યક્તિના જાની સામે ઘણા માનવસમાજની હાર અને ઘણા માનવસમાજનો ભોગ હોવાથી તે વિજયથી પ્રાપ્ત થતો સંતોષ સુખપ્રદ થતો નથી અને પ્રાયઃ વૈરવર્ધક હોવાથી પરિણામે વહેલો કે મોડો તે જય હોવા છતાં પરાજય રૂપે પલટો પામે છે, આથી જ જૈનદર્શન આત્માની જીત એ જ સાચો વિજય માને છે. અને તે વિજયમાં જ વિશ્વના પ્રત્યેક પ્રાણીઓનાં અભય, સુખ અને શાંતિનાં મૂળ છે.
તે વિજય મેળવવા માટે શસ્ત્રો રૂપે પ્રથમ શસ્ત્ર સંયમ અને બીજું શસ્ત્ર તપશ્ચર્યા બતાવેલું છે. તપશ્ચર્યા એટલે ભૂખ્યા રહેવું અને દેહને દમી નાખવો તેમ નહિ પણ જે ક્રિયાનો સંબંધ વૃત્તિની સાથે જ હોય છે, જે તપશ્ચર્યાદિ ક્રોધાદિ કરિપુઓ પર કાબુ આવે છે, જીવનનો વિકાસ થાય છે, ચૈતન્યની ઝમક જાગે છે તે જ સાચી તપશ્ચય છે.
ભિન્ન ભિન્ન સંસ્કારો અને ભિન્ન ભિન્ન વૃત્તિવાળા મનુષ્યો શારીરિક, આર્થિક, આધ્યાત્મિક ત્રણે દૃષ્ટિથી લાભ ઉઠાવે અને સહજ રીતથી સાધી શકે તેવા તપશ્ચયના ભિન્ન ભિન્ન વિભાગો યોજેલા છે. આ વર્ણન વ્રતવિચારવર્ગમાં આવે છે.
ત્રીજા વર્ગમાં ધર્મની વાસ્તવિકતા બતાવી છે, અમુક જાતનાં ટપકાં કે અમુક જાતની ક્રિયા અથવા દેવળમાં જવાથી કે માળા
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭
ફેરવવાથી ધર્મિષ્ઠ બની શકાતું નથી. પરંતુ હિંસાદિ આત્મદોષોથી જેટલે અંશે મનુષ્ય દૂર થતો જાય અને દયા, સંયમ, ત્યાગ, તપશ્ચર્યા, સહિષ્ણુતા ઇત્યાદિ ઉચ્ચ ગુણનો સંગ્રહ કરતો જાય તે જ મનુષ્ય સાચો ધર્મિષ્ઠ છે તેમ સમજાવ્યું છે.
આ ગુણો તો મનુષ્યોના જીવનવ્યવહારમાં શક્ય અને ઉપયોગી પણ છે. આવો ધર્મ મનુષ્ય પોતાના જીવનના અણુએ અણુમાં વણી શકે. તેને માટે અમુક જ સ્થળે જવું કે બેસવું જોઈએ તેવું કાંઈ બંધન નથી.
આવા ધર્મપાલનમાં વ્યક્તિ, સમાજ, દેશ અને વિશ્વ સૌ કોઈનું હિત અને સુખ પણ સમાયેલાં છે. એટલે આ દૃષ્ટિબિંદુ તો ગમે તે દેશ કે ગમે તે ધર્મ કે ગમે તે માન્યતાને અનુસરનારો વર્ગ પણ આવા ધર્મની સ્વીકૃતિનો અનાદર કરી શકે નહિ. પરંતુ સત્ય ધર્મને બદલે જો કોઈ ધર્મના બાના નીચે ધતિંગ ચલાવે તો તે ધર્મ ગણાતો નથી. એટલું જ નહિ પરંતુ કદાચ કોઈ તેને ધર્મ ગણતું હોય તો તેવો ધર્મ પીધેલાં ઝેર અને ઊંધા પકડેલા શસ્રની માફક તેના માલિકનો જ નાશ કરી નાખે છે. તો બીજાની તો વાત જ શી ? એમ પણ તે જ વર્ગમાં જણાવ્યું છે.
ચોથા વર્ગમાં વૃક્ષના બીજારોપણથી ફળ સુધીનો વિકાસાનુક્રમ બતાવી મનુષ્યના આખા જીવનનો વિકાસ સમજાવ્યો છે.
મનુષ્ય સૌથી પહેલાં ધર્મનું મૂળ બરાબર સમજવું જોઈએ. જે મકાનનો પાયો દૃઢ કે વ્યવસ્થિત નથી તે ઈમારત જેમ ટકી શકતી નથી તેમ ધર્મને ઇચ્છનાર મનુષ્ય સૌથી પહેલાં ધર્મનું મૂળ વિનય એટલે કે વિશિષ્ટ નીતિને પોતાના જીવનમાં વ્યાપક બનાવવી જોઈએ.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
આ આખા વર્ગમાં આપેલો વિકાસક્રમ સાધકજીવનને ખૂબ જ ઉપયોગી છે, અને જેઓ જન્મથી જ પોતાને વૈષ્ણવ, જૈન, ભક્ત, વૈરાગી, મુમુક્ષુ કે પોતપોતાની ઈચ્છાપૂર્વક પોતાની મેળે પ્રમાણપત્ર લઈને પોતાની જાતને તેવા માની લે છે અને ધર્મ તથા વ્યવહાર વચ્ચે જાણે સંબંધ જ ન હોય તેમ સમજી પોતાનું નૈતિક જીવન સુધારતા નથી તેમને આ વર્ગમાં ઘણું સમજવા જેવું છે.
પાંચમો વર્ગ વ્રતવિચારવર્ગ છે. તેમાં વિષય, ક્રોધાદિ કષાયો, નિંદા, અહંકાર, ચાડી, ચૂગલી, આળસ ઇત્યાદિ દોષોને દૂર કરવા સારુ સ્પષ્ટ અને અહિંસા, સત્ય, અપરિગ્રહ, તપશ્ચર્યા ઇત્યાદિનું પાલન કરવા સારુ સ્પષ્ટ વ્યાખ્યા આપી તેને આરાધવાની પ્રેરણા પણ આપી છે.
દુર્ગણોને શા માટે તજવા અને સદ્ગુણોને શા માટે આરાધવા? તેનું સમાધાન એ આ વર્ગની વિશેષતા છે. - છઠ્ઠા વર્ગમાં બ્રહ્મચર્યની વાતો છે. બ્રહ્મચર્ય પાળવું જોઈએ તે તો સૌ કોઈ જાણે છે. પરંતુ શા માટે પાળવું જોઈએ ? તે શક્ય છે કે કેમ ? જો શક્ય છે તો કયા સાધનોથી ? તે બધી બાબતોનો આ વર્ગમાં બહુ સ્પષ્ટ અને સુંદર ઉલ્લેખ છે.
તેને આચરવું કે ન આચરવું તેનો આધાર મનુષ્યની ઇચ્છા પર નિર્ભર છે, પરંતુ અહીં જે ઉપાયો આપેલા છે તે બહુ માનસશાસ્ત્રના દીર્ઘ અનુભવથી નક્કી કરેલા હોવા જોઈએ તેમ લાગે છે.
સાતમા શુદ્ધિવર્ગમાં જળથી પાપની શુદ્ધિ થાય છે તે જાતનો પ્રજાવર્ગમાં જે ભ્રમ વ્યાપેલો હોય છે તેનું નિરાકરણ છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૯
જળથી શરીરશુદ્ધિ થઈ શકે ખરી, પરંતુ પાપની શુદ્ધિ અર્થે તો ધર્મરૂપી જળકુંડ અને બ્રહ્મચર્યરૂપી સુતીર્થ હોવાં જોઈએ તેમ અહીં વર્ણવ્યું છે.
યજ્ઞના સંબંધમાં પણ જૈનદર્શનનો વિરોધ નથી. તે માત્ર સાચા યજ્ઞનો નિર્દોષ કરે છે, અને તેવા યજ્ઞમાં વેદિકા, લાકડાં, મંત્ર અને અગ્નિ હોવાં જોઈએ તે પણ બહુ ઉમદા રીતે સમજાવે છે.
આઠમા વર્ગમાં શ્રમણ કોણ ? તેનું સ્પષ્ટ બયાન આપ્યું છે. વૃક્ષના પુષ્પમાંથી જેવી રીતે ભ્રમર પુષ્પને કષ્ટ આપ્યા સિવાય રસ ચૂસે છે તેવી રીતે ત્યાગીનું જીવન કે ભિક્ષાવૃત્તિ પણ પ્રજા ૫૨ બોજારૂપ ન હોવાં જોઈએ તેવો અહીં આદર્શ ખડો થાય છે.
પૂજા, સત્કાર, પરિગ્રહ, વિલાસ ઇત્યાદિને દૂર કરી જે સતત આત્મવૈરીઓને જીતવામાં અને પરોપકારવૃત્તિમાં પરાયણ રહે છે તે જ શ્રમણ છે. જે માત્ર સાધુનો વેશ પહેરીને આ પ્રમાણે વર્તન કરતો નથી તે શ્રમણ નથી એમ સમજાવીને સાચી સાધુતા શામાં છે તે સ્પષ્ટ સમજાવે છે.
નવમા કર્મવર્ગમાં કર્મની આત્મા પર સત્તા શાથી ? કર્મ શાથી બંધાય છે ? તેનું જીવાત્મા પર શું શું પરિણમન થાય છે ? વગેરે કર્મ સંબંધોની ઊંડી મીમાંસા છે. તેનું મનન કરવાથી પુનર્ભવ, પુણ્ય, પાપ એ બધું સ્પષ્ટ સમજી શકાય છે.
દશમા વિશ્વવર્ગમાં આ આખા વિશ્વમાં કયા કયા તત્ત્વો શું શું કાર્ય કરી રહ્યાં છે તેના કાર્યકારણની પરંપરા કેવી રીતે અને શાથી છે એ બધું વર્ણન છે.
અગિયારમા વૈરીવર્ગમાં ખરેખર શત્રુઓ કોણ ? અને તે ક્યાં છે ? તેના પરાજય માટે શું શું કરવું જોઈએ એ બધું સમજાવ્યું છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
બારમા પાપશ્રમણવર્ગમાં જે પોતાને ત્યાગી તરીકે કહેવડાવી ભોળી પ્રજાને ભરમાવી વેશને બહાને પૂજા અને વિલાસ ભોગવે છે તેઓ બીજાઓનું અને પોતાની જાતનું કેટલું નુકસાન કરે છે તેનો આ વર્ગમાં સ્પષ્ટ ઉલ્લેખ આપી શ્રમણપદની મહાન જવાબદારી સૂચવવામાં આવી છે.
તેરમા જાતિવર્ગમાં વર્ણવ્યવસ્થાનું સાચું સ્વરૂપ બતાવી જાતિ એ ગુણ અને કર્મને અનુસરીને છે. બ્રાહ્મણ કોણ ગણાય ? એ બધું સમજાવ્યું છે.
જાતિવાદને લીધે આજે પણ જે ઉચ્ચનીચના ભેદો, જાતિ જાતિ વચ્ચેના કદાગ્રહો, કલહો અને તિરસ્કારો વ્યાપી રહ્યા છે તેનો આ વર્ગ વાંચતાં ઉકેલ આવશે અને તે પરથી ધર્મમાં જાતિવાદના ઉચ્ચનીચના ભેદો કે ઝઘડાઓ હોતા નથી અને હોઈ શકે નહિ, એ તો ધર્મના બહાના હેઠળ માત્ર મનુષ્યની વૃત્તિ જ લડે છે તે પણ સમજવાનું મળશે.
ચૌદમા શિક્ષાવર્ગમાં કોઈ પણ ક્ષેત્રમાં રહેલા મનુષ્યને પોતાની ભૂમિકાને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી જગાડતાં બોધક પદો છે.
આ આખી માળામાં પ્રથમ વર્ગ સાધકવર્ગના સાથી શરૂ થઈને શિક્ષાના “શિ” સુધીમાં એ સંકલના આવી રીતે સાંગોપાંગ પૂર્ણ કરી દે છે. હવે આપણે આ પદ્યોમાં આવેલા સિદ્ધાંતોને અન્ય ધર્મોના સિદ્ધાંતો સાથે સરખાવવાનો પ્રયત્ન કરતાં પહેલાં ભગવાન મહાવીરના સમસામયિક હતાં તેની વિચારણા કરી લઈએ. તીર્થકર એટલે શું?
ભગવાન મહાવીર એ જૈનદર્શનના ચોવીસમા તીર્થંકર કહેવાય છે. તેમના પહેલાં ત્રેવીસ તીર્થસ્થાપકો થઈ ગયા.
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૧
આત્મસિદ્ધિની સંપૂર્ણ સાધના કરી લીધા પછી જે મહાપુરુષમાં સંઘનો પુનરોદ્ધાર કરવાની પ્રેરણા જાગે છે તે પુરુષો લોકમાનસ અને દેશકાળને જોઈને તીર્થની પુનસ્થપના કરે એટલે કે ધર્મના મૂળ સિદ્ધાંતને જાળવીને ક્રિયાકાંડોની પુન:રચના કરે છે, તેમને જૈનદર્શનમાં તીર્થકર તરીકે ઓળખવામાં આવે છે.
તે ભગવાન મહાવીરનાં એ વખતે ધાર્મિક યુગમાં માત્ર ત્રણ ધમાં મુખ્ય ગણાતા. વેદધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ. વેદધર્મમાં કે તેમના ધર્મપુસ્તકોમાં ખાસ કરીને દોષ હતો નહિ તેમ હોઈ શકે નહિ. પરંતુ તે ધર્મના જેઓ નેતા ગણાતા હતા તેઓ તે ધર્મગ્રંથોને પોતાની સ્વાર્થવૃત્તિ ખાતર કપોલકલ્પિત અર્થનો અનર્થ કરી તેને અભડાવતાં હતાં અને પ્રજા વર્ગમાં અજ્ઞાન અને વહેમની વૃદ્ધિ કરી તેઓને ભોળવી પોતાના સ્વાર્થ અને વિલાસમાં પતિત થયે જતા હતા. ઉપનિષદ્ અને ગીતાકાળ પછી એ વેદાંતનું સ્વરૂપ બૌદ્ધ અને જૈનશ્રમણ સંસ્કૃતિના પ્રચારને લઈને ખૂબ જ પલટો પામ્યું છે. એટલે અહીં એ ત્રણે પ્રાચીન દર્શનોની સૈદ્ધાંતિક દૃષ્ટિએ તુલના આપવી ઉપયોગી થઈ પડશે. અહિંસા સવમૂહૂ મૂય: ધર્મવર્ગ : ૧૧. જૈન જે દુન્યવી સર્વજીવોને પોતા સમાન માને છે તે જ ધર્મિષ્ઠ
છે.”
अहिंसा सव्व पाणानं, अरियो ति पवुच्चति ।
ધમ્મપદ : ધર્માર્થવર્ગ : ૧૪. બૌદ્ધ સર્વ જીવો પ્રત્યે જે અહિંસક ભાવથી જીવન ગાળે છે તે જ આર્ય કહેવાય છે.”
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨ सर्वभूतात्म भूतात्मा, कुर्वन्नपि न लिप्यते ।
ગીતા : કર્મસંન્યાસયોગ : ૭ વેદ વિશ્વના ચરાચર સર્વ જીવોને જે આત્મવત જાણીને કર્મ કરે છે તે કર્મ કરવા છતાં બંધાતો નથી.” સંયમ
ઉપરની અહિંસાને યથાર્થરૂપે આરાધવા માટે કાયિક, વાચિક અને માનસિક સંયમની જૈનદર્શને ખૂબ આવશ્યકતા સ્વીકારી છે. अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसु संजमो ।
વ્રતવિચાર વર્ગઃ ૪. જૈન સર્વ જીવો પ્રત્યે અહિંસક વૃત્તિ યથાર્થ કેળવવા માટે સંયમની પૂર્ણ આવશ્યકતા છે.” सव्वत्थ संवुतो भिक्खु, सव्वदुक्खा पमुच्चति ।
ધમ્મપદ : ભિક્ષુ વર્ગઃ ૨. બૌદ્ધ ‘ઇંદ્રિયો અને મન બન્નેનો જે ભિક્ષુ સંયમ રાખે તે સર્વ દુ:ખથી મુક્ત થાય છે.” वशे हि यस्येन्द्रियाणी तस्य प्रज्ञा प्रतिष्ठिता।
ગીતા : કર્મયોગ : ૬૧. વેદ જે પોતાની સકસેન્દ્રિયો પર સંયમ રાખે છે તે જ સ્થિતપ્રજ્ઞ ગણાય છે.” તપ
ધર્મનો ત્રીજો પ્રકાર જૈનદર્શનમાં તપશ્ચર્યા છે. કેટલાંક તત્ત્વોમાં બીજા દર્શનો, મતો અને વાદોએ જૈનદર્શનની બરાબર
Page #34
--------------------------------------------------------------------------
________________
કે ઓછીવત્તી વિચારણા કરી છે ખરી. પરંતુ તપના વિષયમાં તે વૈદિક, સામાજિક અને આધ્યાત્મિક ટાણે દૃષ્ટિએ જે મંથન જૈનદર્શન કર્યું છે તે ભાગ્યે જ બીજે સ્થળે જોઈ શકાશે અને તેનું કારણ દીર્ઘ તપસ્વી મહાવીર પોતે જ છે. તેમણે આ તત્ત્વ પર ખૂબ મંથન કરી તપશ્ચર્યાનો એવો સરળ માર્ગ કાઢ્યો છે કે એ માર્ગે સૌ કોઈ જઈ શકે અને તેનો લાભ લઈ શકે. पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं च वि उस्सग्गो, एसो अब्भिन्तरो तवो ॥ अणसणमूणोयरिया भिकूरवायरिया व रसपरिच्चाओ। कायसीलेसो संलीणया, य वज्झो तवो होई॥ एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । सो रिवप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पण्डिओ ॥
વ્રતવિચાર વર્ગ: ૧૭-૧૮-૧૯. જૈન પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આત્યંતર અને ઉપવાસ, અલ્પાહાર, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ આદિ આસનો અને એકાંતવૃત્તિનું સેવન એ છે બાહ્ય તપ છે.
જે મુનિ તે બન્ને પ્રકારનાં તપને વિવેકપૂર્વક આચરે છે તે પંડિતસાધક કર્મબંધનથી જલદી છૂટી શકે છે.” तपो च ब्रह्मचरियं च, अरियसच्चान दस्सनं ।
સુત્તનિપાત ઃ મહા મંગળસુત્ત ઃ ૬. બૌદ્ધ “આર્યસત્યનું દર્શન તપશ્ચર્યા અને બ્રહ્મચર્યાના માર્ગે છે.”
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
तपसः तत् महिना अजायत एकं ।
8 ગ્વદ. મ. ૧૦ સૂત્ર : ૧૨૯ વેદ तपसा ब्रह्म विजिज्ञासस्व ।
ઉપનિષદ્ તૈ. ઉ. ૩, ૨, ૧ તપથી આ વિશ્વમાં એક તત્ત્વ ઉત્પન્ન થયું.” “તપ દ્વારા બ્રહ્મની જિજ્ઞાસા રાખ.”
આવો ઉલ્લેખ મળે છે. પરંતુ વેદકાળમાં તે તપશ્ચય પ્રાયઃ ધૂણી ધખાવી, ઊંધે મસ્તકે રહેવું એવા અજ્ઞાનજન્ય પ્રયોગોમાં પર્યાપ્ત થતી હતી.
ભગવાન બુદ્ધ પણ પ્રથમ સાધનાકાળમાં બહુ લાંબા કાળ સુધી તેવું જ તપશ્ચરણ કર્યું ખરું. પરંતુ બધા પ્રયોગો પછી અંતે જયારે તેમને સમજાયું કે આવી જડ તપશ્ચર્યા આત્મવિકાસમાં કશી યે ઉપયોગી નથી ત્યારે તેમણે મધ્યમ માર્ગનું ધર્મચક્રપ્રવર્તન કર્યું.
પછી તો વેદ ધર્મમાં પણ તપનો વિકાસ થાય છે. અને ગીતાજીમાં વર્ણવેલા છ પ્રકારના તપથી તે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
ધાર્મિક દૃષ્ટિથી એ ત્રણે પ્રાચીન દર્શનોનું આટલું તુલનાત્મક ચિત્ર જોયા પછી હવે આપણે આજના સમાજમાં પ્રતિષ્ઠિત રૂઢિઓના સંબંધોમાં તે ત્રણેની તુલના કરીએ. રૂઢિ ઉચ્છેદન
कम्मुणा बम्भणो होइ, कम्मुणा होइ खत्तियो । कम्मुणा वइसो होइ, सुदो हवइ कम्मुणा ॥
જાતિવર્ગ : જૈન.
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૫
વર્ણવ્યવસ્થા જાતિગત નથી પણ કર્મગત છે. ગુણ કે કર્મથી જ મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર તરીકે ઓળખાય છે.
न जच्चा वसलो होति न जच्चा होति ब्राह्मणो । कम्मुना वसलो होति कम्मुना होति ब्राह्मणो ॥
સુત્તનિપાત : અગ્નિભારદ્વાજસૂત્ર. ૧૩. બૌદ્ધ મનુષ્ય જાતિથી જ બ્રાહ્મણ કે જાતિથી જ શૂદ્ર ગણાતો નથી પરંતુ કર્મથી જ બ્રાહ્મણ અને કર્મથી જ શૂદ્ર ગણાય છે.”
તે કાળમાં જન્મગત જાતિની માન્યતા રૂઢ થવાથી ઉચ્ચનીચના ભેદો વ્યાપ્યા હતા. અને સ્ત્રી તથા શૂદ્રવર્ગના અધિકારો છીનવી લઈ બ્રાહ્મણો આ સૂત્રનો પ્રજા વર્ગમાં ખૂબ પ્રચાર કરતા કે સ્ત્રીસૂકી નધિયાતામ્ સ્ત્રી કે શૂદ્રોને અધ્યયન કરવાનો અધિકાર જ નથી. તે જ પ્રસંગોમાં ઉપર્યુક્ત સૂત્ર પ્રમાણે મહાવીર તથા બુદ્ધદેવે ચંડાલોને અધ્યયનનો તો શું બબ્બે મોક્ષનો પણ અધિકાર છે, તે વિચારોનો પ્રચાર કરી પ્રજાવર્ગમાં ક્રાન્તિ મચાવી.
જૈનદર્શનમાં હરિકેશનમુનિ અને બૌદ્ધદર્શનમાં સોપાક આદિ મુનિઓ વગેરેનાં ત્યાગી જીવન આજે પણ તેમના મૌલિક સૂત્રોમાં દૃષ્ટાંતરૂપે રહીને જાતિવાદના ખંડનનું જવલંત દૃષ્ટાંત પૂરું પાડે છે. આ પ્રમાણે સેંકડો સ્ત્રીઓ બુદ્ધ અને જૈનદર્શનની ત્યાગી સંસ્થામાં ભળી હતી તેનાયે ઘણા દૃષ્ટાંતો છે.
આ ક્રાન્તિની અસરથી પાછળથી વેદધર્મમાં પણ આ ભાવના પ્રચાર પામી હોય તેમ દેખાય છે. ગીતાજીમાં કૃષ્ણ કહે છે કે – चातुर्वर्यं मया सृष्टं गुणकर्मविभागतः ।
ગીતા કર્મયોગ : ૧૩ વેદ.
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬
ગુણ અને કર્મ પ્રમાણે મેં ચાર વર્ણની વ્યવસ્થા કરી છે.' ગીતાજીમાં બ્રાહ્મણ કોને કહેવાય તેનાં સ્પષ્ટ લક્ષણો પણ મળે છે. યજ્ઞ
યજ્ઞથી સ્વર્ગ મળે છે એ રૂઢિ ખૂબ જ પ્રચાર પામી હતી, અને તે નિમિત્તે થયેલી હિંસા એ હિંસા નથી એવી અધાર્મિક માન્યતાને પ્રજાવર્ગના માનસમાં જડી દીધી હતી.
ભગવાન મહાવીરે યજ્ઞનું ખંડન ન કર્યું પરંતુ સાચો યજ્ઞ કયો છે તે સમજાવ્યું –
तवो जोई जीवो जोइठाणं, जोगा सुया सरीरं करिसंगं । कम्मेहा संजम जोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥
શુદ્ધિવર્ગઃ ૧-૨ જૈન. જે યજ્ઞમાં તપ એ જ અગ્નિ છે, જીવાત્મા અગ્નિનું સ્થાન છે, મન, વચન અને કાયાના યોગરૂપ કડછી છે, શરીરરૂપ યજ્ઞવેદિકા છે. કર્મરૂપી લાકડાં છે અને સંયમરૂપ શાંતિમંત્ર છે; આવા પ્રશસ્ત ચારિત્ર્ય ભાવયજ્ઞને જ સૌ કરો કે જે યજ્ઞને મહર્ષિજનોએ ઉત્તમ ગણ્યો છે.”
धम्मेन समुदानेत्वा, ततो यज्जमकप्पयुं । उपट्टितस्मिं यज्झस्मि, नास्सुगावो हनिसु ते ॥
સુત્તનિપાત : ધર્મચરિયું : ૧૭ બૌદ્ધ ધર્મથી મેળવેલા દાન દ્વારા અર્ચનના પદાથો મેળવીને તેઓ યજ્ઞ કરતા હતા. યજ્ઞ નિમિત્તે ગાય, ઘોડા કે કોઈ પણ પ્રાણી જાતને ઈજા પહોંચાડતા ન હતા.'
શ્રાવસ્તીમાં બ્રાહ્મણ પંડિતોએ ભગવાન બુદ્ધને પૂર્વના બ્રાહ્મણો કેવા પ્રકારના યજ્ઞ કરતા હતા તેમ પૂછ્યું હતું તેનો આ ઉત્તર
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૭
છે અને તેને પણ મજિઝમનિકાય સૂત્રમાં સાચા યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું છે.
स्वर्गकामो अश्वमेघेन यजेत ।
સ્વર્ગને ઇચ્છનાર મનુષ્ય અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ.' એવાં એવાં સૂત્રનો પ્રચાર આથી મંદ પડ્યો. જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની આ અસર કંઈ જેવી તેવી ન ગણાય. બહોળા પ્રજાસમૂહમાં વષ થયાં ઘર ઘાલી બેઠેલી રૂઢિઓનું આવી રીતે છેક જ પલટાઈ જવું તે તે વખતની અપાર ક્રાન્તિનું જ સૂચક છે.
તે અસર વેદધર્મ ઉપર કેવા પ્રકારની થઈ તેનો ગીતાજીના આ શ્લોકથી સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે -
श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परंतप !। सर्वं कर्माऽखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥
બધાં દ્રવ્યયજ્ઞો કરવા કરતાં જ્ઞાન યજ્ઞ એ જ ઉત્તમ યજ્ઞ છે. કારણ કે જ્ઞાનયજ્ઞ દ્વારા જ કર્મની પરિસમાપ્તિ થાય છે.'
આ શ્લોકને વિચારતાં આજના રૂઢિધર્મમાં અજ્ઞાનતાનાં કેવાં તાંડવ નૃત્યો થઈ રહ્યાં છે તેનો ખ્યાલ આવશે. જોકે આજે યજ્ઞને નામે પશુઓની હિંસા બહુ સ્પષ્ટ રૂપે દેખાતી નથી. પરંતુ દેવીના નામે કરોડો મૂક પશુઓનાં બલિદાન માનવીના અંતરને ભેદી નાખે તેવાં એ કરુણ ચિત્રો આજે પણ ધર્મને નામે અજ્ઞાન જનતામાં કરાલ સ્વરૂપે દેખાવ દે છે તે રૂઢિનું જ પ્રચંડ સ્વરૂપ છે. શુદ્ધિ
જલશુદ્ધિથી પાપશુદ્ધિની રૂઢિ પણ જુગજુગ જૂની છે અને તે સંસ્કાર હજુ પણ ભોળી પ્રજામાં એક યા બીજા સ્વરૂપમાં
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૮ દેખાવ દે છે જ. કાશી નાસિક અને એવાં પવિત્ર તીર્થસ્થળોએ ધર્મને નામે ધનલોલુપી પંડ્યાજીઓની પંડ્યાશાહી પોષાય છે. તે તે રૂઢિના પ્રાબલ્યનો પુરાવો છે.
ભગવાન મહાવીરે આત્મશુદ્ધિ માટે જળ પર્યાપ્ત નથી તેમ કહી આદર્શ શુદ્ધિ માટે કેવું સ્થાન જોઈએ તે અહીં જણાવ્યું છે. धम्मे हरए बम्भे सन्तितित्थे
अणाविले अत्तपसनलेस्से । जहिंसि पहाओ विमलो विसुद्धो,, सुसीइभूओ पजहामिदोसं ॥
શુદ્ધિવર્ગઃ ૩ જૈન. જયાં ધર્મરૂપી હદ (કુંડ) અને બ્રહ્મચર્યરૂપી પુણ્ય તીર્થ છે તે કુંડના તીર્થમાં નહાવાથી જ દોષની નિવૃત્તિ થાય છે અને શાંતિ તથા શુદ્ધિની પ્રાપ્તિ થાય છે.”
ભગવાન ગૌતમ બુદ્ધે કહ્યું છે કે – न ब्राह्मणो अज्झतो सुद्धिमाह,
દ્દેિ મુક્ત સત્રવતે યુવા पुज्झे च पापे च अनूपलित्तो
अत्तजहो न यिघं पकुव्वमानो ॥
સુત્તનિપાત : સુદ્ધક્રક સુત્ત : ૩ બૌદ્ધ. જોયેલું, સાંભળેલું મુક્ત, શીલવંત, પુણ્ય, પાપ ઈત્યાદિ કમમાં જે અલ્પિત રહે છે તે બ્રાહ્મણ આર્ય કર્તવ્યો કર્યા સિવાય પાપશુદ્ધિ થતી હોય તેમ માનતો નથી.
મહાભારતમાં ભગવાન કૃષ્ણ પાંડુપુત્રોને તીર્થ સ્નાનથી પાપશુદ્ધિ નથી થતી એમ કહી કઈ નદીમાં સ્નાન કરવું જોઈએ
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૯
તે આ શ્લોકમાં સમજાવ્યું છે. आत्म नदी संयमतोयपूर्णा,
सत्यावहा शीलतटा दयोर्मिः । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र !
___ न वारिणा शुध्यति चान्तरात्मा ॥ महाभारत. “આત્મા એ નદી છે. ત્યાં સંયમરૂપી જળ છે, સત્યરૂપી જળ આવવાનો માર્ગ છે, શીલરૂપી કાંઠાઓ છે, દયારૂપી ઊર્મિઓ છે. હે પાંડુપુત્ર ! ત્યાં સ્નાન કરો. જળથી કંઈ અંતરાત્માની શુદ્ધિ થઈ શકે નહિ.”
આ પરથી જૈનદર્શનમાં જડક્રિયા અને રૂઢિઓનો કેટલો વિરોધ છે, અને તે ધર્મ તત્ત્વ કેવા સ્વરૂપમાં વિચારાયું છે તે સમજાશે.
આ રીતે જૈનદર્શનનો આત્મા ઓળખવાની આ ક્રાન્તિ અને બુદ્ધિવાદના જમાનામાં કેટલી આવશ્યકતા છે તે હવે સ્પષ્ટ કરવાની ભાગ્યે જ જરૂર હોય !
કોઈપણ ધર્મ, દર્શન કે મતનો અનુયાયી હો, ગૃહસ્થ હો કે ત્યાગી હો; સૌ કોઈ સાધકને ભગવાન મહાવીરના પદ્ય પુષ્પોની માળારૂપ બનેલી આ સાધક સહચરી આદર્શ સહચરી રૂપે નીવડો એ જ સદ્દભાવના સાથે વિરમું છું.
સંતબાલ
વરસોવાના ગંભીર સમુદ્ર તટ પર ૨૮-૪-૧૯૩૫
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦
અનુક્રમણિકા
૧. સાહકવર્ગ
પા. ૧ સંયમ
૧. દાતાથી અપરિગ્રહી શ્રેષ્ઠ. ૨, સંયમમાં વિવેકની જરૂર. ૩. વિવેકીનાં લક્ષણો. ૪. સંયમીનાં લક્ષણો. ૫. સંયમની શ્રેષ્ઠતા. ૬. ગૃહસ્થાશ્રમમાં સંયમની શક્યતા અને તેનું ફળ. ૭. તળાવના જળની આયાત સાથે પાપની
તુલના. ૮. સંયમ અને તપ દ્વારા પાપનો છૂટકારો લક્ષણ
૯. આદર્શ જૈન. ૧૦. મુમુક્ષુ. ૧૧. મુનિ. ૧૨. વિશ્વવલ્લભ કોણ બને ? ૧૭. ધર્મધ્યાન કોને કહેવાય? ૧૪, ૧૫, ૧૬, ૧૭ વિનીતનાં પંદર લક્ષણો.
વિધેયાત્મક કર્તવ્ય
૧૮. પાપનો ડર, ૧૯. સંકટોમાં સહનશીલતા, ૨૦. અંત્ય વખતે મૂલ્યવાન પદાર્થનું રક્ષણ, ૨૧. તે જ રીતે કિંમતી સત્ત્વનું રક્ષણ, ૨૨. ગુરુભક્તિ, ૨૩, વાણી અને કર્મથી મહાજનોની સેવા, ૨૪. સત્સંગનો સદુપયોગ, ૨૫. ભવપાર જવાના સાદા ઉપાય, ૨૬. ગૃહસ્થ હો કે ત્યાગી હો પરંતુ સંયમીની જ સફળ ગતિ, ૨૭. દિવ્યગતિ પામવાનો ઉપાય.
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૧
નિષેધાત્મક ૨૮. નિદ્રા, મશ્કરી ને છાની વાતોનો ત્યાગ, ૨૯. સ્વનિંદા, અન્ય પ્રશંસા ને અહંકારનો ત્યાગ, ૩૦. કામવાસના અને સર્વ શંકાસ્થાનોનો ત્યાગ, ૩૧. જ્ઞાનીની અવગણનાનો ત્યાગ, ૩૨. શુદ્ર સંસર્ગ તથા કોપનો ત્યાગ, ૩૩. ક્રોધાદિ ચંડાળ અને પ્રલાપનો ત્યાગ, ૩૪, છુપાવવાનો ત્યાગ, ૩૫.
દુષ્કૃત્યનો ત્યાગ, ૩૬. અસ૬ વર્તનનો ત્યાગ. દોષનિર્દેશ
૩૭. સડેલી કૂતરી સાથે દુરાચારીની સરખામણી, ૩૮. ૩૯. પરપીડા તરફ ઉપેક્ષા કરનાર અને કામભોગોમાં રત રહેનાર મનુષ્યોની દવાગ્નિમાં બળનાર પ્રાણીઓ સાથે સરખામણી, ૪૦. ગુમાની, માયાવી ને શઠનું સંસાર પરિભ્રમણ, ૪૧. એક જ પદાર્થની પાત્ર પરત્વે થતી ભિન્ન ભિન્ન અસ૨, ૪૨. ભૂંડ સાથે કુશીલની સરખામણી, ૪૩, સ્વાર્થી, અસંતોષી અને પાપીની
પામર દશી. ચિંતન
૪૪, ૪૫, અહોરાત્રિના પ્રત્યેક કાર્યોનો નમ્ર ભાવે
હૃદયપૂર્વક આત્મપશ્ચાત્તાપ. ૨. આત્મવર્ગ
પા. ૧૭ લક્ષણ
૧. આત્માનાં લક્ષણો, ૨. અમૂર્ત હોવા છતાં તેને બંધનો શાથી ?
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૨
પરિસ્થિતિ
૩. કર્મનો કર્તા અને ભોક્તા ભિન્ન હોઈ શકે?, ૪. શુદ્ધાત્મા ને દુરાત્માની તુલના.
દમન
૫. આત્મદમનની આવશ્યકતા, ૬. સંયમની સ્વતંત્રતા અને સ્વચ્છંદની પરતંત્રતા, ૭. સુભટ અને આત્મવિજેતામાં શ્રેષ્ઠ કોણ?, ૮. આપણાં
શત્રુ કોણ?, ૯. લઢવું કોની સાથે? ૩. ધર્મવર્ગ
પા. ૨૦ લક્ષણ
૧. ધર્મનાં લક્ષણો, ૨. ધર્મિષ્ઠનાં લક્ષણો,
૩. સત્ય ધર્મનું સુરમ્ય ફળ સ્થાન
૪. ચિત્તની વિશુદ્ધિ દુર્લભતા
૫. સદ્ધર્મની આરાધનાથી શો લાભ?, ૬. ધર્મની
દુર્લભતા કેવી અને કેટલી ? ધમધર્મનું પરિણામ
૭, ૮, પાથેય વિના પાંથાની સ્થિતિ સાથે ધર્મવિહોણાની તુલના, ૯. ધર્મને નામે અધર્મ આચરનારની ભયંકર દશા, ૧૦. પાપ અને ધર્મનું
આખરી પરિણામ. સદ્વર્તન
૧૧. જીવન વ્યવહાર સાથે ધર્મનો સંબંધ, ૧૨. કર્મો કરવા છતાં પાપબંધન ન થાય તેવો સરળ માર્ગ,
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૩
૪. વિકાસવર્ગ
પા. ૨૫ ૧. મૂળથી માંડીને ફળ સુધીનો વૃક્ષવિકાસક્રમ, ૨. તે જ રીતે ધર્મના મૂળથી માંડીને અંતિમફળ સુધીનો વિકાસક્રમ, ૩. ૪. સાધકના જીવનવિકાસની ભૂમિકાઓનો સંપૂર્ણ વ્યવસ્થિત
ક્રમ. ૫. વ્રતવિચારવર્ગ
પા. ૨૭ અપ્રમાદ
૧. પ્રમાદોનો ત્યાગ, ૨. આદર્શ યોગ. અહિંસા
૩. સ્વાર્થથી થતી હિંસાનું દુષ્પરિણામ, ૪. સંપૂર્ણ અહિંસા શી રીતે પળાય?, ૫. પ્રાણી હિંસા શા માટે નહિ ?, ૬. અજાણતાં પણ થતી હિંસાથી
સાવધાન ! વાક્યશુદ્ધિ
૭. અસત્યનો ત્યાગ શા માટે ?, ૮. હિંસક ભાષાનો સ્વ તેમજ પરથી ત્યાગ, ૯. નિંદારૂપે કે વચમાં બોલવાનો ત્યાગ, ૧૦. લોખંડના કાંટા સાથે કઠોર વચનની તુલના, ૧૧. અશ્રદ્ધા ને કોપ ઉત્પન્ન કરે તેવી વાણીનો ત્યાગ, ૧૨. કેવી વાણી
બોલવી ? અસ્તેય
૧૩, ૧૪. અદત્તની સાચી વ્યાખ્યા અને સંયમ સાથે અદત્તનો સંબંધ.
Page #45
--------------------------------------------------------------------------
________________
४४
અપરિગ્રહ
૧૫, ૧૬. ભગવાન મહાવીરની પરિગ્રહ સંબંધમાં
વિશાળ અને ગંભીર વ્યવસ્થા. તપશ્ચર્યા
૧૭. આંતરિક તપના પ્રકાર, ૧૮. બાહ્ય તપ અને જીવનનો અસરકારક તેના પૃથક પૃથક વિભાગો, ૧૯, તપશ્ચર્યામાં વિવેકની આવશ્યકતા,
૨૦. મુક્તિનો અદ્વિતીય ઉપાય. ૬. બ્રહ્મચર્યવર્ગ
પા. ૩૪ આવશ્યકતા
૧, ૨. પ્રમાદ, અધર્મ અને મહાદોષોનું મૂળ શું? નિયમો
૩. શૃંગાર, સ્ત્રીસંગ અને સ્વાદનો ત્યાગ, ૪. સ્ત્રીસંગનું પરિણામ, ૫. સ્વાદનું દુષ્પરિણામ, ૬. વિકારની ઉત્પત્તિનું મૂળ, ૭. ચક્ષુ ઇંદ્રિયનો
સંયમ, ૮. નેત્રવિકાર અને કર્ણવિકારનો ત્યાગ. છે. શુદ્ધિવર્ગ
પા. ૩૭ યજ્ઞશુદ્ધિ
૧, ૨ યજ્ઞ સાથે આત્માનો સમન્વય. સ્નાનશુદ્ધિ
૩. શુદ્ધિ સાથે ધર્મ અને બ્રહ્મચર્યનો અનિવાર્ય
સંબંધ ૮. શ્રમણવર્ગ
પા. ૩૮ લક્ષણ
૧. ઇંદ્રિય, કષાય અને વૃત્તિ પર કાબૂ, ૨.
Page #46
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય
૯. કર્મવર્ગ
૪૫
તૃષ્ણાનો ત્યાગ, ૩. પૂજા ને સન્માનની વાસનાનો ત્યાગ, ૪. ચિત્તની એકાગ્રતા અને કષ્ટ સહન, ૫, ૬. સાચા ત્યાગીની પારખ, ૭. દુ:ખનું મૂળ, ૮, ૯. ભ્રમરવૃત્તિ અને સાધુવૃત્તિની તુલના, ૧૦. ભિક્ષુનું ધર્મમય જીવન, ૧૧. સમભાવની આવશ્યકતા ક્યાં છે? વિધેયાત્મક
૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬. નિર્દોષ મૃગ સાથે સાધુજીવનની સરખામણી. સાધુનું નિઃસ્પૃહી અને સ્વાવલંબી જીવન, ૧૭. ભિક્ષાવૃત્તિનું પ્રયોજન, ૧૮. સાધુતાસૂચક વિશિષ્ટ ગુણો, ૧૯. વ્યવહારુ વિચક્ષણતાની આવશ્યકતા. નિષેધાત્મક
૨૦, ૨૧. સાધુ વેશની જવાબદારી, ૨૨. સાધુતા શાથી ન હણાય ?, ૨૩. ભિક્ષુએ શું ન બોલવું ?, ૨૪. ગૃહસ્થવૃત્તિનો ત્યાગ, ૨૫. શરીર સૌંદર્યનો
ત્યાગ,
પા. ૪૭
પ્રભાવ
૧. આત્માને હણનારાં શસ્ત્રો, ૨. ભિન્ન ભિન્ન ગતિમાં આત્માને કોણ ધકેલે છે ?, ૩. માનવદેહ ક્યારે મળે ?, ૪. કર્મ ૫૨ સત્તા કોની? દુષ્પરિણામ
૫, ૬, ૭. પતન અને દુ:ખનું બીજ શું ? પાપ
Page #47
--------------------------------------------------------------------------
________________
४६
શામાં? ભોગનું પરિણામ, ૮. ભોગવ્યા વિના કર્મથી મુક્તિ મળે કે?, ૯. કર્મની સત્તા પરલોકમાં
ચાલી શકે ખરી ? ૧૦. વિશ્વવર્ગ
પા. ૫૧ ૧. સંસારનું સ્વરૂપ, ૨. જીવ અને સંસારનો સંબંધ, ૩. સંસાર પરિભ્રમણનો હેતુ, ૪, ૫.
અકાળ મૃત્યુ કરવાથી દુઃખથી છૂટી શકાય ? ૧૧. રીવર્ગ
પા. ૫૩ નામનિર્દેશ
૧. સંસારનું મૂળ, ૨. જન્મ મૃત્યુ શાથી?, ૩. સંસારની આદિ છે કે ?, ૪. કષાયોનાં નામ,
૫. કષાયોનાં કાર્યો ઉપાય
૬. કષાયોની અસર શાથી ન થાય?, ૭. સાચી
શાંતિ શાથી સાંપડે ? ૧૨. પાપભ્રમણવર્ગ
પા. ૫૬ લક્ષણ
૧. ખાવું ને સૂવું, ૨. તપ અને સંયમને ઠેકાણે સ્વાદિષ્ટ ભોજનમાં અભિરુચિ, ૩. શિખામણ દેનારની નિંદા કરવી, ૪. દંભી જીવન અને જ્ઞાનનો દુરુપયોગ, ૫. માયા, વાચાળપણું, લોભ અને સ્વાર્થનો ભંડાર, ૬. ક્રોધ, વિતંડાવાદ, આત્મવંચના અને ધર્મને નામે લડાઈ કરવી.
Page #48
--------------------------------------------------------------------------
________________
પરિણામ
૧૩. જાતિવર્ગ
૧૪. શિક્ષાવ
૪૭
૭. આસક્તિનું દુષ્પરિણામ, ૮. સાધુતા વેશથી આવે કે ગુણથી ?, ૯. પતિતનો પશ્ચાતાપ, ૧૦. ભોગની અભિરુચિનું પરિણામ, ૧૧. પતિતનો આખરી નતીજો.
પા. ૬૦
૧. વર્ણાશ્રમની વ્યવસ્થા જાતિવાદથી નહિ પરંતુ કર્મ ૫૨થી બંધાઈ છે, ૨. આત્મવિકાસ માટે સર્વને સમાન હક્ક છે, ૩. બ્રાહ્મણ કોણ ?, ૪. બ્રાહ્મણ શાથી ?, પ. બ્રાહ્મણનાં લક્ષણો, ૬. આ વિશ્વમાં બ્રાહ્મણ કોણ નથી ?, ૭, ૮. સાધુ, મુનિ, તાપસ અને બ્રાહ્મણનાં વિશિષ્ટ લક્ષણો.
પા. ૬૩
જાગૃતિ
૧. સુખેથી કોણ સૂઈ શકે ?, ૨. કાળની કરાલ ફળ, ૩. વિકાસ સાધવાનો વખત કયો ?, ૪. દુર્લભ શું ?, ૫. બધા મનુષ્યો સમાન હોઈ શકે ?, ૬. સમયની વિચિત્રતા, ૭. ઝાકળના બિંદુ સાથે માનવના ચંચલ જીવનની સરખામણી. તૃષ્ણાની વિચિત્રતા
૮. તૃષ્ણા શાથી છીપે ?, ૯. ચંચળચિત્તને વશ કરવાનો ઉપાય
Page #49
--------------------------------------------------------------------------
________________
ભોગોની અસારતા
૪૮
૧૦. સંસારના વિલાસો કેવા છે ?, ૧૧. ભોગથી નિવૃત્ત કોણ થાય ?, ૧૨. કિંપાકના ફળ સાથે ભોગોની સરખામણી, ૧૩. વિલાસનું પરિણામ
પ્રકીર્ણક
૧૪. માનવજીવનનું ધ્યેય, ૧૫. આસક્તિ ક્યારથી જન્મે છે ?, ૧૬. ગૃહસ્થાશ્રમી કઈ ભાવનાના કર્મપાશોથી ન બંધાય ?, ૧૭, ૧૮. કોડી માટે સોનામહોરનો ત્યાગ કોણ કરે ? તેનું નિદર્શન, ૧૯. પ્રવૃત્તિ ને નિવૃત્તિનો ઉકેલ.
Page #50
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી
૧. સાધક વર્ગ जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्स वि संजमो सेओ, अदिन्तस्स वि किंचण ॥१॥
પ્રતિમાસે કરે દાન જે દશલાખ ગાયનું;
તેનાથી સંયમી શ્રેષ્ઠ ભલે આપે ન તે કશું. ૧ જે પ્રતિમાસે-એકેક મહિને દશ દશ લાખ ગાયો દાનમાં આપે તેવા દાતાર કરતાં કંઈ પણ નહિ આપનાર સંયમીનો સંયમ જ વધુ શ્રેષ્ઠ છે.
ઉ. ૯ : ૪૦ पढमं नाणे तओ दया, एवं चिलुइ सव्वसंजए। अनाणी किं काही, किंवा नाही सेयपावगं ॥२॥ પે'લું જ્ઞાન દયા પશ્ચાતુ માની સૌ સંયમી રહે;
અજ્ઞાની જાણશે ક્યાંથી હિતાહિત વિવેકને ? ૨ પ્રથમ જ્ઞાનનું (સમજણ-સારાસારનો વિવેક) અને પછી જ દયા (અને બધી ક્રિયા)નું સ્થાન છે. આ પ્રમાણે વિચારી સંયમી પુરુષો રહે છે. સંયમ માર્ગમાં અજ્ઞાની-અવિવેકી પુરુષ શું કરી શકે ? કારણ કે કલ્યાણકારી શું? અને પાપકારી શું ? તે અજ્ઞાની જાણી શકતો નથી.
દશ, ૪ : ૧૦
Page #51
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી
एयं खु नाणिणो सारं; जं न हिंसइ किंचण । अहिंसं समयं चेव, एतावंतं वियाणिया ॥ ३ ॥
તે જ જ્ઞાનિજનો છે જે ન હણે કોઈ જીવને; અહિંસા સમતા એ બે જ્ઞાનીનાં ખાસ લક્ષણો. ૩
કોઈ જીવની લેશમાત્ર લાગણી ન દુભાવવી - હિંસા ન કરવી એ જ જ્ઞાની પુરુષના જીવનનો સાર હોય છે કારણ કે અહિંસા અને સમભાવ એ બે જ્ઞાનીનાં ખાસ લક્ષણો છે.
સૂ. ૧ : ઉ. ૪ : ૧૦ तहेव हिंसं अलियं, चोज्जं अबम्भसेवणं । इच्छाकामं च लोभं च, सज्जओ परिवज्जए ॥ ४ ॥
હિંસા, અસત્ય ને ચોરી અબ્રહ્મચર્ય સેવન; ભોગલિપ્સા તથા લોભ સંયમી તે સદા તજે. ૪
તે જ પ્રમાણે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, અપ્રાપ્ત વસ્તુઓની ઇચ્છા અને મેળવેલાનો પરિગ્રહ એ પ્રમાણે આ પાંચ સ્થાનોને સંયમી છોડી દે. ૩. ૩૫ : ૩
सन्ति एहिं भिक्खुहिं, गारत्था संजमुत्तरा । गारत्थेहि य सव्वेहिं, साहवो संजमुत्तरा ॥ ५ ॥
સંયમી જે ગૃહસ્થો તે ઉત્તમ કોઈ ભિક્ષુથી; પણ સુસાધુનો ત્યાગ ગૃહસ્થોથી ચડે સદા. પ
કોઈ સાધુઓ કરતાં કેટલાક ગૃહસ્થો અધિક સંયમી હોય છે. પરંતુ સાધુતાની અપેક્ષાએ તો બધા ગૃહસ્થો કરતાં સાધુઓનો ત્યાગ અધિક ઉત્તમ હોય છે.
૩. ૫ : ૨૦
Page #52
--------------------------------------------------------------------------
________________
સાધક વર્ગ
एवं सिक्खासमावने, गिहिवासे वि सुव्वए । मुच्चई छविपव्वाओ, गच्छे जक्खसलोगयं ॥ ६ ॥
ગૃહવાસે રહીનેય વિવેકી સંયમી જન;
અશુદ્ધ દેહને ત્યાગી સાધશે સ્વર્ગ લોકને. ૬ સમજણપૂર્વક ગૃહસ્થાવાસમાં પણ સારા વ્રતથી (સદાચારી) રહી શકનારો સંયમી જીવ આ ઔદારિક શરીર (મલિન શરીર)ને છોડી દેવલોકમાં જઈ શકે છે.
ઉ. પ : ૨૪ जहा महातलागस्स, सन्निरुद्धे जलागमे । उस्सिचणाए तवणाए, कमेणं सोसणा भवे ॥ ७ ॥ મહા તળાવને જેમ આવ રોકી ઉલેચતા; સૂર્યના તાપથી પાણી શોષાશે ક્રમથી બધું. ૭
જેમ મોટા તળાવના જળનો આવ (આવવાનો માર્ગ) રૂંધીને, અંદરનું (પ્રથમનું) પાણી ઉલેચીને તથા સૂર્યના તાપે કરીને ક્રમપૂર્વક તે (જળ)નું શોષણ થાય છે તેમ - ઉ. ૩૦ : ૫
एवं तु संजयस्सावि, पावकम्म निरासवे । भवकोडीसंचियं कम्म, तवसा निजरिज्जइ ॥ ८ ॥ તેમ સંયમથી પાપો રોકાતાં સંયમી તણાં; કરોડો ભવથી સંચ્યાં તપથી જીર્ણ તે થશે. ૮
સંયમી પુરુષનું નવું થતું પાપકર્મ (પણ વ્રત દ્વારા) રૂંધવાથી આવતું નથી અને પૂર્વે કરોડો ભવથી સંચિત કરેલું જે પાપકર્મ હોય છે તે પણ તપ વડે જીર્ણ થઈ જાય છે. ઉ. ૩૦ : ૬
Page #53
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી
लूहवित्ती सुसंतुढे, अप्पिच्छे सुहरे सिआ। आसुरत्तं न गाच्छिज्जा, सुच्चा णं जिणसासणं ॥ ९ ॥ રૂક્ષવૃત્તિ, સુસંતુષ્ટ અલ્પષ્ણુ સંયમીજન; કરે ના તે કદી ક્રોધ જિન ધર્મે રતિ ધરી. ૯
જે સંયમી રૂક્ષવૃત્તિ (કઠણ વ્રતોનો પાલક), અલ્પ ઇચ્છાવાળો અને સંતોષી જીવન ગાળનાર જિનેશ્વરોના સૌમ્ય અને વિશ્વવલ્લભશાસનને (સાંભળીને) પ્રાપ્ત કરીને કદી પણ ક્રોધ ન કરે (તે જ આદર્શ જૈન કહેવાય છે.) દશ. ૮ : ૨૫
लज्जा दया संजम बंभचेरं, कल्लाणभागिस्स विसोहिठाणं ॥१०॥ બ્રહ્મચર્ય, દયા, લજ્જા ચોથે સ્થાને સુસંયમ; એ વિશુદ્ધિ તણાં સ્થાન છે આત્માર્થી મુમુક્ષુનાં. ૧૦ બ્રહ્મચર્ય, દયા, પાપભીરુતા અને સંયમ એ ચારે વિશુદ્ધિ સ્થાનો કલ્યાણના ઇચ્છુક મુમુક્ષુ સાધકને વિકાસમાર્ગમાં ઉપયોગી સહાયકો છે.
દશ. ૯ ઉ. ૧ : ૧૩ निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो । समो य सव्वभूएसु, तसेसु थावरेसु य ॥ ११ ॥ નિર્મમ, નિરહંકારી, નિઃસંગી ત્યક્તગૌરવ;
સમતા સર્વ જીવોમાં ધરે છે તે મહામુનિ. ૧૧ મમતા, અહંકાર, આસક્તિ અને ગર્વને છોડી ત્રસ તેમજ સ્થાવર જીવો પર પોતાના આત્મા સમાન વર્તાવ કરે તે મહામુનિ
ઉ. ૧૯ : ૮૯
Page #54
--------------------------------------------------------------------------
________________
સાધક વર્ગ
सुन्निहिं च न कुव्विज्जा, अणुमायं पि संजए । मुहाजीवी असंबद्धे, हविज्ज जगनिस्सिए ॥ १२ ॥ સંચય ન કરે સાધુ સંયમી અણુ માત્રનો; નિઃસ્વાર્થી ને અનાસક્ત બને તે જગવલ્લભ. ૧૨ જે સંયમી સાધક કદી પણ પોતાની ઉપયોગી આવશ્યકતાથી અધિક સંચય ન કરે, તેમજ મળેલામાં પણ નિઃસ્વાર્થી અને અનાસક્ત રહે તે વિશ્વવલ્લભ બને છે.
દશ. ૮ : ૨૪
૫
अट्टरुद्यणि वज्जित्ता, ज्ञाएज्जा सुसमाहिए । धम्मसुक्काई झाणाई झाणं तं तु बुहा वए ॥ १३ ॥ *આર્દ્રતા રૌદ્રતા છોડી ધરે જે ધ્યાનને મુનિ;
જ્ઞાનીઓએ કહ્યું ધ્યાન ધર્મ કે શુક્લ તે ખરું. ૧૩
સમાધિવંત સાધક આર્ટ અને રૌદ્ર એ બન્ને ધ્યાનને છોડીને ધર્મધ્યાન તથા શુક્લ ધ્યાનને ચિંતવે છે તેને મહાપુરુષોએ સાચું ધ્યાન કહ્યું છે. ૩. ૩૦ : ૩૫ તેથી જ કહ્યું છે કે અસદ્ ગુણોમાં ચિત્તને ન પ્રેરતાં ઉચ્ચ ધ્યાનમાં જ ચિત્તને જોડવું.
* જૈનદર્શનમાં આર્ટ, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ સંજ્ઞાથી ઓળખાતા ધ્યાનના ચાર પ્રકારો છે. ક્લેશ, પીડા, ખેદ, શોક, રુદન એવાં એવાં અશુદ્ધ આંદોલનોથી મન જ્યારે વ્યાક્ષિપ્ત હોય છે ત્યારે તે આર્ત અને રૌદ્ર ગણાય છે. પરંતુ જ્યારે ક્ષમા, દયા, સંયમ, ત્યાગ, બ્રહ્મચર્ય અને એવા સદ્ગુણો તરફ પ્રેરાયેલું હોય છે ત્યારે તે ધ્યાનને ધર્મધ્યાન અને તે સદ્ગુણો દ્વારા અધ્યાત્મ વિકાસશ્રેણિના ઉચ્ચભાવને જ્યારે તે સાધક પામે છે અને જે શ્રેણિ પર ગયા પછી પતન થતું નથી તે વખતના ધ્યાનને શુક્લ ધ્યાન કહેવાય છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી अह पन्नरसहिं ठाणेहिं, सुविणीए त्ति वुच्चई । नीयावत्ती अचवले, अमाई अकु ऊहले ॥ १४ ॥ કોઈને જે ન ધિક્કારે ન કરે ક્લેશની કથા; મિત્રતા સર્વથી રાખે જ્ઞાનનો મદ ના કરે.* ૧૪
*આ મળી નીચેના ચારે શ્લોકોનો સમસ્ત ભાવ મેળવી ગુજરાતી બ્લોકો રચ્યા છે.
अप्पं च अहिक्खिवइ, पबन्धं च न कुव्वइ । मेत्तिञ्जमाणो भयइ, सुयं लघ्युं न मज्जइ ॥ १५ ॥ અચપલ અને નમ્ર નિમથી અકુતૂહલી; છુપાવી પાપ ના રાખે ન કોપે મિત્ર સૌ ગણી. ૧૫ न य पावपरिक्खेवी, न य मित्तेसु कुप्पइ । अप्पियस्सावि मित्तस्स, रहे कल्लाण भासइ ॥ १६ ॥ અપ્રિય મિત્રાનું શ્રેય ગુપ્ત રીતે સમાચરે; ક્રિીડા ને ક્લેશનો ત્યાગી બુદ્ધિમાન કુલીન તે. ૧૬ कलहडमरवज्जिए, बुद्धे अभिजाइए । हिरिमं पडिसंलीणे, सुविणीए त्ति वुच्चइ ॥ १७ ॥ લજ્જાયુક્ત તથા શ્રેષ્ઠ જિતેન્દ્રિય સદા રહે;
પંદર લક્ષણોથી જે યુકત તે સુવિનીત છે. ૧૭. નીચેનાં પંદર સ્થાનો વડે સુવિનીત કહેવાય છે : (૧) નમ્ર, (૨) અચપલ, (૩) અમાયી (સરળ), (૪) અકુતૂહલી (હાસ્ય ક્રીડાથી દૂર રહેનાર), વળી જે (૫) પોતાની નાની ભૂલને પણ દૂર કરે છે, (૬) ક્રોધની વૃદ્ધિ કરે તેવી કલેશકારી
Page #56
--------------------------------------------------------------------------
________________
સાધક વર્ગ
વાતો કરતો નથી, (૭) સર્વ સાથે મિત્રભાવે રહે છે, (૮) શાસ્ત્ર ભણીને અભિમાન કરતો નથી, (૯) તેમજ પાપની ઉપેક્ષા કરતો નથી, (૧૦) સૌને મિત્રો ગણી કોઈ પર કોપ કરતો નથી, (૧૧) અપ્રિય એવા મિત્રાનું એકાંતમાં પણ કલ્યાણકારી જ બોલે છે, (૧૨) કલહનો ત્યાગ કરનાર, (૧૩) જ્ઞાનયુક્ત, (૧૪) કુળવાન અને (૧૫) સંયમની લજજાવાળો તથા સંયમી હોય છે તે સુવિનીત સાધક કહેવાય છે.
ઉ. ૧૧ : ૧૦, ૧૧, ૧૨, ૧૩ सिंहं जहा खुड्डमिगा चरंता, दूरे चरंति परिसंकमाणा । एवं तु मेहावी समिक्ख धम्मं दूरेण पावं परिवज्जएज्जा ॥१८॥
હીને ભાગી જતાં દૂરે મૃગલાં જેમ સિંહથી; તેમ ધર્મિષ્ઠ મેધાવી સાધકો પાપથી ડરે. ૧૮ જેમ મૃગલાઓ ચરતાં ચરતાં સિંહની દૂરથી જ શંકા રાખતા ફર્યા કરે છે તે પ્રમાણે ધર્મિષ્ઠ અને બુદ્ધિમાન સાધક ધર્મ સામે દૃષ્ટિ રાખી પાપને દૂરથી જ ત્યાગે. સૂ. ૧૦ : ૨૦
खुहं पिवासं दुसिज्जं, सीउण्हं अरइं भयं । अहिआसे अव्वहिओ, देहदुक्खं महाफलं ॥ १९ ॥ ધર્મ કાજે ક્ષુધા, ઠંડી તૃષા તાપ તથા ભય;
સહે તે દુઃખને માની દેહદુઃખે મહાફળ. ૧૯ ભિક્ષુ સાધક, ભૂખ, તરસ, ઠંડી, ગરમી, અપ્રેમ ઉત્પન્ન કરે તેવો પ્રસંગ કે સિહ ઈત્યાદિ પશુ કિંવા માનવ તરફનો ભયપ્રસંગ ઈત્યાદિ જે કંઈ સંકટો ઉત્પન્ન થાય ત્યારે દેહનું દુઃખ તે તો મહાસુખનું નિમિત્ત છે. તેમ માની સર્વ સંકટને પ્રસન્ન ચિત્તથી સહન કરે છે.
દશ. ૮ : ૨૭
Page #57
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી
जहा गेहे पलित्तम्मि, तस्स गेहस्स जो पहू। सारभण्डाणि नीणेइ, असारं अवउज्जइ ॥२०॥ નિજ ઘર બળે જ્યારે ત્યારે તે ઘરનો ધણી; મૂલ્યવાન પદાર્થને સૌથી પ્રથમ કાઢશે. ૨૦
જયારે ઘર બળતું હોય ત્યારે તે ઘરનો ધણી અસાર વસ્તુઓને છોડી પહેલાં બહુ મૂલ્યવાળી વસ્તુઓ જ કાઢી લે છે.
ઉ. ૧૯ : ૨૨ एवं लोए पलित्तम्मि, जराए मरणेण य । अप्पाणं तारइस्सामि, तुब्भेहि अणुमनिओ ॥ २१ ॥ જરા ને મૃત્યુથી તેમ આ બધું સળગે જગતું; તેમાંથી સર્વ આત્માનું ઉગારી લે સુસાધક. ૨૧
તેમ આ આખો લોક જરા અને મરણથી બળી રહ્યો છે. તેમાંથી તુચ્છ એવા કામભોગોને તજીને કેવળ આત્મસત્ત્વને જ સાધક ઉગારી લે છે.
ઉ. ૧૯ : ૨૩ जहाहिअग्गी जलणं नमसे, नाणाहुईमंतपयाभिसित्तं । एबायरिअं उवचिट्ठइज्जा, अणंतनाणावगओ वि संतो ॥ २२ ॥
અગ્નિહોત્રી નમી હોમે અગ્નિમાં મંત્ર આહૂતિ; તેમ ગુરુ તણી ભક્તિ પૂર્ણ જ્ઞાની કરે મુનિ. ૨૨
જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ ભિન્ન ભિન્ન પ્રકારની ઘી, મધ ઇત્યાદિ આહૂતિઓ અગ્નિમાં હોમી તથા વેદના મંત્રપદો બોલીને નમસ્કાર કરે છે તેમ અનંતજ્ઞાનને પામવા છતાં તે સાધક ગુરુની સેવાભક્તિ કરે.
દશ. ૯ : ઉ. ૧ : ૧૧
Page #58
--------------------------------------------------------------------------
________________
સાધક વર્ગ
जस्संतिए धम्मपयाइ सिक्खे, तस्संतिए वेणइयं पउंजे । सक्कारए सिरसा पंजलीओ, कायग्गिरा मो मणसा अनिच्चं ॥ २३ ॥
જેનાથી ધર્મદિક્ષા લે વિનય તે તણો કરે; કૃતાંજલિ, શિરે વંદે વાણી ને મન કર્મથી. ૨૩
સાધક જે ગુરુની પાસેથી ધર્મના નિયમો શિખેલો હોય તે ગુરુનો વિનયભાવ બરોબર જાળવે તેમજ મસ્તકે અંજલિ જોડી તેમને પ્રણામ કરે, વચનથી તેમનો સત્કાર કરે અને કાયાથી તેમની સેવા કરે.
દશ. ૯ : ઉ. ૧ : ૧૨ निसन्ते सियामुहरी, बुद्धाणं अन्तिए सया। अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जए ॥ २४ ॥ નિઃશાંત મિત્રભાવેથી જ્ઞાની જન થકી સદા; શીખી લે અર્થ વિજ્ઞાન અર્થહીન તજી બધું. ૨૪
અતિ શાંત થવું અને મિત્રભાવે જ્ઞાનીજનો પાસે વિકાસને ઉપયોગી અર્થ વિજ્ઞાન શીખવું. નિરર્થક ગપાટા મારી સત્સંગનો દુરુપયોગ ન કરવો.
ઉં. ૧ : ૧૮ जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेन्ति भावेण ।। अमला असङ्किलिट्ठा, ते हो न्ति परित्तसंसारी ॥ २५ ॥
જિનાજ્ઞા આચરે ભાવે તે માંહે અનુરક્ત જે;
સાધુ પવિત્ર અક્રોધી તે પામે ભવપારને. ૨૫ જે જિનપુરુષોના વચનમાં અનુરક્ત રહી ભાવપૂર્વક તે વચન પ્રમાણે હંમેશાં આચરણ રાખે છે તે પુરુષો પવિત્ર અને રાગદ્વેષના કલેશરહિત થઈ થોડા જ સમયમાં આ દુ:ખદ સંસારનો પાર પામે છે.
ઉ. ૩૬ : ૨૫૮
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૦
સાધક સહચરી
पिंडोलएब्व दुस्सीले, नरगाओ न मुच्चई । भिक्खाए वा गिहत्थे वा सुव्वए कम्मई दिवं ॥ २६ ॥ જે રસાસક્ત દુઃશીલ નારકાવાસ તે જશે; ભિક્ષુ હો કે ગૃહસ્થી સ્વર્ગ પામે સુસંયમી. ૨૬
ભિક્ષાચારી કરનાર ભિક્ષુ પણ જો રસમાં આસક્ત અને દુરાચારી હોય તો તે નરકથી છૂટી શકતો નથી. સારાંશ કે ભિક્ષુ હો કે ગૃહસ્થ હો ! સદાચારી અને સુસંયમી હોય તે જ સ્વર્ગમાં જઈ શકે છે.
ઉ. : ૫ : ૨૨ पच्छा वि ते पयाया, खिप्पं गच्छन्ति अमर भवणाई । जेसि पियो तवो संजमो अ, खंती अ बंभचेरं च ॥ २७ ॥ બ્રહ્મચર્ય ક્ષમા જેને પ્રિય છે તપ, સંયમ; પ્રાણાંતે સાધકો તે તો પામે દિવ્યગતિ શિવ. ૨૭
જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય વહાલાં છે તેવા સાધકો મૃત્યુ પછી પણ ઉચ્ચ પ્રકારની દિવ્યગતિ પામે છે.
દશ. ૪ : ૨૮ निहं च न बहु मनिजा, संप्पहासं विवज्जए । मिहो कहाहि न रमे, सञ्जायम्मि रओ सया ॥ २८ ॥ નિદ્રાનો શોખ ના રાખે તજી હાંસી મજાકને; રમે ન ગુપ્ત વાતોમાં સ્વાધ્યાય રક્ત સાધક. ૨૮
સાધક, નિદ્રાનો શોખ ન રાખે, હાંસીની વાતોનો ત્યાગ કરે, કોઈની છાની વાતોમાં રસ ન લે. પરંતુ હંમેશાં નિવૃત્તિના સમયે અભ્યાસ તેમજ ચિંતનમાં લીન થાય. દશ. ૯ : ૪૨
Page #60
--------------------------------------------------------------------------
________________
સાધક વર્ગ
૧
૧
न बाहिरं परिभवे, अत्ताणं न समुक्कसे । પુનામે રમણિી , તવ શુદ્ધિ / ૨૧ નિંદે ન અન્યને કિંવા પ્રશંસે નિજને નહિ, તપ ને બળવિઘાનું અભિમાન ધરે નહિ. ૨૯
વળી બીજાનો તિરસ્કાર અને પોતાની આત્મપ્રશંસા ન કરે તેમજ શાસ્ત્ર જ્ઞાન, શક્તિ કે તપશ્ચર્યા વગેરેનો અહંકાર પણ ન કરે.
દશ. ૮ : ૩૦
दुज्जए कामभोगे य, निच्चसो परिवज्जए । संकाठाणाणि सव्वाणि, वज्जेज्जा पणिहाणवं ॥३०॥ દુર્જય કામ ભોગોને નિત્ય ત્યાગે સુસાધક; સર્વ શંકા તણાં સ્થાનો તપસ્વી તે વળી તજે. ૩૦
હંમેશા તપસ્વી સાધક દુર્જય એવો કામભોગોને જીતીને બ્રહ્મચર્યમાં ક્ષતિ (કે સંયમમાં હાનિ) થવાનો સંભવ રહે તેવાં બધાં શંકાના સ્થાનો પણ છોડી દે. ઉ. ૧૬ : ૧૪
पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा । आवी वा जइ वा रहस्से, नेव कुज्जा कयाइवि ॥ ३१ ॥ બુદ્ધોની શત્રુતા જેવું વાણી કે કર્મથી કંઈ; પ્રકટ ગુપ્ત રૂપે વા કદાપિ તે કરે નહિ. ૩૧
વાણી કે કર્મથી, છાની રીતે કે પ્રકટ રૂપે કદી જ્ઞાનીજનો (ગુરુજનો) સાથે વૈરી જેવું વર્તન પણ ન રાખે.
ઉ. ૧ : ૧૭
Page #61
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી अणुसासिओ न कुष्पिज्जा, खंति सेविज्ज पण्डिए । खुडेहिं सह संसरिंग, हासं कीडं च वज्जए ॥ ३२ ॥ કરે ન કોપ શિક્ષાથી ક્ષમા રાખે સુપંડિત; ક્ષુદ્રોના સંગને છોડી ક્રીડા હાસ્ય તજે સદા. ૩૨
મહાપુરુષોની શિક્ષાથી મૂર્ખની પેઠે કુપિત ન થાય, શાણો થઈ સહનશીલતા રાખે, હલકા મનના માણસોનો સંગ ન કરે અને હાસ્ય તથા ગમ્મતોને પણ છોડી દે. ઉં. ૧ : ૯
मा य चण्डालियं कासी, बहुयं मा य आलवे । कालेण य अहिज्जित्ता, तओ झाइज्ज एगगो ॥ ३३ ॥ કદી ચંડાલનાં કર્મો ક્રોધાદિક કરે નહિ; બહુ પ્રલાપ છોડીને એકાંત ધ્યાનમાં રહે. ૩૩
ચંડાલનું કર્મ (કોપ) કદી પણ ન કરે, અને બહુ પ્રલાપ પણ ન કરે પણ સમય પ્રમાણે ભિક્ષા કે ઉપદેશ મેળવીને પછી એકાંતમાં તે શબ્દોનું ચિંતન કરે.
ઉ. ૧ : ૧૦ आहच्च चण्डालियं कट्ट, न निण्हविज्ज कयाइवि । कडं कडेत्तिं भासेज्जा, अकडं नो कडेत्ति य ॥ ३४ ॥ કરી ચંડાલનું કર્મ કદી છુપાવશે નહિ; ગુરુની સન્મુખે સર્વે સ્વ દોષાદોષ દાખવે. ૩૪
ભૂલથી કોપ પણ થઈ જાય તો તેને કદી છુપાવે નહિ, જે દોષ થઈ ગયો હોય તેને ગુરુજનો પાસે કબૂલ કરી લે. જો * ચંડાલકર્મ એટલે દુષ્ટ કર્મ. તેમાં અન્યાય, અધર્મ, અકર્તવ્ય કે કોપ, કિપટ અને વિષયનો સમાવેશ થાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૩
---
સાધક વર્ગ પોતાની ભૂલ થઈ હોય તો તેનો તેવો ખુલાસો કરી દે.
ઉ. ૧ : ૧૧ से जाणमजाणं वा, कट्ट आहम्मि पयं । संवरे खिप्पमप्पाणं, बीअं तं न समायरे ॥ ३५ ॥ થતાં અધર્મનું કર્મ જાણતાં કે અજાણતાં; પ્રાયશ્ચિત્ત થઈ શુદ્ધ બીજું પાપ કરે નહિ. ૩૫
જાણ્યું કે અજાણ્યે ધર્મિષ્ઠ સાધકને ન છાજે તેવું વર્તન થઈ ગયું હોય તો તે કરીને તેને ન છૂપાવતાં પ્રાયશ્ચિત્ત દ્વારા પોતાના આત્માને તુરત જ તે પાપથી મુક્ત કરે અને બીજી વાર તેવું ન આચરે.
દશ. ૮ : ૩૧ अणायारं परक्कम्म, नेव गूहे न निण्हवे । सूईसया वियडभावे, असंसत्ते जिइंदिए ॥ ३६ ॥ ભૂલથી દોષને સેવી છૂપાવે ગુરુથી નહિ; શુદ્ધ હૃદય તે રાખે અનાસક્ત જિતેન્દ્રિય. ૩૬
જિતેન્દ્રિય, અનાસક્ત અને શુદ્ધ અંતઃકરણવાળો સાધક ભૂલથી અનાચાર (અયોગ્ય કાર્ય) સેવાઈ ગયો હોય તો તેને છાનો ન રાખે પરંતુ હિતૈષી ગુરુજનની સમક્ષ તેને પ્રગટ કરી તેનું પ્રાયશ્ચિત્ત લઈ લે અને હંમેશાં શુદ્ધ (નિષ્પાપી) થતો રહે.
દશ. ૮ : ૩૨ जहा सुणी पूइकन्ती, निक्कसिज्जई सब्बसो। एवं दुस्सील पडिणीए, मुहरी निक्कसिज्जइ ॥३७ ॥ સડેલી કૂતરી જેમ તિરસ્કારાય સર્વથી; દુઃશીલ શત્રુ જેવા તે તેવી પામે તિરસ્કૃતિ. ૩૭
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૪
સાધક સહચરી
જેમ સડેલી કૂતરી સર્વસ્થળેથી અપમાન પામે છે. એમ શત્રુ જેવો વાચાળ અને દુરાચારી (સ્વછંદી) સર્વ સ્થળેથી તિરસ્કાર પામે છે.
ઉ. ૧ : ૪ दवग्गिणां जहा रण्णे, डज्झमाणेसु जन्तुसु। अन्ने सत्ता पमोयन्ति, रागदोसवसं गया ॥ ३८ ॥ દવાગ્નિથી બળે જ્યારે વનમાં અન્ય જંતુઓ; મોજ માણે બીજાં પ્રાણી વશ્ય જે રાગદ્વેષને. ૩૮ एवमेव वयं मूढा कामभोगेसु मुच्छिया । डज्झमाणं न बुज्झामो, रागदोसग्गिणा जगं ॥ ३९ ॥ કામ ને ભોગમાં રક્ત મૂઢ તેવા જ માનવો; બળતું આ નથી જોતા રાગદ્વેષાગ્નિથી જગત. ૩૯
જેમ જંગલમાં દાવાગ્નિથી પશુઓ બળતાં હોય ત્યારે દાવાનળથી દૂર રહેલાં બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈને આનંદ પામતાં હોય છે. પરંતુ પાછળથી તેઓની પણ તે જ ગતિ થાય છે.
એ જ પ્રમાણે કામભોગોમાં લુબ્ધ થયેલા મૂઢ મનુષ્યો રાગ અને દ્વેષ રૂપ અગ્નિથી બળી રહેલા વિશ્વના આ સ્વરૂપને જાણી શકતા નથી.
ઉ. ૧૪ : ૪૨, ૪૩ जे अ चंडे मिए थद्धे, दुव्वाई नियडी सढे । वुज्झइ से अविणीअप्पा, कटुं सोअगयं जहा ॥ ४० ॥ ગુમાની બાળ માયાવી દુર્વાદી ક્રોધી ને શઠ; ભવાબ્ધિમાં વહે તે તો કાષ્ઠ જેમ પ્રવાહમાં. ૪૦
Page #64
--------------------------------------------------------------------------
________________
સાધક વર્ગ
૧૫
જે ક્રોધી, અજ્ઞાની (મુખ), અહંકારી, સદા દુર વચનો બોલનાર, માયાવી અને ધૂર્ત હોય તે જીવાત્મા પાણીના પ્રબળ પ્રવાહમાં કાઇ તણાય તેમ આ સંસારના પ્રવાહમાં તણાતો રહે છે.
દશ. ૯ : ઉ. ૨ : ૩ देवलोग समाणो अ, परिआओ महेसिणं । रयाणं अरयाणं च महानरयसारिसो ॥ ४१ ॥ દેવલોક સમી દીક્ષા લાગે મીઠી મહર્ષિને; સંયમ શક્તિ હીણાને મહા નરક સંદેશ. ૪૧
ત્યાગ એ ઉચ્ચ અંત:કરણવાળા મહાન પુરુષોને સ્વર્ગસમાન સુખદ લાગે છે પરંતુ તે જ ત્યાગ સ્વચ્છંદી અને અશક્ત સાધકને મહા નરક સમાન દુઃખદ લાગે છે. દશ. ચૂ. ૧ : ૧૦
कणकुण्डगं चइत्ताणं, विटुंभुंजइ सूयरे । एवं सीलं चइत्ताणं, दुस्सीले रमइ मिए ॥ ४२ ॥ ધાન્યની ટોપલી છોડી વિષ્ટાને ભૂંડ ખાય છે; તેમ સુશીલતા છોડી મૂઢ કુશીલમાં રમે. ૪૨
જેમ ભૂંડ સુંદર અનાજની ટોપલીને છોડી વિષ્ટા (જેવી હલકી ચીજોને ખાવું પસંદ કરે છે તેમ સ્વછંદી મૂર્ણ સદાચાર છોડી સ્વચ્છેદે વિચારવામાં જ આનંદ માને છે. ઉ. ૧ : ૫
अतट्टगुरुओ लुद्धो, बहुं पावं पकुव्वइ । दुत्तोसओ अ से होइ, निव्वाणं य न गच्छइ ॥ ४३ ॥ સ્વાર્થમાં રક્ત ને લુબ્ધ જે બહુ પાપને કરે; અસંતુષ્ટ સદા ભ્રાંત તે નિર્વાણ ન પામશે. ૪૩
Page #65
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી
સ્વાર્થ જ એકાંત રક્ત અને તૃષ્ણાળુ સાધક હંમેશાં અસંતુષ્ટ અને વ્યાકુળ રહી બહુ પાપને કર્યા કરે છે. તેવો સાધક કદી મોક્ષ પામી શકતો નથી.
દશ. ૫. ઉ. ૨ : ૩૨ जो पुव्वरत्तावररत्तकाले, संपिक्खए अप्पगमप्पएणं ।
किं मे कडं किं च मे किच्चसेसं । િii સમાયામિ ૪૪ –૪૧ / કીધું શું મેં? ન શું કીધું? શક્ય તે શું ન આચર્યું?; ભૂલ્યો ક્યાં ને થયું પાપ ફરી શાથી નહિ બને. ૪૪ બીજા માને મને ધર્મી હું કેવો આત્મવંચક; પેટલે કે પાછલે પો”રે રાત્રિએ એમ ચિંતવે. ૪૫
સાધક રાત્રિાને પહેલે પ્રહરે કે પાછલા પ્રહરે પોતાના આત્માની આત્મા દ્વારા આલોચના (નિરીક્ષણા) કરે કે મેં આજે શું કર્યું ? બાકી શું કરવાનું છે ? મારાથી આચરવાનું શક્ય હોવા છતાં મેં શું આચર્યું નથી ? બીજા મને ધર્મી માને છે પણ હું કેવો આત્મવંચક છું? મારી ભૂલને છોડી શકતો નથી ! હું કેમ આદર્શ બનું? આ પ્રમાણે ખૂબ ખૂબ સંભાળપૂર્વક (સૂક્ષ્મ દોષોને પણ જતા કર્યા વિના) વિચારીને ભવિષ્યમાં સંયમઉલ્લંઘન (દોષો) ન થવા પામે તેવી ચીવટ રાખે.
દશે. ચૂ. ૨ : ૧૨
Page #66
--------------------------------------------------------------------------
________________
૨ : આત્મવર્ગ नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥१॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ને વીર્ય સાધનો, ઉપયોગ સદાવર્તી આત્માનાં એ જ લક્ષણો. ૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ આત્માનાં વિશિષ્ટ લક્ષણો છે.
ઉ. ૨૮ : ૧૧ नोइन्दियग्गेज्झ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ निच्चो। अज्झत्थहेउं निययस्स बन्धो, संसारहेउं च वयन्ति वन्धं ॥ २ ॥
અમૂર્ત ભાવથી આત્મા ઈદ્રિયોથી અતીત છે; નિત્ય છતાં સ્વદોષોથી તેને છે ભવબંધનો. ર
આત્મા અમૂર્ત હોવાથી ઇંદ્રિયો દ્વારા જોઈ કે સ્પર્શી શકાતો નથી. વળી ખરેખર અમૂર્ત હોવાથી જ તે નિત્ય ગણાય છે. આત્મા નિત્ય હોવા છતાં જીવાત્મામાં રહેલા અજ્ઞાનાદિ દોષોએ કરીને બંધાય છે. આ બંધન એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે.
ઉ. ૧૪ : ૧૯ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुपट्ठिओ ॥ ३ ॥ આત્મા કર્તા તથા ભોકતા કર્મથી સુખ દુઃખનો; શત્રુ જેવો કુકમથી સુકમથી સખા સમો. ૩
આ આત્મા પોતે જ સુખ અને દુ:ખનો કર્તા અને ભોક્તા છે અને આત્મા પોતે જ સુમાર્ગે રહે તો પોતાનો મિત્ર અને કુમાર્ગ રહે તો પોતે જ પોતાનો શત્રુ છે. ઉ. ૨૦ : ૩૭
Page #67
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दणं वणं ॥ ४ ॥ નંદનવન શો આત્મા કામધેનુ સમો પુનઃ; વૈતરણી નદી જેવો આત્મા આ કૂટશાલ્મલી. ૪
આ આત્મા પોતે જ વૈતરણી નદી અને કૂટશાલ્મલી વૃક્ષ જેવો દુઃખદાયી તથા કામદુધા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે.
ઉ. ૨૦ : ૨૬ अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो । अप्पा दन्तो सुही होइ, अस्सि लोए परत्थ य ॥५॥ દમવા યોગ્ય આત્મા છે આત્મા દુર્દમ્ય છે ખરે; દમો આત્મા સુખી થાવા લોકમાં પરલોકમાં. ૫
પોતાનો આત્મા જ દમવો જોઈએ, કારણ કે આત્મા એ જ દુર્દમ્ય છે. આત્મદમન કરવાથી આ લોક અને પરલોકમાં પણ સુખી થવાય છે. માટે સુખના ઈચ્છુકો સદા આત્મદમન કરે.
ઉ. ૧ : ૧૫ वरं में अप्पा दन्तो, संजमेण तवेण य।। माहं परेहि दम्मंतो, बंधणेहि वहेहि य ॥६॥ સંયમ ને તપસ્યાથી આત્માને દમવો ભલો; દમાશે નહિ તો બીજાં વધ ને બંધનોથી તે. ૬
વળી તપ અને સંયમથી પોતાનો આત્માને દમવો એ જ ઉત્તમ છે. નહિ તો બીજાં (પરાધીનતાનાં) બંધનો કે મારાથી પોતે રખે દમાય ! (પરાધીનતાથી સહેલું પડતું સહજ કષ્ટ દુ:સાધ્ય
Page #68
--------------------------------------------------------------------------
________________
આત્મવર્ગ
૧૯
છે જ્યારે સ્વતંત્ર રીતે કષ્ટોને સહન કરવાં તે સાવ સહજ અને સુલભ છે.)
ઉ. ૧ : ૧૬ जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिए । एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ॥७॥ મહાસંગ્રામમાં જીતે જે યોદ્ધો દસ લાખને; તેથી શ્રેષ્ઠ દુરાત્માનો વિજેતા જય મેળવે. ૭
દશ લાખ સુભટને દુર્જય સંગ્રામમાં જીતવા કરતાં એક જ માત્ર આત્માને જીતવો એ ઉત્તમ છે અને દુરાત્માનો વિજેતા સુભટ કરતાં શ્રેષ્ઠ અને સાચો વિજયી ગણાય છે. ઉ. ૩ : ૩૪
न तं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया ॥ ८ ॥ ગળાનો કાપનારો યે શત્રુ બૂરું કરે ન જે; દુબુદ્ધિ તે દુરાત્માની પોતામાં રહીને કરે. ૮
મસ્તકને છેદનાર શત્રુ જે અનર્થ ન કરી શકે તે અનર્થ દુષ્ટબુદ્ધિ પોતામાં રહીને જ કરી નાખે છે. ઉ. ૨૦ : ૪૮
अप्पाणमेव खुल्झाहि, किं ते जुज्ज्ञेण बज्झओ।
gu Tarqui, ગરૂના મુદા છે ? | લડો સૌ આત્મસંગ્રામે બીજાં સંગ્રામ શા કરો! શુદ્ધાત્માથી દુરાત્માને જીતીને સુખ મેળવો. ૯
આત્મા સાથે જ યુદ્ધ કરો, બહારના યુદ્ધથી શું વળવાનું છે ? શુદ્ધ આત્માથી દુષ્ટ પ્રકૃતિવાળા આત્માને જીતીને સુખ મેળવી શકાય છે. માટે આત્મયુદ્ધમાં લાગી પડો. ૧, ૯ : ૩૫
Page #69
--------------------------------------------------------------------------
________________
૩ : ધર્મ માર્ગ
धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो तवो ।
देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ १ ॥
ધર્મ મંગલ ઉત્કૃષ્ટ અહિંસા તપ સંયમ; દેવો પણ નમે તેને જેનું ધર્મે સદા મન. ૧
ધર્મ એ સર્વોત્તમ (ઉચ્ચ પ્રકારનું) મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મનું સ્વરૂપ છે. આવા ધર્મમાં જેનું મન હંમેશાં લીન રહે છે તેવા પુરુષને દેવો પણ નમસ્કાર કરે છે.
⭑
દશ. ૧ : ૧
पाणिवहमुसावाया, अदत्तमेहुणपरिग्गहा विरआ । राई भोयणविरओ, जीवो भवइ अणासवो ॥। २ ।।
પ્રાણીહિંસા, મૃષાવાદ મૈથુન ને પરિગ્રહ;
અદત્ત ને નિશાભોજ્ય ત્યાગે ધર્મિષ્ઠ બને. ૨
પ્રાણીવધ, અસત્ય, મૈથુન (અબ્રહ્મચર્ય) અને પરિગ્રહ એ
અહિંસામાં ‘સ્વ’ અને ‘પર’નું હિત છે. સૌ કોઈને શાંતિ મળે છે, માટે જ અહિંસામાં ધર્મ છે. સંયમથી પાપી પ્રવૃત્તિ અટકે છે, તૃષ્ણા મંદ પડે છે અને તેવા સંયમી પુરુષો જ રાષ્ટ્રશાંતિમાં સાચા ઉપકારક થઈ પડે છે, અનેક દુઃખિતોને તે દ્વારા જ આશ્વાસન મળે છે. માટે જ સંયમમાં ધર્મ છે. તપશ્ચર્યાથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે, માટે જ તપશ્ચર્યામાં ધર્મ છે.
જ
આ રીતે તે તત્ત્વો દ્વારા સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ત્રણે દૃષ્ટિઓનો સમન્વય, શુદ્ધિ તથા વિકાસ થાય છે. માટે જ તે ત્રણે તત્ત્વોની ક્રિયા તે ધર્મક્રિયા છે. આવા ધર્મમાં જેઓનું મન છે તેઓ મનુજ અને દેવોને પણ વંદ્ય હોય તેમાં કશું જ આશ્ચર્ય નથી.
Page #70
--------------------------------------------------------------------------
________________
૨ ૧
ઘર્મ માર્ગ પાંચ દોષોથી તથા રાત્રિભોજનથી વિરક્ત થયેલો જીવાત્મા જ સાચો ધર્મિષ્ઠ બને છે.
ઉ. ૩૦ : ૨ एस धम्मे धुवे निच्चे, सासए जिणदेसिए । सिद्धा सिज्झन्ति चाणेण, सिज्झिस्सन्ति तहावरे ॥३॥ આ જ ધર્મ ખરો નિત્ય શાશ્વતો જિન વર્ણવે; મુક્તિ પામ્યા ઘણા એથી બીજાયે મુક્તિ પામશે. ૩
આ જ ધર્મ નિરંતર, સ્થિર અને નિત્ય છે. તે ધર્મનું પાલન કરી અનેક જીવાત્માઓ અંતિમ લક્ષ્ય પહોંચ્યા છે, પહોંચે છે અને પહોંચશે એમ તીર્થકર જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
ઉ. ૧૬ : ૧૭ सोहीउज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ। निव्वाणं परमं जाइ, घयसित्तिव्व पावए ॥ ४ ॥ સરળ શુદ્ધ છે જેનું ચિત્ત, ત્યાં ધર્મની સ્થિતિ; ઘી સિંચ્યા અગ્નિની પેઠે શુદ્ધ નિર્વાણ પામશે. ૪
સરળ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં ધર્મ ટકી શકે છે તેમ જ ક્રમશ: તેવો જીવ ધીથી સિંચાયેલા અગ્નિની માફક શુદ્ધ થઈ શ્રેષ્ઠ મુક્તિને પામે છે.
ઉ. ૩ : ૧ર माणुस्सं विग्गहं लछु, सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिवज्जन्ति, तवं खंतिमहिंसयं ॥५॥ મનુદેહ મળે તોયે ધર્મની કૃતિ દુર્લભ; જે ધર્મશ્રુતિથી પામે અહિંસા, તપ ને ક્ષમા. ૫
Page #71
--------------------------------------------------------------------------
________________
૨ ૨
સાધક સહચરી
મનુષ્ય શરીર પામીને તે સત્યધર્મનું શ્રવણ દુર્લભ છે કે જે ધર્મને સાંભળવાથી જીવો તપશ્ચર્યા, ક્ષમા અને અહિંસાને પામે.
ઉ. ૩ : ૮ लब्भन्ति विमला भोया, लब्भन्ति सुरसम्पया। लब्भन्ति पुत्तमित्तं च, एगो धम्मो न लब्भइ ॥ ६ ॥ મનોરમ્ય મળે ભોગો સંપત્તિ દેવની મળે; પુત્ર, મિત્રો મળે તોયે એક ધર્મ ન સાંપડે. ૬
જગતની સામાન્ય પ્રજા જે માટે તલસ્યા કરે છે તેવા મનોરમ્ય ભોગો મળવા એ સાવ સુલભ છે. દેવોની સંપત્તિ પામવી પણ કદાચ સુલભ થાય, પુત્ર, મિત્ર તથા પરિવારજન્ય સુખ પણ સાંપડે પરંતુ સદ્ધર્મને ઓળખવો અને આચરવો એ અતિ દુ:સાધ્ય, કઠિન અને દુર્લભ છે.
પ્રાસ્તાવિક अद्धाणं जो महंतं तु, अपाहेओ पवज्जई । गच्छन्तो सो दुही होइ, छुहातण्हाए पीडिओ ॥७॥ પ્રવાસી અટવી માર્ગે જાય ભાતું લીધા વિના; જઈને થાય તે દુઃખી પીડા પામી સુધા થકી. ૭ एवं धम्मं अकाऊणं, जो गच्छइ परं भवं । गच्छन्तो सो दुही होई, बाहीरोगेहिं पीडिओ ॥८॥ આચર્યા વિણ સદ્ધર્મ જે જાયે પરલોકમાં; દુઃખી તે જઈને થાયે વ્યાધી-રોગથી પીડિત. ૮
જે મુસાફર અટવી જેવા લાંબા માર્ગમાં ભાતું લીધા વિના પ્રયાણ કરે છે, તે રસ્તે જતાં ક્ષુધા અને તૃષ્ણાથી ખૂબ પીડાય
Page #72
--------------------------------------------------------------------------
________________
ઘર્મ માર્ગ
છે અને દુ:ખી થાય છે.
તે જ પ્રમાણે જે ધર્મને આદર્યા વિના પરલોકમાં જાય છે, તે ત્યાં જઈ અનેક પ્રકારના રોગો અને ઉપાધિઓથી પીડાય છે. ૩. ૧૯ : ૧૮, ૧૯
विसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं । एसो वि धम्मो विसओववन्नो, हणाइ वेयाल इवाविवन्नो ॥ ९ ॥
પીધેલું ઝેર ને શસ્ત્ર પકડેલું કૂરીતિથી;
હણે માલિકને તેમ વિષયાપન્ન ધર્મ તે. ૯
હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું-તાળપુટ ઝેર ખાવાથી, અવળું શસ્ત્ર પકડવાથી અને અવિધિથી મંત્રજાપ કરવાથી જે તે માલિકને મારી નાખે છે; તે જ રીતે વિષયભોગની આસક્તિથી યુક્ત હોય તો તે ધર્મ પણ તેવા (અધર્મી)ને મારી નાખે છે (હલકી ગતિમાં લઈ જાય છે.) વસ્તુતઃ ધર્મમાં કદી અધર્મ ન હોય અને હોય તો તે ધર્મ ન ગણાય. ૩. ૨૯ : ૪૪
पडन्ति नरए घोरे, जे नरा पावकारिणो । दिव्वं च गईं गच्छन्ति, चरित्ता धम्ममारियं ॥ १० ॥
૨૩
સડે છે ઘોર દુ:ખોમાં જે નરો પાપ આચરે; સંપત્તિ સ્વર્ગની પામે જે નરો ધર્મ આચરે. ૧૦
જેઓ પાપ કરનારા હોય છે તે ઘોર નરકમાં પડે છે અને જે સત્ય ધર્મને આચરે છે તે મનુષ્ય સ્વર્ગીય સંપત્તિને પામે છે. ૩. ૧૮ : ૨૫
सव्वभूयप्पभूयस्स, सम्मं भूयाइं पस्सओ । पिहिआसवस्स दंतस्स, पावकम्मं न बंधइ ॥ ११ ॥
Page #73
--------------------------------------------------------------------------
________________
૨૪
સાધક સહચરી
સ્વ જેવા સર્વ જીવોને દેખે સમાન દૃષ્ટિથી; પાપ પ્રવાહ રોકીને દાન્ત પાપ ન બાંધશે. ૧૧
સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન જાણીને વર્તનાર તથા પ્રાણી માત્ર પર સમદષ્ટિથી જોનાર અને તેવા પાપના આસ્ત્રવો (આગમનો)ને રોકનાર તથા દમિતેન્દ્રિય તે સંયમીને પાપકર્મનો બંધ થતો નથી.
દશ. ૪ : ૯ जयं चरे जयं चिढ़े, जयमासे जयं सए । जयं भुंजन्तो भासन्तो, पावकम्मं न बंधइ ॥१२॥ ચાલતાં, બોલતાં, ખાતાં, સૂતાં કે બેસતાં વળી; જાગૃતિ વર્તતી જેની તેને પાપ ન પીડશે. ૧૨
ઉપયોગપૂર્વક ચાલવું, ઉપયોગપૂર્વક ઊભા રહેવું, ઉપયોગપૂર્વક બેસવું, ઉપયોગપૂર્વક સૂવું, ઉપયોગપૂર્વક ભોજન કરવું અને ઉપયોગપૂર્વક બોલવું. આવી રીતે જે વર્તે છે તેને પાપો બંધન કરતાં નથી.*
દશ. ૪ : ૮
* ઉપયોગ એટલે સાવધાની - જાગૃતિ કે વિવેક.
Page #74
--------------------------------------------------------------------------
________________
૪ ઃ વિકાસ વર્ગ मूलाउ खंघप्पभवो दुमस्स, खंघाउ पच्छा समुर्विति साहा । साहप्पसाहा विरुहंति पत्ता, तओ सि पुष्पं च फलं रसो अ॥१॥
મૂળથી થડ વૃક્ષોનાં ડાળીઓ થડથી ઊગે; ડાળીથી ડાંખળીઓ ને પાન, ફૂલ તથા ફળ. ૧
જેમ મૂળથી વૃક્ષનું થડ; થડમાંથી શાખા, શાખામાંથી પ્રતિશાખા અને તેમાંથી પાંદડાં ઉત્પન્ન થાય છે અને પછી ક્રમથી તે વૃક્ષમાં ફૂલો, ફળો અને મીઠો રસ ઉદ્દભવે છે –
દશ. ૯, ૧, ૨ : ૧ एवं धम्मस्स विणओ, मूलं परमो से मुक्खो। जेण कित्ति सुअं सिग्धं नीसेसं चाभिगच्छइ ॥ २ ॥ વિનય ધર્મનું મૂળ ક્રમથી મોક્ષને ફળે; કીર્તિ જ્ઞાન પ્રશંસા ને કલ્યાણ પ્રાપ્તિ તે થકી. ૨
તે જ પ્રમાણે ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું અંતિમ પરિણામ (એટલે કે રસ રૂ૫) મોક્ષ છે. તે વિનયરૂપી મૂળ દ્વારા વિચક્ષણ સાધક; આ લોકમાં કીર્તિ, જ્ઞાન અને મહાપુરૂષો દ્વારા પરમ પ્રશંસા પામે છે અને ક્રમશઃ પોતાનો આત્મવિકાસ સાધી અંતે પરમ કલ્યાણ અર્થાત્ મોક્ષ પણ પામે છે.
દશ. ૯. ઉ. ૨ : ૨ सवणे नाणे य विनाणे, पच्चक्खाणे य संजमे । अणासवे तवे चेव, वोदाणे अकिरिय सिद्धि ॥ ३ - ४ ॥
Page #75
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી જ્ઞાનશ્રવણથી જન્મે વિજ્ઞાન જ્ઞાનથી ઊગે; વિજ્ઞાને પાપનો ત્યાગ સંયમ પાપ ત્યાગથી. ૩ સંયમે પાપનો રોધ ને તેથી તપ સંભવે; તપથી કર્મનો નાશ અક્રિય આત્મમુકિતને. ૪
* મનુષ્યો જયારે સાચા ધર્મનું શ્રવણ કરે છે ત્યારે તેનામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન થયા પછી જ વિશિષ્ટ જ્ઞાન મેળવે છે. એવા આત્મજ્ઞાન પછી વૈરાગ્ય ફુરે છે, વૈરાગ્ય હુર્યા પછી વ્રતોની આરાધના થાય છે. વ્રતો ધારણ કર્યા બાદ સંયમ સાધ્ય બને છે. સંયમ જમ્યા પછી પાપવૃત્તિનો રોધ થાય છે અને ત્યારબાદ તપશ્ચર્યા દ્વારા કર્મ-માયાનાં આવરણો શિથિલ થાય છે અને સર્વથા કર્મરહિત થયેલું શુદ્ધ ચૈતન્ય સંપૂર્ણ સિદ્ધિને પામે છે.
આ રીતે સદ્ધર્મથી મુક્તિ સુધીની સાધક માટેની આ વિકાસશ્રેણી છે, ક્રમપૂર્વક એક એક ચડવામાં જોખમ નથી અને આત્મહિતની અડોલ સાધના થતી રહે છે. ક્રમ ઉલ્લંઘવામાં ખૂબ જોખમ અને પતનનો ભારી ભય રહે છે. તો સૌ કોઈ કર્મપૂર્વક આગળ ધપે.
ભગવતીસૂત્ર
* આ આખો વિકાસક્રમ શ્રમણ ભગવાન મહાવીરે પોતાના સુશિષ્ય ગૌતમને ઉદ્દેશીને પ્રશ્નના ઉત્તરમાં કહેલ હતો. આ બિના ભગવતીસૂત્રમાં છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
૫ ઃ વ્રતવિચાર વર્ગ मदविसयकसाया, निन्दा विगहा पंचमा भणिया। एए पंच पमाया, जीवे पाडन्ति संसारे ॥ १ ॥ વિષય, વિકથા, નિંદા, કષાય, મદ પાંચ એ; વૈરી રૂપ પ્રમાદો જે ભમાવે ભવચક્રમાં. ૧
અહંકાર, વિષય, ક્રોધાદિ, કષાયો, નિદ્રા અને પાંચમી વિકથા (જેથી પતન થાય તેવી કથા) આ પાંચે પ્રમાદો એકાંત ઝેરરૂપ છે અને જીવાત્માઓને સંસારમાં ધકેલી દે છે.
પ્રકરણસંગ્રહ जोगं च समणधम्मम्मि, जुंजे अनलसो धुवं । जुत्तो असमणधम्मम्मि, अटुं लहइ अणुत्तरं ॥२॥ નિત્ય આળસને ત્યાગી મન વાણી તથા ક્રિયા; જે જોડે સાધુના ધર્મો તે યોગી મુક્તિ મેળવે. ૨
સાધક; આળસને સર્વથા ત્યાગી તથા મન, વચન અને કાયા એ ત્રણેની (એકાગ્રતા) એકવાક્યતા કરી તે યોગને નિશ્ચળરૂપે શ્રમણધર્મમાં સ્થાપે. શ્રમણધર્મમાં સર્વથા યુક્ત રહેલો યોગી પરમ અર્થ (મુક્તિ)ને પામે છે. દશ. ૮ : ૪૩
जइ मज्झ कारणा एए, हम्मन्ति सुबहू जीवा । न मे एयं तु निस्सेसं, परलोगे भविस्सई ॥ ३ ॥ પોતાના સ્વાર્થને કાજે હણાયે બહુ જંતુઓ; નથી કલ્યાણ તેમાં મેં પોતાનું કે પારકું. ૩
Page #77
--------------------------------------------------------------------------
________________
૨ ૮
સાધક સહચરી
જો મારા જ કારણથી આવા અસંખ્ય નિર્દોષ જીવો હણાઈ જતા હોય તો તે વસ્તુ મારે માટે કે પરને માટે, આ લોક કે પરલોકમાં લેશમાત્ર કલ્યાણકારી નથી એમ સાધક ચિંતવે.
ઉ. ૨૨ : ૧૯ तथिमं पढमं ठाणं, महावीरेण देसि । अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसु संजमो ॥४॥ વ્રતોમાં સર્વથી શ્રેષ્ઠ અહિંસા વીર વર્ણવે; સર્વ જીવ દયા પાળો દયાનું મૂળ સંયમ. ૪
સંયમપૂર્વક વર્તવું તે જ ઉત્તમ પ્રકારની અહિંસા છે અને ભગવાન મહાવીરે તેને જ મહાવ્રતોમાં પ્રથમ સ્થાને દર્શાવેલી છે. તેવી શુદ્ધ અને વાસ્તવિક અહિંસાનું મૂળ સંયમ છે.
દશ. ૬ : ૯ सव्वे जीवा वि इच्छंति, जीविडं न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥५॥ જીવવા ઇચ્છતાં પ્રાણી ન ઇચ્છે કોઈ મૃત્યુને; તેથી પ્રાણી તણી હિંસા ત્યજે નિગ્રંથ સાધકો. ૫
જગતના નાના કે મોટા સર્વ જીવો જીવનને ઇચ્છે છે. કોઈ પણ પ્રાણી મૃત્યુને ઇચ્છતું નથી. માટે જ એ ભયંકર પાપરૂપ) હિંસાને નિગ્રંથ સાધકો સર્વથા ત્યાગી દે. દશ. ૬ : ૨૧
जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे णो विधायए ॥६॥ લોકમાં જેટલાં પ્રાણી સ્થાવર અથવા ત્રસ; જાણીને કે ન જાણીને હણાવે કે હણે નહિ. ૬
Page #78
--------------------------------------------------------------------------
________________
વ્રતવિચાર વર્ગ
૨૯
સંયમી સાધક આ લોકમાં જેટલા ત્રાસ (હાલતા ચાલતા) અને સ્થાવર (સ્થિર) જીવો છે તેને પણ જાણતાં કે અજાણતાં હણે નહિ કે હણાવે પણ નહિ.
દશ. ૬ : ૨૦ मुसावाओ य लोगम्मि, सव्व साहूहिँ गरहिओ। अविस्सासो य भूआणं, तम्हा मोसं विवज्जए ॥७॥ આ લોકમાં મૃષાવાદ નિંદ્યો છે સર્વ સાધુએ; અશ્રદ્ધા લોકમાં વ્યાપે મૃષા તેથી સહુ તજો. ૭
આ લોકમાં મૃષાવાદને સર્વ સાધુ પુરુષોએ નિંદેલ છે. અસત્યવાદી પુરુષ જગતમાં અવિશ્વાસપાત્ર બની રહે છે. માટે અસત્યનો સર્વથા ત્યાગ કરવો ઘટે. દશ. ૬ : ૧૩
अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया । हिंसगं न मुसं बूया, नो वि अन्नं वयावए ॥ ८ ॥ પોતા માટે પરાર્થે વા ક્રોધથી ભયથી તથા; કદી હિંસા ભરી ભાષા વદાવે કે વદે નહિ. ૮
સંયમી પોતાના સ્વાર્થ માટે કે બીજાને માટે ક્રોધથી કિંવા ભયથી પરને પીડા ઉત્પન્ન કરે તેવું હિંસાકારી અસત્ય બોલે નહિ કે બીજા પાસે બોલાવે પણ નહિ. દશ. ૬ : ૧૨
अपुच्छिओ न भासिज्जा, भासमाणस्स अंतरा । पिट्ठिमंसं न खाइज्जा, मायामोसं विवज्जए ॥ ९ ॥ બે બોલનારની વચ્ચે બોલાવ્યા વિણ ના વદે; પૂંઠે નિંદા સદા ત્યાગી માયા અસત્યને તજે. ૯
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૦
સાધક સહચરી સંયમી સાધક; અણપૂછળ્યો કદી ન બોલે તેમજ કોઈ બોલતું હોય તે પૂર્ણ ન બોલી રહે તે પહેલાં વચ્ચે પણ ન બોલે. પીઠ પાછળ કોઈની નિંદા ન કરે તેમજ માયા (કપટ) અને અસત્ય એ બન્ને ઝેરને સર્વથા તજી દે.
દશ. ૮ : ૪૭ मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा । वायादुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महब्भयाणि ।। १० ।।
કાઢયે લોખંડના કાંટા ક્ષણિક દુ:ઊપજે; કટુ વાણી તણા કાંટા જન્માવે વૈર ને ભય. ૧૦
વળી લોખંડના કાંટાઓ તો બે ઘડી દુઃખ આપે છે અને તેને અંગમાંથી બહાર કાઢવા પણ સહેલા છે. પરંતુ કઠોર વચનના પ્રહારો હૃદયમાં એવો આરપાર પેસી જાય છે કે તેને કાઢવા સહેલા નથી અને તે ગાઢ વૈર કરનારા હોય છે ને તે દ્વારા અનેક અત્યાચારો અને દુષ્કર્મો થઈ જાય છે. (માટે તેને પણ સુસાધક ત્યાગી દે.)
દશ. ૯ : ઉ. ૩ : ૭ अप्पत्तिअं जेण सिया, आसु कुप्पिज्ज वा परो । सव्वसो तं न भासिज्जा, भासं अहिअगामिणिं ॥११॥ અશ્રદ્ધા ઊપજે જેથી શીધ્ર કોપે બીજો જન, તેવી દૂષિત ભાષાને ન વદે સાધુ સર્વથા. ૧૧
વળી સાધક જે ભાષા બોલવામાં બીજાને અપ્રતીતિ ઉત્પન્ન થાય તથા જે વાણી બોલવાથી બીજા ક્રોધે ભરાય તેમજ જેથી કોઈનું અહિત થાય તેવી દૂષિત ભાષાને સર્વથા ન બોલે.
દશ. ૮ : ૪૮
Page #80
--------------------------------------------------------------------------
________________
વ્રતવિચાર વર્ગ
૩૧
'
હું !
दिटुं मिअं असंदिद्धं, पडिपुन्नं विअं जिअं । अयंपिरमणुव्विग्गं, भासं निसिर अत्तवं ॥१२॥ પરિમિત અસંદિગ્ધ સંપૂર્ણ વ્યક્ત ને સ્કુટ; પરિચિત અનુદ્દે ગી ભાષાને સંયમ વદે. ૧૨
પણ આત્માર્થી સાધક પરિમિત, સંદેહરહિત, પૂર્ણ, સ્પષ્ટ અને વાકેફદાર વાણી બોલે. તેવી વાણી પણ વાચાળપણાથી અને અન્યને ખેદ થાય તેવા ભાવથી રહિત હોવી જોઈએ.
દશ. ૮ : ૪૯ चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बहुँ। दंतसोहणमित्तं पि, उग्गहंसि अजाइया ॥ १३ ।। નિર્જીવ જીવતી કિંવા વસ્તુ હો અલ્પ કે બહુ; દાતણની સળી માત્ર આજ્ઞા યાચ્યા વિના કદી. ૧૩ तं अप्पणा न गिण्हंति, नो वि गिण्हावए परं । अन्नं वा गिण्हमाणं पि, नाणुजाणंति संजया ॥१४॥ નહિ ગ્રહે સ્વયં કિંવા ગ્રહવે અન્યથી નહિ; અદત્ત જે ગ્રહે તેને અનુમોદ ન સંયમી. ૧૪
સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ અલ્પ પ્રમાણમાં કે બહુ પ્રમાણમાં બીજું તો શું પણ એક દાતણની સળી માત્ર માલિકની રજા મેળવ્યા વિના સંયમી પુરુષો સ્વયે ગ્રહણ કરે નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવે નહિ કે અદત્ત ગ્રહણ કરનારને અનુમોદન સુદ્ધાં આપે નહિ.
દશ, ૬ : ૧૪, ૧૫ जं पि वत्थं च पायं व कंबलं पायपुंच्छणं । तं पि संजसलज्जट्ठा, धारंति परिहरंति अ॥ १५ ॥
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૨
સાધક સહચરી
વસ્ત્ર પાત્ર તથા જે કૈ રજોહરણ, કંબલ; સાધુ સંયમ રક્ષાર્થે રાખે કિંવા ભલે સજે. ૧૫ न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥ १६ ॥ ન પરિગ્રહ તે કીધો જ્ઞાતપુત્ર મહર્ષિએ; તે પરિગ્રહ મૂછમાં માને છે લોકના પ્રભુ. ૧૬
જે કાંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પદપુંછન, રજોહરણ ઈત્યાદિ સંયમનાં ઉપકરણોને સંયમના નિર્વાહ માટે સંયમી પુરુષો ધારણ કરે છે કે પહેરે છે, તેને જગતના જીવોના પ્રતિપાલક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર દેવે પરિગ્રહ કહ્યો નથી, બલ્લે તેમાં સંયમ ધર્મ બતાવ્યો છે; પણ વસ્ત્રાદિ કે કોઈપણ વસ્તુ પર જે આસક્તિ હોય તો તે જ પરિગ્રહ છે એમ તે ઋષિશ્વરે ફરમાવ્યું છે.
દશ. ૬ : ૨૦, ૨૧ पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं च विउस्सग्गो, एसो अब्भिन्तरो तवो ॥ १७ ॥ પ્રાયશ્ચિત્ત તથા સેવા સ્વાધ્યાય ને વિનીતતા; કાયવ્યત્સર્ગ ને ધ્યાન એ આત્યંતર છે તપ. ૧૭
પ્રાયશ્ચિત્ત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અત્યંતર તપ છે.
ઉ. ૩૦ : ૩૦ अणसणमूणोयरिया, भिक्खायरिया व रसपरिच्चाओ । कार्याकलेसो संलीणया, य वज्झो तवो होइ ॥ १९ ॥
કાયકલેશ રસ ત્યાગ વૃત્તિ રોધ ઉણોદરી; પૂણપવાસ એકાંત, કહ્યું છે બાહ્ય તે તપ. ૧૮
Page #82
--------------------------------------------------------------------------
________________
૭ઃ શુદ્ધિ વર્ગ तवो जोई जीवो जोइठाणं, जोगा सुया सरीरं कारिसंगं । कम्मेहा संजमजोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥१-२॥
જીવ છે જ્યોતિનું સ્થાન તપ શાશ્વત જ્યોતિ છે; સત્કર્મ કડછી રૂ૫ શરીર યા વેદિકા. ૧ કુકર્મ લાકડાં રૂપે સંયમ શાંતિ મંત્ર છે; એવો યજ્ઞ કરો ભાવે જે પ્રશંસ્યો મહર્ષિએ. ૨
જે યજ્ઞમાં તપ એ જ અગ્નિ છે, જીવાત્મા અગ્નિનું સ્થાન છે, મન, વચન અને કાયાના યોગરૂપ કડછી છે, શરીરરૂપ યજ્ઞવેદિકા છે, કર્મરૂપી લાકડાં છે અને સંયમરૂપ શાંતિ મંત્ર છે; આવા પ્રશસ્ત ચારિત્રરૂપ ભાવ યજ્ઞને જ સૌ કરો કે જે યજ્ઞાને મહર્ષિજનોએ ઉત્તમ ગણ્યો છે.
ઉ. ૧૨ : ૪૪ धम्मे हरए बब्भे सन्तितित्थे, अणाविले अत्तपसन्नलेस्से । जहिंसि बहाओ विमलो विसुद्धो, सुसीइभूओ पजहामि दोसं ॥३॥
ધર્મ છે જળનો કુંડ બ્રહ્મચર્ય સુતીર્થ છે; તેમાં નાહ્ય જશે દોષો શાંતિ ને શુદ્ધિ પામશે. ૩
જયાં ધર્મરૂપી હદ (કુંડ) અને બ્રહ્મચર્યરૂપી પુણ્યતીર્થ છે તે કુંડના તીર્થમાં નાહવાથી જ દોષની નિવૃત્તિ થાય છે અને શાંતિ તથા શુદ્ધિની પ્રાપ્તિ થાય છે.
ઉ. ૧૨ : ૪૬
Page #83
--------------------------------------------------------------------------
________________
૮ : શ્રમણ વર્ગ
एगप्पा अजिए सत्तू, कसाया इन्द्रियाणि य । ते जिणित्तु जहानायं, विहरामि अहं मुणी ॥ १ ॥
દુરાત્મા છે મહાશત્રુ કષાયો ઇંદ્રિયો વળી; જીતી તેને યથા ન્યાયે વિહરે તે મહામુનિ. ૧
(મનની દુષ્ટ પ્રવૃત્તિને વશ થયેલો) એક જીવાત્મા (જો ન જિતાય તો તે જ) શત્રુ છે, અને એ શત્રુના પ્રતાપે ચાર કષાયો અને પાંચ ઇંદ્રિયો પણ શત્રુ છે. એમ આખી શત્રુની પરંપરાને ન્યાય પ્રમાણે જીતીને શાંતિપૂર્વક વિહરે તે જ મહામુનિ છે. ૩. ૨૩ : ૩૮
भवतण्हा लया वुत्ता, भीमा भीमफलोदया । तमुच्छित्तु जहानायं, विहरामि महामुणी ॥ २॥ ભવતૃષ્ણા લતા ભૂંડી ભીષણ ફળને ફળે; છેદીને મૂળથી તેને વિહરે તે મહામુનિ. ૨
આ સંસારમાં મહાપુરુષોએ સંસારને વધારના૨ી તૃષ્ણાને જ વિષવેલ કહી છે કે જે વેલ ભયંકર અને ઝેરી ફળો આપી જીવોને જન્મમરણ કરાવી રહી છે. તેને બરાબર જાણી જે મૂળથી ઉખેડી નાખે તે જ મહામુનિ છે. ૩. ૨૩ : ૪૮
अच्चणं रयणं चेव, वन्दणं पूयणं तहा । इड्डीसक्कारसम्माणं, मणसा वि न पत्थए ॥ ३॥ પૂજા, સત્કાર ને સેવા કીર્તિ, સન્માન, અર્ચન; થાઓ કિંવા ન થાઓ તે વાંચ્છા સેવે ન સાધકો. ૩
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રમણ વર્ગ
૩૯
ચંદનાદિનું અર્ચન, કીર્તિ, સત્કાર, સન્માન, પૂજન તથા સેવા થાઓ કે ન થાઓ; ભિક્ષુ પોતે તેને મનથી પણ વાંચ્છતા નથી.
ઉ. ૩૫ : ૧૮ अक्कोसवहं विइत्तु धीरे, मुणी चरे लाढे निच्चमायगुत्ते । अव्वग्गमणे असंपहिढे, जे कसिणं अहियासए स भिक्खू ॥४॥
અવ્યગ્ર ચિત્તને રાખી પ્રશસ્ત સંયમી સદા; આક્રોશ વધ ને કષ્ટો સહે પૈર્યથી સાધુ તે. ૪
કોઈ કઠોર વચન કહે કે મારે, તો તેને સ્વકર્મનું ફળ જાણીને તે બધાં કષ્ટોને પ્રસન્ન ચિત્તથી સહન કરે અને હંમેશાં અવ્યાકુળ ચિત્ત રાખે તે જ ભિક્ષુ કહેવાય. ઉ. ૧૫ : ૩
वत्थगंधमलंकार, इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति, न से चाइत्ति वुच्चइ ॥५॥ વસ્ત્ર, ગંધ, અલંકારો સ્ત્રીઓ ને શયનાસનો; પરાધીનપણે ત્યાગે તેથી ત્યાગી ન તે બને. ૫ जे य कंते पिए भोए, लद्धे विपिट्टी कुव्वइ । साहीणे चयइ भोए, से हु चाइत्ति वुच्चइ ॥६॥ સુંદર પ્રિય ભાગોને જે પામી અળગા કરે; સ્વાધીન પ્રાપ્ત ભોગોને ત્યાગે તે ત્યાગી છે ખરો. ૬ વસ્ત્રો, કસ્તુરી, અગર કે તેવા સુગંધી પદાર્થો, મુકુટાદિ અલંકારો, સ્ત્રીઓ તથા પલંગ વગેરે સુખશધ્યાને જે પરવશપણે ન ભોગવે તે કંઈ ત્યાગી કહી શકાય નહિ.
પરંતુ જે મનોહર તથા ઇષ્ટ એવા કામભોગો સ્વતંત્ર રીતે
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૦
સાધક સહચરી
પ્રાપ્ત થવા છતાં તેને શુભ ભાવનાઓથી પ્રેરાઈ પોતાથી અળગા કરી ત્યાગી દે છે તે જ આદર્શ ત્યાગી કહેવાય છે.
દશ. ૨ : ૨, ૩ कामाणुगिद्धिप्पभवं खु दुक्खं, सव्वस्स लोगस्स सदेवगस्स । जंकाइयं माणसियं च किंचि, तस्सन्तगं गच्छइ वीयरागो ॥७॥
પશુ, નર તથા દેવી લોકમાં દુઃખ જે સહે; તે જમ્મુ કામ તૃષ્ણાથી તે આસક્તિ તજે મુનિ. ૭
દેવલોક સુધીના સમગ્ર લોકમાં જે કાંઈ શારીરિક અને માનસિક દુઃખ છે તે બધું ખરેખર કામભોગોની આસક્તિથી જ ઉત્પન્ન થયેલું છે, તેથી મુનિ તેનો ત્યાગ કરે.
ઉ. ૩૨ : ૧૯ जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ण य पुष्पं किलामेइ, सो य पीणेइ अप्पयं ।। ८ ।। વૃક્ષ-પુષ્પો વિષે જેમ પીએ છે ભમરો રસ; પુષ્પને કષ્ટ ના આપે પોતાને પોષવા છતાં. ૮ एमए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ॥ ९ ॥ તેમ તપસ્વી ને ત્યાગી સાધુઓ લોકને વિષે, દત્તભિક્ષા ગવેષીને ભમરા જેમ નિર્વહે. ૯
જેમ ભમરો વૃક્ષોનાં ફૂલોમાંથી મધ ચૂસે છે ત્યારે તે ફૂલોને ઇજા પહોંચાડ્યા વિના પોતાની જાતને પોષી શકે છે.
તેમ જે સંસારના રાગબંધનથી (ગ્રંથીથી) રહિત એવા પવિત્ર
Page #86
--------------------------------------------------------------------------
________________
૩૩
વ્રતવિચાર વર્ગ
ઉપવાસ, ઉણોદરી, સુધાથી અલ્પ ખાવું, વૃત્તિસંક્ષેપ (પોતાની જરૂરિયાતો ઘટાડવી), રસપરિત્યાગ, કાયકલેશાદિ આસનો અને એકાંતવૃત્તિનું સેવન એમ છ પ્રકારનું બાહ્ય તપ હોય છે.
ઉ. ૩૦ : ૮ एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पण्डिओ ॥१९॥ આંતરિક તથા બાહ્ય આચરે તપ જે મુનિ; વિવેકી શીધ્ર તે સાધુ કર્મથી મુક્ત થાય છે. ૧૯
એ પ્રમાણે બે પ્રકારનાં તપ પૈકી જે મુનિ યથાર્થ સમજીને તેને વિવેકપૂર્વક આચરે છે તે પંડિત સાધક કર્મબંધનથી જલદી છૂટી શકે છે.
ઉ. ૩૦ : ૩૭ तवनारायजुत्तेण, भित्तुण कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चइ ॥२०॥ તપના બાણથી વીંધે જે સાધુ કર્મકંચુકી; તે સાધુ બંધનો કાપી સર્વથા મુક્ત થાય છે. ૨૦
તપશ્ચર્યારૂપ બાણોથી યુક્ત તેવો જ મુનિ કર્મરૂપ બન્નરને ભેદી વિસંગ્રામમાં વિજય પામે છે અને સંસારરૂપ બંધનથી પણ શીધ્ર તે સર્વથા મુક્ત થાય છે.
ઉ. ૯ : ૨૨
Page #87
--------------------------------------------------------------------------
________________
૬ ઃ બ્રહ્મચર્ય વર્ગ अबंभचरिअं घोरं, पमायं दुरहिट्ठिअं । नायरंति मुणा लोए, भेयाययणवज्जिणो ॥ १ ॥ અબ્રહ્મચર્ય છે ઘોર દુષ્ટ પ્રમાદનું ગૃહ; મુનિઓ તે નહીં ઈચ્છે સાવધાન રહી સદા. ૧ मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गं, निर्गंथा वज्जयंति णं ॥ २ ॥ મૂળ એ છે અધમોનું પાત્ર છે મહાદોષનું; મૈથુન સંગને તેથી નિગ્રંથો સર્વથા તજે. ૨ ચારિત્ર ધર્મમાં સાવધાન રહેનારા મુનિજનો સાધારણ જનસમૂહથી દુ:સાધ્ય અને પ્રમાદના પરમ અને ભયંકર સ્થળરૂપ અબ્રહ્મચર્યને કદી આચરતા નથી તેમ ઇચ્છા પણ નથી; કારણ કે અબ્રહ્મચર્ય એ જ અધર્મનું મૂળ છે. મૈથુન એ જ મહાદોષનું ભાજન છે. માટે મૈથુન સંસર્ગને નિગ્રંથ પુરુષો ત્યાગી દે છે.
દશ. ૬ : ૧૬, ૧૭ विभूसा इत्थिसंसग्गो, पणीअं रसभोयणं । नरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ ३ ॥ વિભૂષા, સ્ત્રી તણો સંગ, રસાળાં સ્વાદુ ભોજન; કરાલ ઝેરનાં જેવાં તે આત્માર્થી મુમુક્ષને. ૩
આત્મસ્વરૂપના શોધક માટે શોભા (શરીરસૌંદય), સ્ત્રીનો સંસર્ગ અને રસવાળાં સ્વાદુ ખાણાંઓ એ ભયંકર ઝેર જેવાં છે.
દશ. ૮ : ૫૭
Page #88
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય વર્ગ
૩૫
जहा कुक्कुडपोअस्स, निच्चं कुललओ भयं । एवं खु बंभयारिस्स, इत्थी विग्गहओ भयं ॥ ४ ॥ જેમ કુફ્ફટ બચ્ચાંને બિલાડીનો સદા ભય; તેમ છે બ્રહ્મચારીને સ્ત્રીના સંસર્ગનો ભય. ૪
જેમ કૂકડાનાં બચ્ચાંને હમેશાં બિલાડીથી ભય રહ્યો હોય છે તે જ પ્રમાણે બ્રહ્મચારીને સ્ત્રીના દેહથી ભય રહે છે.*
દશ. ૮ : ૫૪ रसा पगामं न निसेवियव्वा, पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिद्दवन्ति, दुमं जहा साउफलं व पक्खी ॥५॥
ન સેવવા બહુ સ્વાદો જે કરે દીપ્ત ઈદ્રિયો; વિકારો પડશે જેમ પક્ષીઓ ફળ સ્વાદુને. ૫
વિવિધ જાતના રસવાળા પદાર્થોને કલ્યાણના અર્થીઓએ ભોગવવા નહિ; કારણ કે રસ ઇંદ્રિયોને ઉત્તેજિત કરનારા નીવડે છે; અને સ્વાદુ ફળવાળા વૃક્ષની ઉપર પક્ષીઓ જેમ ધસી આવી પીડા ઉપજાવે છે તેમ ઇંદ્રિયોના રસાદિ વિષયમાં ઉન્મત્ત બનેલા મનુષ્યની ઉપર કામભોગો પણ ધસી આવી પીડા ઉપજાવે છે.
ઉ. ૩૨ : ૧૦ चित्तभित्तिं न निज्झाए, नारिं वा समलंकिअं। भक्खरं पिव दट्टणं, दिट्टि पडिसमाहरे ॥ ६ ॥
* સ્ત્રીશરીરનો ભય રાખવો એટલે સ્ત્રીપરિચય ન કરવો તે જ ભાવ છે. સ્ત્રી જાતિ પ્રત્યે પુરુષને કે પુરુષજાતિ પ્રત્યે સ્ત્રીને ધૃણા લાવવા માટેનું આ કથન નથી; તેમ અતડા રહેવા માટે પણ નથી. પરંતુ બ્રહ્મચર્યના સાધક કે સાધિકાને કેટલું જાગૃત રહેવું જોઈએ તેની સાવધાની આ કથન સૂચવે છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
૩૬
સાધક સહચરી
શૃંગાર ચિત્ર ભીંતોના તથા સૌંદર્ય સ્ત્રીતણું; વિકારી દૃષ્ટિથી કો દી બ્રહ્મચારી જુએ નહિ. ૬
બ્રહ્મચારી સાધક શ્રૃંગારના ચિત્રવાળી દીવાલને કે સ્ત્રીના સૌંદર્યને વિકારી દૃષ્ટિથી જુએ નહિ. દશ. ૮ : ૨૫
अंग पच्चंग संठाणं, चारुल्लावअपेहि । इत्थीणं तं न निज्झाए, कामराग विवड्डणं ॥७॥ સ્ત્રીઓનાં અંગ પ્રત્યંગ ચારુણ, નિરીક્ષણ ન દેખે ચિંતવે સાધુ કામ રાગ વિવર્ધક. ૭
સ્ત્રીઓનાં અંગપ્રત્યંગ, આકાર, મીઠાં વેણ અને સૌમ્ય નિરીક્ષણો (કટાક્ષો) કે કામરાગ (મનોવિકાર)ને વધારવાનાં જ નિમિત્તરૂપ છે. માટે શાણો સાધક તેને ન જુએ કે ન તેનું ચિંતન
દશ. ૮ : ૫૮ कूइयं रुइयं गीयं, हसियं थणिय कन्दियं । बम्भचेररओ थीणं, सोयगिज्ज्ञं विवज्जए ॥८॥ સ્ત્રીનાં સ્વનિત ને ગીત હાસ્ય, ક્રન્દન, કૂજિત; આંખ કે કાનથી તેને બ્રહ્મચારી ન ભોગવે. ૮
બ્રહ્મચારી સાધક સ્ત્રીના કોયલ જેવા શબ્દો, ગીત, પ્રેમીના વિરહથી થતા કન્દન તેમજ શ્રૃંગારોત્પાદક સ્નેહાળ વચનો પર ન લક્ષ આપે કિંવા કાનથી પણ ન સાંભળે.
ઉ. ૧૬ : ૫
કરે.
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રમણ વર્ગ
૪૫
જે ભિક્ષુ કલહ કરે છે અને બીજાને દુઃખ ઉત્પન્ન થાય તેવું બોલે છે તે ભિક્ષુની સાધુતા નષ્ટ થાય છે. માટે પંડિત સાધુ તેવું વર્તન ન રાખે.
સૂય. ૨. ઉ. ૨ : ૧૯
बहुं सुणेइ कण्णेहिं, बहुं अच्छिहि पिच्छइ । न य दिटुं सुअं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥ २३ ॥ સાંભળે બહુ કાનોથી દેખતો આંખથી ઘણું દેખેલું સાંભળેલું સૌ ભિક્ષુ બોલે નહીં કદી. ૨૩
ભિક્ષુ ઘણું પોતાના કાનેથી સાંભળે છે તથા આંખોથી જુએ છે; પરંતુ બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી.
દશ. ૮ : ૨૦
सुअं वा जइ वा दिटुं, न वलिज्जीवघाइअं। न य केण उवाएणं, गिहिजोगं समायरे ॥ २४ ॥ જોયેલું સાંભળેલું તે જે પીડા પરને કરે; તેવું કૈ ના વદે ભિક્ષુ ગૃહસ્થાચારને તજે. ૨૪
જે સાંભળેલું કે જોયેલું કહેવાથી બીજાને ઇજા પહોચે કે લાગણી દુભાય તેવું પણ ભિક્ષુ કદી ન બોલે. તેમજ કોઈ પ્રકારે ગૃહસ્થને (સાધુને ન) છાજે તેવો વ્યવહાર સુદ્ધાં ન આચરે.
દશ. ૮ : ૨૧
विभूसावत्ति भिक्खू, कम्मं बंधइ चिक्कणं ।। संसारसाये घोरे, जेणं पडइ दुरुत्तरे ॥ २५ ॥
Page #91
--------------------------------------------------------------------------
________________
૪૬
સાધક સહચરી
દેહ સૌંદર્ય વૃત્તિથી બાંધતો કર્મ ચીકણાં*, તે સાધુ કર્મના ભારે ડૂબે સંસાર સાગરે. ૨૫
શરીર વિભૂષાને નિમિત્તે જે ભિક્ષુ ચીકણાં કર્મો બાંધે છે તે; તે કર્મોના ભારથી આ સંસારરૂપ મહાસાગરમાં ડૂબે છે. (અર્થાત્ જન્મમરણનાં ચક્રમાં પડે છે.)
દશ. ૬ : ૬૬
ર
* જે કર્મો ભોગવ્યા વિના જ્ઞાનથી કે તપથી દૂર ન થઈ શકે તે કર્મોને ચીકણાં (સ્નિગ્ધ) કર્યો કહેવાય છે. આવાં કર્મો તીવ્ર આસક્તિથી જન્મે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૯ : કર્મ વર્ગ
कम्मसंगेहिं सम्मूढा, दुक्खिया बहुवेयणा ।
अमाणुसासु जोणिसु, विणिहम्मन्ति पाणिणो ॥ १ ॥ કર્મ પાશે કરી મૂઢ અત્યંત દુઃખ વેઠતા; એવા જીવો હણાય છે અમાનુષાદિ યોનિમાં. ૧
કર્મના પાશથી જકડાયેલા અને તેથી મૂઢ બનેલા જીવો અમાનુષી (નરક કે તિર્યંચ) યોનિમાં જઈ ત્યાં દુ:ખનું વેદન કરીને હણાય છે. ૩. ૩: ૬
एगया देवलोएसु, नरएसु वि एगया । एगया आसुरं कायं, अहाकम्मेहि गच्छइ ॥ २ ॥
એકદા દેવલોકોમાં નરકોમાંય એકદા; એકદા આસુરી કાયા પામે જીવ સ્વકર્મથી. ૨
જેવા પ્રકારનાં કર્મો હોય તેવી રીતે તે જીવો પોતાનાં જ શુભાશુભ કર્મથી કદાચિત્ દેવલોકમાં, ક્વચિત્ નરક યોનિમાં અને ક્વચિત્ આસુરી યોનિમાં ગમન કરે છે.
ઉ. ૩ : ૩
कम्माणं तु पहाणार, आणुपुवीं कयाइउ । जीवा सोहिमणुप्पत्ता, आययंति मणुस्सयं ॥ ३ ॥ કર્મનાં પડળો કાપે ભોગવે ક્રમથી પુનઃ, ત્યારે તે શુદ્ધિને પામી પામે માનવ દેહને. ૩
જ્યારે તે કર્મોને ભોગવી લે છે ત્યારે તેનાં ગાઢ કર્મોનો ક્રમિક નાશ થાય છે અને ત્યારે શુદ્ધિને પામેલા તે જીવો અનુક્રમે જ મનુષ્યદેહને પ્રાપ્ત કરી શકે છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
४८
સાધક સહચરી सुक्तमूले जहा रुक्खे, सिच्चमाणे ण रोहन्ति । एवं कम्मा ण रोहन्ति, मोहणिज्जे खयं गए ॥ ४ ॥ સૂકેલાં મૂળિયાંવાળાં વૃક્ષો સિંચ્યાં ફળે નહિ, તેમ ફળે નહીં કમ મોહનીય ભળ્યા પછી. ૪
જે વૃક્ષો મૂળથી સૂકાઈ ગયાં હોય તે જળસિંચન કરવા છતાં ફરીથી પાંગરતાં નથી, તે જ રીતે મોહનીય કર્મ ગયા પછી બીજાં કમાં નિષ્ફળ થાય છે. (ખરી જાય છે.)*
પ્રાસ્તાવિક हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे ! भुंजमाणे सुरं मंसं, सेयमेयं त्ति मन्नइ ॥ ५ ॥ હિંસક, મૂર્ખને જૂઠો માયાવી, ચાડિયો, શઠ; માંસ ને મદિરા મસ્ત તે તેમાં મોજ માણતો. ૫ कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ, सिसुणागु व्व मट्टियं ॥ ६ ॥ જે રક્ત ધન, રામામાં મત્ત છે કર્મ વાણીથી; અણસિયુ દ્વિધા માટી સંચે તે તેમ પાપને. ૬ तओ पुट्ठो आयंकेणं, गिलाणो परितप्पइ । पभीओ परलोगस्स, कम्माणुप्पेहि अप्पणो ॥ ७ ॥
* જૈનદર્શનમાં કર્મનું સામર્થ્ય વર્ણવેલું છે. જીવાત્મા સારા-માઠાં કર્મવશાતુ જ ઉચ્ચ કે અધમગતિ પામે છે, તે કર્મોના આઠ પ્રકારોમાં સૌથી મહાન મોહનીય કર્મ છે. તેનો નાશ થયા પછી ઇતર કર્મો સર્વથા ખરી પડે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રમણ વર્ગ સાધુઓ આ વિશ્વમાં વસે છે, તેઓ ફૂલમાં ભમરાની માફક આ સંસારમાં માત્ર પોતાની ઉપયોગી સામગ્રી તથા શુદ્ધ નિર્દોષ ભિક્ષા અને તે પણ ગૃહસ્થ આપી હોય તે મેળવીને સંતુષ્ટ રહે છે.
દશ. ૧ : ૨, ૩ धम्माराम चरे भिक्खू, धिईमं धम्मसारही । धम्मारामरते दन्ते , बम्भचेरसमाहिए ॥ १० ॥ ધર્મ બાગે ફરે ભિક્ષુ ધરીને ધર્મ સારથિ; ધર્મમાં રક્ત દાન્તાત્મા બ્રહ્મચર્ય સમાહિત. ૧૦
વૈર્યવાન અને સદ્ધર્મરૂપ રથ ચલાવવામાં સારથિ સમાન ભિક્ષુએ ધર્મરૂપી બગીચામાં વિચરવું; અને ધર્મરૂપ બગીચામાં રક્ત થઈને ઇન્દ્રિયોનું દમન કરી બ્રહ્મચર્યમાં જ સમાધિ કેળવવી.
ઉ. ૧૬ : ૧૫ लाभालाभे सुहे दुक्खे, जाविए मरणे तहा। समो निन्दापसंसासु, तहा माणावमाणओ ॥ ११ ॥ લાભ કે હાનિમાં નિંદા સ્તુતિમાં મૃત્યુમાંતથા; સુખ કે દુઃખમાં જીવી સાધુ રાખે સમાનતા. ૧૧
વળી લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુ:ખમાં, જીવિતમાં કે મરણમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સાધુ સમાનતા જાળવે.
ઉ. ૧૯ : ૯૦ जहा मिगस्स आयंको, महारण्णाभि जायइ । अच्चन्तं रुक्खमूलम्मि, को णे ताणे तिगिच्छइ ॥१२॥ આતંક મૃગને જ્યારે થાયે મહા અરણ્યમાં ચિકિત્સા કો કરે તેની? વૃક્ષનાં મૂળમાં જઈ. ૧૨
Page #95
--------------------------------------------------------------------------
________________
૪
૨.
સાધક સહચરી को वा से ओसहं देइ, को वा से पुच्छइ सुहं । को से भत्तं च पाणं वा, आहरित्तु पणामए ॥ १३ ॥ લાવી કોણ દવા આપે? કે પૂછે સુખ દુઃખને; તેને રે કોણ લાવીને ખાન પાન કરો તમે. ૧૩ जया से सुही होई, तया गच्छइ गोयरं । भत्तपाणस्स अट्ठाए, वल्लराणि सराणि य ॥ १४ ॥ નીરોગી તે બને જ્યારે ત્યારે જાય અરણ્યમાં; લીલાં ઘાસ અને પાણી શોધે છે ભોજનાથે તે. ૧૪ खाइत्ता पाणियं पाउं, वल्लरेहिं सरेहि य।। मिगचरियं चरित्ताणं, गच्छइ भिगचारियं ॥ १५ ॥ ખાઈ પી ઘાસ ને પાણી લીલા વને સરોવરે; ચરીને મૃગચર્યાને પોતાનું સ્થાન પામતો. ૧૫ एवं समुट्ठिओ भिक्खू, एवमेव अणेगए । मिगचारियं चरित्ताणं, उड्ड पक्कमइ दिसं ॥ १६ ॥ રાગ દ્વેષ હશે તેમ સંયમી રહી એકલો; મૃગચર્યા કરી તેમ પામે આત્મવિકાસને. ૧૬
મોટા અરણ્યમાં વૃક્ષના મૂળમાં બેઠેલા મૃગલાને જયારે રોગ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યાં જઈ તેની સારવાર કોણ કરે છે?
ત્યાં જઈ કોણ તેને ઔષધ આપે છે ? તેની સુખદુ:ખની ચિંતા કોણ કરે છે ? કોણ તેને ભોજન-પાણી લાવીને ખવડાવે છે ?
જ્યારે તે નિરોગી થાય છે ત્યારે તે પોતાની મેળે ભોજન માટે વનમાં જઈ સુંદર ઘાસ અને સરોવરને શોધી લે છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રમણ વર્ગ
૪૩
લીલું ઘાસ ખાઈ તથા સરોવરમાં પાણી પી, આવી રીતે મૃગચર્યા કરીને પછી પોતાના નિવાસસ્થાને તે પહોંચી જાય છે. એ જ પ્રમાણે ઉદ્યમવંત સાધુ એકાકી (રાગદ્વેષને દૂર કરી) મૃગચર્યા ચરીને પોતાના આત્મવિકાસને પામે.
૩. ૧૯ : ૭૮, ૭૯, ૮૦, ૮૧, ૮૨
अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया | मुक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥ १७ ॥ મોક્ષ સાધન હેતુથી ધારતો સાધુ દેહને; આ ભિક્ષાવૃત્તિ નિષ્પાપી તે સારુ વર્ણવી જિને. ૧૭
અહો ! સાધુપુરુષનો દેહ મોક્ષના સાધનરૂપ છે, તેથી તેને નિભાવવા સારુ જ જિનેશ્વર દેવોએ નિષ્પાપી ભિક્ષાવૃત્તિ બતાવી છે. દશ. ૫. ૩. ૧ : ૯૨
कालेण निक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जित्ता, काले कालं समायरे ॥ १८ ॥
સમયે જાય ભિક્ષાર્થે ને પાછો સમયે ફરે; કાળને ઓળખી કાર્ય કરે ભિક્ષુ વિચક્ષણ. ૧૮
માટે વિચક્ષણ ભિક્ષુ સમય થયે સ્થાનથી બહાર આહારનિહારાદિ ક્રિયા માટે જાય અને વખત થયે પાછો ફરે. તેમજ કાળધર્મને અનુકૂળ થઈને સર્વ કાર્યો કરે. ઉ. ૧ : ૩૧
तवोगुणप्पहाणस्स, उज्जुमईखन्तिसंजमरयस्स । परीसहे जिणंतस्स, सुलहा सुगई तारिसगस्स ॥ १९ ॥
Page #97
--------------------------------------------------------------------------
________________
४४
સાધક સહચરી તપસ્વી, સંયમી, ત્યાગી, સરલ ને સહિષ્ણુ જે; સાધુ સંકટને વેઠે તેને સુલભ સદ્ગતિ. ૧૯
જેનામાં આવ્યંતર તથા બાહ્ય તપશ્ચર્યાના ગુણ પ્રધાનપણે છે, જે પ્રકૃતિથી સરળ, સહિષ્ણુ અને સંયમી છે તથા આવી પડતાં સંકટોને સહન કરે છે; તેવા ત્યાગી સાધકને સુગતિ પ્રાપ્ત થવી સાવ સુલભ છે.
દશ. ૪ : ૨૭
गोवालो भण्डवालो वा, जहा तद्दव्वणिस्सरो । एवं अणिस्सरो तं पि, सामण्णस्स भविस्ससि ॥ २०-२१ ॥ જેમ ગોવાળ ગાયોનો રખેવાળ ન માલિક; રક્ષે ભંડાર ભંડારી કિંતુ ન દ્રવ્યનો ધણી. ૨૦ તેમ જ માનવી કોઈ સમજીને સ્વાંગ સાધુનો; સંયમને ન પાળે તો ન તે શ્રમણ્યનો ધણી. ૨૧
જેમ ગોવાળ ગાયોને હાંકવા છતાં ગાયોનો ધણી નથી પણ લાકડીનો ધણી છે અને ભંડારી દ્રવ્યને રક્ષવા છતાં પણ ચાવીનો જ ધણી છે; તેમ સાધુ પણ જો સાધુનો વેશ જ માત્ર પહેરી લે અને સંયમ ન પાળે તો તે સાધુતાનો-ચારિત્રનો ધણી નહિ પણ માત્રા વેશનો જ ધણી બને છે. ઉ. ૨૨ : ૪૫
अहिगरणकडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं । अढे परिहायती बहु, अहिगरणं न करेज्ज पण्डिए ॥ २२ ॥
કરે કલહ જે ભિક્ષુ વાણી દારુણ જે વદે; હણાયે સાધુતા તેની તેવું કરે ન પંડિત. ૨૨
Page #98
--------------------------------------------------------------------------
________________
કર્મ વર્ગ
४८
બને છે ભોગથી રોગી ત્યારે કલ્પાંત તે કરે; દેખી ફળ સ્વકનાં બીએ છે પરલોકથી. ૭
(જે જીવાત્મા ઉત્તમ એવા નરદેહને પામી આત્મસત્ત્વ બુદ્ધિ અને સાધનોનો દુરૂપયોગ કરે છે તેના દુર્ગુણો અને પરિણામનું આ વર્ણન છે.)
જે માનવ હિંસક, જૂઠો, માયાવી, ચાડિયો, શઠ અને મૂર્ખ બની રામા અને ધનમાં રક્ત રહે છે અને તેમાં જ આનંદ છે એમ મોહથી માની બેસે છે, તે કાયાથી અને વચનથી મદોન્મત થયેલો જીવાત્મા અણસિયું માટીને જેમ બે પ્રકારે ભેગી કરે છે તેમ બે પ્રકારે કર્મરૂપ મળને એકઠો કરે છે.
ત્યારબાદ પરિણામે જ્યારે રોગથી પીડાય છે ત્યારે ખૂબ કલ્પાંત કરે છે અને પોતાનાં કરેલાં દુષ્કર્મોનાં ફળોને સંભારીને હવે પરલોકથી પણ અધિક બીવા માંડે છે.
ઉ. ૫ : ૯, ૧૦, ૧૧ तेणे जहा संधिमुहे गहीए, सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच्च इहं च लोए, कडाण कम्माण न मुक्ख अत्थि ॥८॥
ઝલાયો ચોર ચોરતાં પામે દુઃખ સ્વકર્મથી; તેમ કર્મ તણી મુક્તિ ન થાયે ભોગવ્યા વિના. ૮
ચોરી કરતાં પકડાયેલો પાપકર્મ કરનાર ચોર જેમ પોતાના કૃત્યથી પીડાય છે તેમ જીવો અહીં અને પરલોકમાં આવી રીતે પોતાના કર્મ વડે જ પીડા પામે છે; કારણ કે કરાયેલાં કર્મોની ભોગવ્યા વિના મુક્તિ નથી.
ઉ. ૪ : ૩
Page #99
--------------------------------------------------------------------------
________________
૫૦
સાધક સહચરી न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया बंधवा । एक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥९॥
સુત, જ્ઞાતિ, સખા, બંધુ કર્મભાગી બને નહિ; એકાકી જીવ ભોક્તા છે કર્તાને કર્મ ઓળખે. ૯
કર્મના પરિણામે ઉત્પન્ન થયેલા દુઃખમાં જ્ઞાતિજનો, સ્નેહીવર્ગ, પુત્રો કે બંધુઓ કોઈ ભાગ પડાવતાં નથી. કર્મ કરનાર જીવને સ્વયં તેનું દુઃખ ભોગવવું પડે છે; કારણ કે કર્મ તો તેના કરનારને જ અનુસરે છે. ઉ. ૧૩ : ૨૩
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૦ : વિશ્વ વર્ગ जम्मं दुक्खं जरा दुक्खं, रोगाय मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ किस्सन्ति जन्तुवो ॥१॥ જન્મ દુઃખ, જરા દુઃખ, રોગ ને મૃત્યુ એ દુઃખ, અહો! છે દુઃખી સંસાર જ્યાં પામે દુઃખ જંતુઓ. ૧
અહો ! આ આખો સંસાર ખરેખર દુઃખમય છે. ત્યાં રહેલાં પ્રાણીઓ બિચારાં જન્મ, જરા, રોગ અને મરણનાં દુઃખોથી પીડાઈ રહ્યાં છે.
ઉ. ૧૯ : ૧૫ सरीरमाहु नावत्ति, जीवो वुच्चइ नाविओ । संसारो अण्णवो वुत्तो, जं तरंति महेसिणो ॥ २ ॥ શરીર એક છે નૌકા તેનો છે જીવ નાવિક, સમુદ્રરૂપ સંસાર જે તરે તે મહાજન. ૨
શરીર એક નૌકા છે, આ સંસાર તે સમુદ્ર છે અને જીવ એ નાવિક છે. તે સંસારસમુદ્રને શરીર દ્વારા જે તરી જાય તે જ મહાજન છે.
ઉ. ૨૩ : ૩૭ जावन्जऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणन्तए ॥ ३ ॥ અજ્ઞાની જેટલાં લોકો તે સર્વે દુઃખ પાત્ર છે; મૂઢો અનંત સંસારે જન્મ મૃત્યુ વિષે ભમે. ૩
જેટલા અજ્ઞાની પુરુષો છે તે બધા એકાંત દુઃખનાં ઘરો છે (દુઃખી છે). તે મૂઢ પુરુષો અનંત એવા સંસારને વિષે બહુ વાર
Page #101
--------------------------------------------------------------------------
________________
પર
સાધક સહચરી
નષ્ટ થાય છે. (જન્મમરણનાં દુઃખ પામે છે.)
ઉ. ૬ : ૧ सत्थगहणं विसभक्खणं च, जलणं च जलपवेसो य । अणायारभण्डसेवी, जम्ममरणाणि बंधन्ति ॥ ४-५ ॥
ઝેર ખાઈ મરે કોઈ મરે કોઈ જળમાં ડૂબી; શસ્ત્રનો ઝાટકો ખાઈ મરે કોઈ અગ્નિમાં બળી. ૪ અનાચારી દુરાચારી અકાળ મૃત્યુ જે કરે; તે ફરે જન્મના ફેરા તોયે પાર ન પામતો. ૫
કેટલાક મૂઢ લોકો પોતાનાં જ પાપોથી ઉત્પન્ન થયેલા દુઃખથી કંટાળી ઝેર ખાઈને, કેટલાક પાણીમાં ડૂબીને, કેટલાક પર્વતથી પડીને, કોઈ અગ્નિમાં બળીને અને કોઈ અનાચાર કે દુરાચાર સેવીને-એવી રીતે જેઓ અકાળ મૃત્યુમાં મરે છે, તે આ સંસારમાં જન્મમરણના ખૂબ ફેરા ફર્યા કરે છે, છતાં સંસારનો અંત પામી શકતાં નથી.
નોંધ : અકાળ મરણથી જીવાત્મા છૂટવાને બદલે બમણો બંધાય છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૧ : વૈરી વર્ગ रागो य दोसोवि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वदन्ति । कम्मं च जाइमरणस्स मूलं, दुक्खं च जाइमरणं वयन्ति ॥ १ ॥
રાગ ને દ્વેષ કર્મોનાં બીજ છે કર્મ મોહનું; જન્મ મૃત્યુ રૂપી દુઃખ તેનુંયે મૂળ કર્મ છે. ૧
રાગ અને દ્વેષ એ બન્ને કર્મનાં બીજરૂપ છે. કર્મ એ મોહથી ઉત્પન્ન થાય છે અને કર્મ જ જન્મમરણનું મૂળ છે. જન્મમરણ એ દુઃખ ઉત્પન્ન થવાનો હેતુ છે (સારાંશ કે બધા દુઃખનું મૂળ રાગ અને દ્વેષ જ છે.) એમ જ્ઞાની પુરુષો કહે છે. ઉ. ૩૨ : ૭
रागदोसे य दो पावे, पावकम्मपवत्तणे । जे भिक्खू रुंभइ निच्चं, से न इच्छइ मण्डले ॥ २ ॥ રાગ ને દ્વેષ બે પાપી પાપકર્મ પ્રવર્તકો; તે સદા ભિક્ષુ કે જે ન ભમે ભવચક્રમાં. ૨ પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવનાર એવાં બે પાપો રાગ અને
છે. જે ભિક્ષુ તે બન્નેને રોકે છે તે આ સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
ઉ. ૩૧ : ૩ जहा य अण्डप्पभवा बलागा, अण्डं बलागप्पभवं जहा य । एमेव मोहाययणं खु तण्हा, मोहं च तण्हाययणं वयन्ति ॥ ३ ॥
ખગને પ્રસવે ઈડું, ઈડાને પ્રસવે ખગ; તેમ મોહ થકી તૃષ્ણા તૃષ્ણાથી મોહ જન્મતો. ૩
જેમ ઇંડામાંથી પક્ષી અને પક્ષીમાંથી ઇંડું એમ પરસ્પર કાર્યકારણભાવ છે, તે જ પ્રમાણે મોહમાંથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી
Page #103
--------------------------------------------------------------------------
________________
પ૪
સાધક સહચરી મોહ એમ પરસ્પર જન્યજનકભાવ મહાપુરુષોએ કહ્યો છે.
ઉ. ૩ર : ૬ कोहं माणं च मायं च, लोभं च पाववड्डणं । वमे चत्तारि दोसे उ, इच्छंतो हिअमप्पणो ॥ ४ ॥ ક્રોધ, માન તથા માયા લોભ તે પાપવર્ધક; વમે તે ચાર દોષોને આત્મકલ્યાણ ઇચ્છુક. ૪
આત્મહિતનો ઇચ્છુક સાધક; પાપની વૃદ્ધિ કરનારાં ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારના દોષોને શીધ્ર વકી
દશ. ૮ : ૩૭ कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ॥५॥ હેત પ્રીત હણે ક્રોધ માન વિનયને હણે; મિત્રતાને હણે માયા લોભ તો સર્વને હણે. ૫
કારણ કે ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, મારા મિત્રતાનો નાશ કરે છે અને લોભ તો સર્વ ગુણોનો નાશક છે.
દશ. ૮ : ૩૭ कसाया अग्गिणो वुत्ता, सुयसीलतवो जलं । सुयधाराभिहया सन्ता, भिन्ना हु न डहन्ति मे ॥६॥ શ્રત શીલ તપશ્ચર્યા રૂપી પાણીની ધારથી; અગ્નિ તુલ્ય કષાયો જે ઠરીને ન દઝાડતા. ૬
તેવા કપાયો એ જ અગ્નિ છે કે જે શરીર, મન અને આત્માને સતત બાળી રહ્યા છે પણ તે પર જો જ્ઞાન, આચાર
Page #104
--------------------------------------------------------------------------
________________
વેરી વ
૫૫
અને તપશ્ચર્યા રૂપી જળની ધારાઓ છાંટવામાં આવે તો તે ક્રમપૂર્વક ઠરી જવા માંડે છે અને પછીથી બાળતા નથી.
૩. ૨૩ : ૫૩
वाणस्स सव्वस्स पगासणाए, अन्नाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥ ७ ॥ પૂર્ણ જ્ઞાન પ્રકાશંતા અજ્ઞાન મોહ વતાં; રાગદ્વેષ જતાં પામે એકાંત સુખે મુક્તિનું. ૭
અજ્ઞાન અને મોહના ત્યાગથી જ્ઞાનનો પ્રકાશ થાય છે અને સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશની પહેલાં રાગ અને દ્વેષનો ક્ષય થઈ જવાથી એકાંત સુખકારી એવું મોક્ષપદ શીઘ્ર પામી શકાય છે.
નોંધ : કષાયો ઉપર વિજય મેળવવો એ જ સાધકનું કામ કરે છે. જેટલો કષાય પર વિજય તેટલી જ સાધકની મિલકત. ઉ.૩૨ : ૨
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૨ : પાપભ્રમણ વર્ગ जे केई पव्वइए, निहासीले पगामसो । मोज्जा पेच्चा सुहं सुवइ, पावसमणित्ति वुच्चइ ॥१॥ જે કોઈ થઈને સાધુ નિદ્રાશીલ રહે બહુ ખાઈ પીને સુખે પોઢે પાપ સાધુ ગણાય છે. ૧
જે સાધક ત્યાગી થઈને ઊંઘવાનો સ્વભાવ ઘણો રાખે અને ખાઈ-પીને પોઢવામાં જ જેની દિનચર્યા પૂર્ણ થતી હોય તે શ્રમણ, શ્રમણ નહિ પણ પાપીશ્રમણ કહેવાય છે. ઉ. ૧૭ : ૩
दुद्धदहीविगईओ, आहारेइ अभिक्खणं । अरए य तवोकम्मे, पावसमणित्ति वुच्चइ ॥२॥ દહીં દૂધ તથા બીજાં રસીલાં ભોજનો ભરે; તપમાં પ્રીતિ ના ધારે પાપ સાધુ ગણાય છે. ૨
જે દૂધ, દહીં કે તેવા રસવાળા પદાર્થોનો વારંવાર ખાધા કરે છે પણ તપશ્ચર્યા અને સંયમ તરફ લેશમાત્ર પ્રીતિ ધરાવતો નથી, તે પણ પાપી શ્રમણ કહેવાય છે. ઉ. ૧૭ : ૧૫
आयरियउवज्झाएहिं, सुयं विणयं च गाहिए। ते चेव खिसइ बाले, पावसमणित्ति वुच्चइ ॥३॥ આચાર્યાશ્ચપકો જેણે વિનય જ્ઞાન શીખવ્યાં; તેમની જે કરે નિંદા પાપ સાધુ ગણાય છે. ૩ | વિનયમાર્ગ ધર્મની અને જ્ઞાનની જે ગુરુ દ્વારા પ્રાપ્તિ થઈ છે તેવા ગુરુને સ્વાર્થ સર્યા પછી નિંદે કે તિરસ્કાર કરે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
ઉ. ૧૭ : ૪
Page #106
--------------------------------------------------------------------------
________________
પાપશ્રમણ વર્ગ
૫૭ जे लक्खणं च सुविणं, अङ्गविज्जं च जे पउंजंति न हु ते समणा वुच्चंति, एवं आयरिएहिअक्खायं ॥ ४ ॥ સ્વપ્રજ્ઞાન તથા જ્યોતિષુ અંગવિદ્યા પ્રયોગથી; આજીવિકા ચલાવે છે તે સાધુ સાધુ ના કદી. ૪
જેઓ જયોતિષ, સ્વપ્રશાસ્ત્ર અને અંગવિદ્યાનો આજીવિકા ચલાવવા માટે ઉપયોગ કરે છે તે સાધુઓ કહેવાતા નથી, એમ આચાર્યોએ ફરમાવ્યું છે.
ઉ. ૮ : ૧૩ बहुमाई पमुहरे, थद्धे लुद्धे अणिग्गहे। असंविभागी अवियत्ते, पावसमणित्ति वुच्चइ ॥ ५ ॥ માયાવી, બહુ વાચાલ, લુબ્ધ, માની, અસંયમી; સ્વાર્થી અસ્નેહનું પાત્ર પાપ સાધુ ગણાય છે. ૫
જે ઘણું કપટ કર્યા કરે, જૂઠું બોલે, અહંકારી હોય, લોભી કે અજિતેન્દ્રિય હોય તેમ જ અવિશ્વાસુ અને સ્વાર્થી હોય તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
ઉ. ૧૭ : ૧૧ विवादं च उदीरेइ, अहम्मे अत्तपन्नहा ।
वुग्गहे कलहे रत्ते, पावसमणित्ति वुच्चइ ॥६॥ વિવાદને ઉછેરે છે અધમ આત્મવંચક; યુદ્ધ ને ક્લેશમાં રક્ત પાપ સાધુ ગણાય છે. ૬
જે અધર્મી (દુરાચારી) અને આત્મવંચક બની વિવાદને ઉત્પન્ન કરે છે તેમજ લડાઈ અને કલહમાં સદા રક્ત રહે છે તે પાપી શ્રમણ કહેવાય છે.
ઉ. ૧૭ : ૧૨
Page #107
--------------------------------------------------------------------------
________________
૫૮
સાધક સહચરી
जो पव्वइत्ताण महव्वयाई, सम्मं च नो फासयइ पमाया । अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिन्नइ बन्धणं से ॥ ७ ॥ મહાવ્રતો ગ્રહી સાધુ પાળે નહિ પ્રમાદથી; અનિગ્રહી રસાસક્ત તેનાં બંધન ના ત્રુટે. ૭
જે સાધુ પાંચ મહાવ્રતોને ગ્રહણ કરી પછી અસાવધાનતાથી તે બરાબર પાળી શકતો નથી અને પોતાના આત્માનો અનિગ્રહ (અસંયમ) કરી રસાદિ સ્વાદોમાં લુબ્ધ થાય છે તેવો ભિક્ષુ રાગ અને દ્વેષરૂપ સંસારના બંધનને મૂળથી છેદી શકતો નથી. ૩. ૨૦ : ૩૯
चीराजिणं नगिणिणं, जडी संघाडिमुण्डिणं । याणि विनतायन्ति, दुस्सीलं परियागयं ॥ ८ ॥ જટા, મુંડન, નગ્નત્વ, ચર્મ વલ્કલ છો સજે, બાહ્ય વેશ બચાવે ના દુઃશીલ સાધુને કદી. ૮
જટા, મુંડન, નગ્નભાવ, ચર્મ અને વલ્કલ વગે૨ે ચિહ્નો જ માત્ર દુરાચારવાળા વેશધારીને પાપથી બચાવવા સારુ શરણભૂત થઈ શકતાં નથી. ઉ. ૫ : ૨૧
जया ओहाविओ होड़, इंदो वा पडिओ छमं । सव्वधम्मपरिब्भट्ठो, स पच्छा परितप्पइ ॥ ९ ॥
જ્યારે આસક્તિથી સાધુ ઇંદ્રની જેમ પૃથ્વીમાં; સર્વ ધર્મ થકી ભ્રષ્ટ થતાં પસ્તાય છે પછી. ૯
જયારે આસક્તિથી સાધુ; ત્યાગાશ્રમને છોડીને ફરીથી ગૃહસ્થજીવનમાં આવે છે ત્યારે તે ત્યાગ ધર્મ અને ગૃહસ્થ ધર્મ
Page #108
--------------------------------------------------------------------------
________________
પાપશ્રમણ વર્ગ
પ૯
એ બન્ને ધર્મથી ભ્રષ્ટ થઈ પૃથ્વી પર પડેલા દેવેન્દ્રની માફક ખૂબ પશ્ચાતાપ કરે છે.
દશ. યૂ. ૧ : ૨ जया य चयइ धम्मं, अणज्जो भोगकारणा। से तत्थ मुच्छिए बाले, आयइं नावबुज्झइ ॥ १० ॥ અનાર્ય ભિક્ષુકો જ્યારે ભોગાથે ધર્મને ત્યજે; ત્યારે તે બાલવત્ મૂર્ખ ન જાણતો ભવિષ્યને. ૧૦
અથવા જયારે કોઈ અનાર્ય ભિક્ષુ; ભોગની વાસનાને તૃપ્ત કરવા માટે પોતાના ચિરસંચિત સંયમ ધર્મને તજી દે છે ત્યારે ભોગમાં આસક્ત થયેલો તે અજ્ઞાની ભવિષ્યકાળનો લેશમાત્ર વિચાર કરી શકતો નથી.
દશ. ચૂ. ૧ : ૧ पुत्तदारपरिकिण्णो, मोहसंताणसंतओ। पंकोसन्नो जहा नागो, स पच्छा परितप्पइ ॥११॥ ઘેરાઈ પુત્ર દારાથી ફસે જે મોહ જાળમાં; પકમાં નાગની પેઠે પુનઃ પસ્તાય છે પછી. ૧૧
પણ ત્યાગાશ્રમને છોડી ગૃહસ્થજીવનમાં ગયેલો તે ભિક્ષુ જ્યારે સ્ત્રી, પુત્ર અને કચ્ચાં બચ્ચાંના પરિવારથી વિંટાઈને મોહનીય કર્મની પરંપરાથી તેમાં જ ગુંચાઈ જાય છે ત્યારે તે કાદવમાં ખુચેલા હાથીની માફક ને નીર નો તીરું - ન પાણી કે ન કાંઠો એમ બન્ને સ્થિતિની વચ્ચે રહી ખેદ કર્યા કરે છે.
દશ. ચૂ. ૧ : ૮
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૩ : જાતિ વર્ગ कम्मुणा बम्भणो होइ, कम्मुणा होइ खत्तिओ । वइसो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ॥ १ ॥ બ્રાહ્મણ કર્મથી થાયે થાયે ક્ષત્રિય કર્મથી; વૈશ્ય કર્મ થકી થાયે થાયે શૂદ્ર સ્વકર્મથી. ૧
વાસ્તવિક રીતે વર્ણવ્યવસ્થા જન્મગત નથી પણ કર્મગત છે. કર્મથી જ બ્રાહ્મણ થવાય છે, કર્મથી જ ક્ષત્રિય થવાય છે. કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર થવાય છે.
ઉ. ૨૫ : ૩૩ सक्खं सु दीसइ तवोविसेसो, न दीसइ जाइविसेसु कोवि। सोवागपुत्तं हरिएससाहुं, जस्सेरिसा इड्ढि महाणुभागा ॥ २ ॥
પ્રભાવ તપનો સાચો જાતિની ન વિશેષતા; ચંડાલ જાતિમાં જન્મી હરિકેષ થયા ઋષિ. ૨
ખરેખર દિવ્યતાનો પ્રભાવ પ્રત્યક્ષ દેખાય છે. જાતિની કશીયે વિશેષતા કે મહત્તા નથી કારણ કે હરિકેષ જેવા મહાન પ્રભાવશાળી અને તપસ્વી ઋષિ ચંડાળકુળમાં જ ઉત્પન્ન થયા
ઉ. ૧૨ : ૩૭ जहा पोमं जले जायं, नोवलिप्पइ वारिणा । एवं अलित्तं कामेहि, तं वयं बूम माहणं ॥ ३ ॥ જેમ પાણી વિષે જન્મી પઘ લેપાય ના જલે; તેમ અલિપ્ત કામોથી રે” તેને ગણું બ્રાહ્મણ. ૩
હતા..
Page #110
--------------------------------------------------------------------------
________________
જાતિ વર્ગ
૬૧
જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી વેપાતું નથી, તેમ સંસારમાં રહેવા છતાં કામભોગોથી જે અલિપ્ત થાય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
ઉ. ૨૫ : ૨૭ जायरूवं जहामटुं, निद्धन्तमलपावगं । रागदासभयाईयं, तं वयं बूम माहणं ॥४॥ સુવર્ણ નિર્મળું થાયે જેમ અગ્નિ વિષે તપી; રાગદ્વેષ તજી તેમ શુદ્ધ થાય સુબ્રાહ્મણ. ૪
સુવર્ણ અગ્નિથી મેલરહિત થઈ શુદ્ધ થાય છે તેમ જે મળ અને પાપકર્મથી રહિત થઈ શુદ્ધ થાય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
ઉ. ૨૫ : ૨૧ जहित्ता पुव्वसंजोगं, नाइसंगे य बन्धवे । जो न सज्जइ भोगेसु, तं वयं बूम माहणं ।। ५ ।। જ્ઞાતિ ને બંધુઓ કેરા પૂર્વ સંબંધને ત્યજી; ન ભોગોમાં ફરી ચોંટે તેને બ્રાહ્મણ હું વંદુ. ૫
જે પૂર્વ સંબંધ (માતા, પિતા, ભાઈ વગેરેના સંયોગ), જ્ઞાતિજનોના સંગ અને સ્વજન તથા બંધુવર્ગની આસક્તિ છોડીને પછીથી તેના રાગમાં કે ભોગોમાં આસક્ત ન થાય તેવા ત્યાગીને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.
ઉ. ૨૫ : ૨૯ कोहो य माणो य वहो य जेसिं, मोसं अदत्तं च परिग्गहं च । ते माहणा जाइविज्जाविहूणा, जाइं तु खेत्ताइं सुपावयाइं ॥६॥
ક્રોધ, માન, મૃષા, હિંસા, અદત્ત ને પરિગ્રહ; ધરે તે બ્રાહ્મણો શાના? જાતિ ને જ્ઞાન હો ભલે, ૬
Page #111
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી
ક્રોધ, માન, હિંસા, અસત્ય, અદત્ત અને પરિગ્રહ વગેરે દોષો જેનામાં છે તે વિદ્વાન કે જન્મથી બ્રાહ્મણ હોય તોયે શું ? પરંતુ તે કંઈ આદર્શ બ્રાહ્મણો કહી શકાય નહિ.
ઉ. ૧૨ : ૧૪ न वि मुण्डिएण समणो, न ओंकारेण बम्भणो । न मुणी रणवासेणं, कुसचीरेण न तावसो ॥७॥ ન સાધુ કેશ ગૂંટ્યથી ન % ઉચ્ચારથી દ્વિજ; ન મુનિ વનવાસેથી કલોથી ન તાપસ. ૭ समयाए समणो होइ, बम्भचेरेण बम्भणो । नाणेण य मुणी होई, तवेण होइ तावसो ॥ ८ ॥ સમતાથી અને સાધુ બ્રાહ્મણ બ્રહ્મચર્યથી; તપસ્વી તપથી થાયે જ્ઞાનથી મુનિપુંગવ. ૮
મસ્તક મુંડન કરવાથી સાધુ થવાતું નથી, ૐકારના ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાતું નથી, તેમ અરણ્યવાસથી મુનિ કે ભગવાં વસ્ત્ર પહેરવાથી તાપસ પણ થવાતું નથી.
પરંતુ સમભાવથી સાધુ થવાય છે, બ્રહ્મચર્ય પાલનથી બ્રાહ્મણ થવાય છે અને જ્ઞાન હોય તે મુનિ અને તપસ્વી હોય તે જ તાપસ કહેવાય છે.
ઉ. ૨૫. ૩૧ : ૩૨
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૪ : શિક્ષા વર્ગ जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥१॥ જેને છે મૃત્યુથી મૈત્રી જે જાણે મરવું નથી; મૃત્યુથી જે છૂટી ભાગે તે સૂએ સુખથી ભલે. ૧
જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટી શકતો હોય અથવા જે જાણતો હોય કે હું મરીશ નહિ, તે જ ખરેખર આવતી કાલ પર વિશ્વાસ રાખી સૂખેથી સૂઈ શકે.
ઉ. ૧૪ : ૨૭ इमं च मे अत्थि इमं च नथि, इमं च ने किच्चमिमं अकिच्चं । तं एवमेवं लालप्पमाणं, हरा हरंतित्ति कहं पमाओ ॥ २ ॥
આ મારું આ નથી મારું, આ કર્યું મેં ન આ કર્યું; જલ્પતા એમ જીવોને, હરે કાળ પ્રમાદ શો ! ૨
આ સુવર્ણ ઘરબાર વગેરે મારું છે અને આ મારું નથી. આ મેં (વ્યાપારાદિ) કર્યું. આ પ્રમાણે બડબડતા પ્રાણીને કાળ જોતજોતામાં ફાળ દઈને હરી લે છે. માટે શા સારુ પ્રમાદ કરવો ?
ઉ. ૧૪ : ૧૫ जरा जाव न पीडेइ, बाही जाव न वड्डइ । जाविदिआ न हायंति, ताव धम्मं समायरे ॥३॥ જરા જ્યાં સુધી ના પડે જ્યાં સુધી વ્યાધિ ના વધે; થઈ ઈદ્રિય હાનિ ના ત્યાં સુધી ધર્મ આચરો. ૩
Page #113
--------------------------------------------------------------------------
________________
૬૪
સાધક સહચરી
માટે જ્યાં સુધી ઘડપણ આવ્યું નથી; જ્યાં સુધી રોગનો ઉપદ્રવ થયો નથી; જયાં સુધી બધી ઇંદ્રિયો તથા અંગ ક્ષીણ થયાં નથી ત્યાં સુધી મનુષ્યે અવશ્ય ધર્મને આચરવો જોઈએ.
દેશ. ૮ : ૩૬
संबुज्झह किं न बुज्झह, संबोही खलु पेच्च दुल्लहा । हु उवणमंत राइओ नो सुलभं पुणरवि जीवियं ॥ ४ ॥ જનો જાગો, ન જાગ્યા તો પછી સદ્બોધ દુર્લભ; વીત્યો કાળ નહીં આવે પુનઃ નૃદેહ દુર્લભ. ૪
હે લોકો ! બોધ પામો જાગૃત થાઓ ! શા માટે જાગતા નથી ? આવો સદ્બોધ બીજા જન્મમાં પછી ખરેખર દુર્લભ છે. જે સમય પસાર થાય છે તે પાછો ફરીને આવતો નથી અને આવું દુષ્પ્રાપ્ય મનુષ્યજીવન પણ પછી સુલભ નથી.
સૂર્ય. ૨. ૩. ૧ : ૧
लद्धूण वि माणुसत्तणं, आरिअत्तं पुणरवि दुल्लहं । बहवे दसुया मिलक्खुया, समयं गोयम मा पमायए ।। ५ ।।
માનવી દેહની પ્રાપ્તિ દુર્લભ આર્યતા વળી; ઘણા મ્લેચ્છો ભમે મૂઢ માટે પ્રમાદ ના કરો. ૫
મનુષ્યભવ પામીને ઘણા જીવો ચોર અને મ્લેચ્છ ભૂમિમાં ઉત્પન્ન થાય છે. તેથી આર્યભાવ (આર્યભૂમિનું વાતાવરણ) પામવો તે પણ દુર્લભ છે, માટે સમય માત્રનો પ્રમાદ ન કરો.
૩. ૧૦ : ૧૬
जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अफला जन्ति राइओ ॥ ६ ॥
Page #114
--------------------------------------------------------------------------
________________
શિક્ષા વર્ગ
વહી જે જાય છે રાત્રિ તે પાછી ફરતી નથી; અધર્મ કરનારાની જાયે નિષ્ફળ રાત્રિઓ. ૬
જે જે રાત્રિદિવસ જાય છે તે પાછાં ફરતાં નથી. આવા ટૂંક કાળના જીવનમાં પણ અધર્મ કરનારનો સમય નિષ્ફળ ચાલ્યો જાય છે. ૩. ૧૪ : ૨૪
૬૫
कुसग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठड़ लम्बमाणए । एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमाय ॥ ७ ॥
કુશાગ્રે ઓસનું બિંદુ સ્વલ્પ કાળ ટકી રહે; જીવન તેવું મનુષ્યોનું ક્ષણે પ્રમાદ ના કરે. ૭
દાભડાના અગ્ર ભાગ પર અવલંબી રહેલું ઝાકળનું બિંદુ જેમ થોડી વાર જ રહી શકે છે તે જ પ્રકારે મનુષ્યોના જીવનનું સમજી સમય માત્રનો પ્રમાદ ન કરો. ૩. ૧૦ : ૨
सुवण्णरूवस्स उ पव्वया भवे सिया हु आगाससमा अणन्तया । नरस्स लुघ्यस्स न तेहि किंची इच्छा हु आगाससमा अणन्तया ॥ ८ ॥
ઢગ સુવર્ણ રૂપાના હો કૈલાસ સમા ભલે; ન છીપે લુબ્ધની તૃષ્ણા નભ જેવી અનંત જે. ૮
કૈલાસ પર્વત જેવડા, સોના અને રૂપાના અસંખ્ય પર્વતો કદાચ આપવામાં આવે તો પણ એક લોભીને માટે તે પૂરતા નથી કારણ કે તૃષ્ણા ખરેખર આકાશ જેવી અનંત છે, તૃષ્ણાનો પાર પમાતો જ નથી. એક પુરાઈ ન પુરાઈ ત્યાં બીજી અનેક જાગે છે. ઉ. ૯ : ૪૮
Page #115
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી मणो साहसिओ भीमो, दुट्ठस्सो परिघावइ । तं सम्मं तु निगिण्हामि, धम्मसिक्खआइ कन्थगं ॥९॥ સાહસિક અને ભીમ દુષ્ટ ઘોડા સમું મન; દોડે તે વશ્ય થાય છે ધર્મ શિક્ષા લગામથી. ૯
મન એ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડા જેવું છે. સંસારના વિવિધ વિષયો તરફ આમતેમ દોડી રહ્યું છે. પરંતુ તેવું ચંચલ મન પણ ધર્મશિક્ષારૂપી લગામ વડે (જાતિમાન ઘોડાની માફક) અવશ્ય વશ થઈ શકે છે.
ઉ. ૨૩ : ૫૮ सव्वं विलवियं गीयं, सव्वं नर्से विडम्बियं । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥१०॥ સર્વ ગીતો વિલાપો છે, સર્વ નૃત્યો વિટંબના; સર્વ આભૂષણો બોજો, કામના સૌ દુઃખાવહ. ૧૦
બધાં સંગીત તે એક પ્રકારના વિલાપ સરખાં છે, સર્વ પ્રકારનાં નૃત્ય કે નાટક એ વિટંબના રૂપ છે, બધા અલંકારો તો બોજારૂપ છે, અને બધા કામભોગો એકાંત દુઃખને જ આપનારા છે.
ઉ. ૧૩ : ૧૬ નોંધ : વૈરાગ્ય ભાવનાવાળા સાધકની ભાવના ઉપરના શ્લોકમાં વ્યક્ત કરી છે. આત્માના આનંદ આગળ તેને અન્ય પદાર્થો ભોગવવા છતાં તુચ્છ જેવા લાગે છે.
अधुवं जीविअं नच्चा, सिद्धिमग्गं विआणिआ। विणिअट्ठिज्ज भोगेसु, आउं परिमिअमप्पणो ॥ ११ ॥ જે જાણે ધ્રુવ આત્માને, જાણે અધુવ જીવન; આયુને અલ્પ માને છે, નિવૃત્ત ભોગથી બને. ૧૧
Page #116
--------------------------------------------------------------------------
________________
શિક્ષા વર્ગ
(વૈરાગ્યવૃત્તિ કેમ જાગે ?)
મનુષ્યજીવનનું આયુષ્ય બહુ ટૂંકું છે માટે જ પ્રાપ્ત થયેલું જીવિત પણ અનિત્ય છે. માત્ર આત્મસંસિદ્ધિ (વિકાસ)નો માર્ગ જ નિત્ય છે અને તેથી નિત્યતાને શોધતો સાધક આમ વિચારીને તરત જ ભોગથી નિવૃત્ત બને.
દશ. ૮ : ૩૪ जहा किम्पागफलाण, परिणामो न सुन्दरो । एवं भुत्ताण भोगाणं, परिणामो न सुन्दरो ॥ १२ ॥ ફળો કિંપાકનાં મીઠાં, પરિણામે ન સુંદર; ભોગવ્યા ભોગનું તેમ, પરિણામ ન સુંદર. ૧૨
વળી તે ચિતવે કે જેમ કિંપાક ફળ મીઠાં લાગે છે પણ તેનું પરિણામ સુંદર નથી તેમ ભોગવેલા ભોગોનું પરિણામ સુંદર નથી.
ઉ. ૧૯ : ૧૭ उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पइ । भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चइ ॥१३ ।। છે કર્મ લેપ ભોગોમાં, લેપાયે ન અભીગી કો'; ભોગી ભમે ભવાબ્ધિમાં, અભોગી મુક્ત થાય છે. ૧૩
કામભોગોથી કર્મબંધન થઈ જીવાત્મા મલિન થાય છે પણ ભોગરહિત જીવાત્મા શુદ્ધ થઈ કર્મથી લેવાતો નથી. ભોગી સંસારમાં ભમે છે અને ભોગમુક્ત સંસારથી મુક્ત થાય છે. સારાંશ કે ભોગીને જ બંધન છે અને અભોગીને બંધન હોતાં નથી.
ઉ. ૨૫ : ૪૧
Page #117
--------------------------------------------------------------------------
________________
સાધક સહચરી चत्तारि परमंगाणि, दुल्लहाणीह जन्तुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मि य वीरियं ॥ १४ ॥ ચાર શ્રેષ્ઠાંગની પ્રાપ્તિ, દુર્લભ જીવને કહી; મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, ચોથી સંયમમાં ગતિ. ૧૪
પ્રાણીમાત્રને આ ચાર ઉત્તમ જીવનવિકાસના વિભાગો પ્રાપ્ત થવા આ સંસારમાં બહુ દુર્લભ છે : (૧) મનુષ્યત્વ, (૨) સત્ય શ્રવણ, (૩) અડગ વિશ્વાસ (શ્રદ્ધા) અને (૪) સંયમની શક્તિ.
ઉ. ૩ : ૧ जेसिं कुले समुवन्ने, जेहिं वासं वसे नरे। ममाइं लुप्पइ बाले, अन्नमन्नेहिं मुच्छिओ ॥ १५ ॥ લઈ જે કુળમાં જન્મ, વસે જે સ્થાનને વિષે; મારું તારું કરે મૂર્ખ, મમતા તે તણી ધરે. ૧૫
પરંતુ જે કુળમાં અને જે ધર્મમાં મનુષ્ય ઉત્પન્ન થયો હોય છે અને જયાં નિવાસ કરતો હોય છે ત્યાં મમત્વભાવવાળો તે બાળક (મૂખી આ મારું આ મારું એમ માનીને પ્રત્યેક પદાર્થો પર (આસક્તિથી છૂટવાને બદલે) ગાઢ અને ગાઢ આસક્ત જ થતો રહે છે.
સૂય. ૧. ઉ. ૧ : ૪ वित्तं सोयरिया चेव, सव्वमेयं न ताणए । संखाए जीवियं चेव, कम्मुणा उ तिउट्टइ ॥ १६ ॥ દ્રવ્ય, સહોદરો સર્વે, ત્રાણરૂપ થતાં નથી; તેમ જાણી જનો વર્તે, કર્મથી મુક્ત થાય તે. ૧૬
Page #118
--------------------------------------------------------------------------
________________
શિક્ષા વર્ગ
માટે જ મહર્ષિઓ કહે છે કે, ધન, સહોદરો ઇત્યાદિ કોઈપણ વસ્ત શરણરૂપ થતી નથી. (જીવન પણ ક્ષણિક છે) તેમ જાણીને આ સંસારમાં (આસક્ત ન થતાં) નિરાસક્ત ભાવે જે કમો કરે છે તે ખરેખર કર્મબંધનથી મુક્ત થાય છે.
સૂય. ૧, ઉ. ૧ : ૮ जहा कागिणिए हेडं, सहस्सं हारए नरो । अपत्थं अम्बगं भोच्चा, राया रज्जं तु हारए ॥ १७ ॥ જેમ કો કોડીને કાજે, સોનામ્હોર ગુમાવતો; મૂર્ણ રોગી મરે જેમ અપથ્ય ફળ ખાઈને. ૧૭ अणुसटुंपि बहुविहं मिच्छादिट्ठिया, जे नरा अबुद्धिया । बद्धनिकाइयकम्मा सुणंति, धम्मं न परं करेंति ॥ १८ ॥
જે કર્મભારથી મૂઢ અજ્ઞાની અંધ તે જનો; સત્ પુરુષો તણી શિક્ષા સુણીને આચરે નહિ. ૧૮
જે કોઈ મૂર્ખ માણસ કોડી લેવા જતાં પોતાના હાથની સોનામહોર ખોઈ બેસે અને કોઈ મૂર્ખ રોગી અપથ્ય ફળનો સ્વાદ લેવા જતાં પોતાનો અમૂલ્ય દેહ ગુમાવે તેમ અજ્ઞાનથી આંધળા બનેલા મનુષ્યો ભોગ અને તેવી તેવી તૃષ્ણામાં સત્ પુરુષોની શિક્ષા સાંભળવા છતાં તેમ નહિ આચરીને પોતાના માનવદેહ રૂપી રત્નને ગુમાવે છે.
ઉ. ૭ : ૧૧ एगओ विरई कुज्जा, एगओ य पवत्तणं । असंजमे नियत्तिं च, संजमे य पवत्तणं ॥१९॥ નિવૃત્તિ ને પ્રવૃત્તિ બે, વૃત્તિઓ સર્વ જીવને; પ્રવૃત્તિ સંયમે રાખો ને નિવૃત્ત અસંયમે. ૧૯
Page #119
--------------------------------------------------------------------------
________________
૭૦
સાધક સહચરી જીવમાત્રમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ એવી બે વૃત્તિઓ હોય છે. તે વૃત્તિઓ દ્વારા એક તરફથી નિવૃત્ત થવું અને બીજા માર્ગમાં પ્રવૃત્તિ કરવી એ જ જીવનનું ધ્યેય છે. માટે તે પ્રવૃત્તિઓને સુમાર્ગે જોડી દો. અર્થાત્ કે અસંયમથી નિવૃત્ત થાઓ અને સંયમમાં પ્રવૃત્તિ કરો.
ઉ. ૩૧ : ૨
સંયમ એ જ સર્વ સુખનું મૂળ અને અસંયમ
એ જ દુઃખનું મૂળ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________ Partgwwાનખાઈ કા:47kf Marriદામાdo sv =yhકાકાW.Trave Trees Utaru :કા ક + + + + 4 રી .w: +- - ''KaaT.B. Ed .Eaa 27 સાધક સહચરી નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે આ પુસ્તકમાં શ્રમણ અને ગૃહસ્થ બંને સાધકના જીવન વિકાસની ઉપયોગી સામગ્રી સંકલિત છે. આ પુસ્તકમાં જિજ્ઞાસુ સાધકના વિકાસમાર્ગમાં રોધ કરતા અભિમાન, ક્લેશ, કપટ, માયા, લોભ, તૃષ્ણા, મોહ, સમાજદ્રોહ, છળ પ્રપંચ, રાગદ્વેષ ઇત્યાદિ શત્રુઓથી ઉગારી લેવામાં અને સંયમ, બ્રહ્મચર્ય, અહિંસા, જાગૃતિ, ત્યાગ, તપશ્ચરણ અને એવા ઉચ્ચ સગુણોને આરાધવાની પ્રેરણા પૂરવામાં સહાયક નીવડે તેવાં ધર્મપદોનો જ સંગ્રહ કરવામાં આવ્યો છે. તેથી જે જિજ્ઞાસુ સાધક સુખ મેળવવાનો સાચો અધિકાર ધરાવતો હોય તેને આ પુસ્તક સાથે રહી સહચરીની ફરજ પૂરી અદા કરે તઅનુરૂપ તેનું નામ પણ “સાધક સહચરી” રાખવામાં આવ્યું છે. આમાં જૈનધર્મમાં અતિ પ્રમાણભૂત ગણાતાં શ્રી ઉત્તરાધ્યયન, દશ વૈકાલિક અને સૂયગડાંગ વગેરે પદ્યાત્મક સૂત્રોમાંથી અહીં થોડાં ચૂંટી કાઢેલાં પઘપુષ્પો છે એની સંખ્યા 180 થી 190 સુધીની છે. આ બધાં પદ્યોને અહીં 14 વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યાં છે. તેનાં નામ : સાધકવર્ગ, આત્મવર્ગ, ધર્મવર્ગ, વિકાસવર્ગ, વ્રત વિચાર વર્ગ, બ્રહ્મચર્ય વર્ગ, શુદ્ધિ વર્ગ, શ્રમણ વર્ગ, કર્મવર્ગ, વિશ્વ વર્ગ, વૈરી વર્ગ, પાપ શ્રમણ વર્ગ, જાતિ વર્ગ અને શિક્ષા વર્ગ. કોઈપણ ધર્મ, દર્શન કે મતનો અનુયાયી હો, ગૃહસ્થ હો કે ત્યાગી હો, સૌ કોઈ સાધકને ભગવાન મહાવીરના પદ્ય પુષ્પોની માળારૂપ બનેલી આ સાધક સહચરી આદર્શ સહચરી રૂપે નીવડો ! -- જંતબાલ મુદ્રક : વિપુલ પ્રિન્ટર્સ, 14, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ રોડ, અમદાવાદ-380 004. * ફોન : 562 24 62 Jevu yદયાજનક હાઇriwasiાગાકારામ જad મમતા જkrખા * Muni shri" ના નાનાનકwાનkhrutવળrwiાક પhaiામાં પાW