________________
૩૦
સાધક સહચરી સંયમી સાધક; અણપૂછળ્યો કદી ન બોલે તેમજ કોઈ બોલતું હોય તે પૂર્ણ ન બોલી રહે તે પહેલાં વચ્ચે પણ ન બોલે. પીઠ પાછળ કોઈની નિંદા ન કરે તેમજ માયા (કપટ) અને અસત્ય એ બન્ને ઝેરને સર્વથા તજી દે.
દશ. ૮ : ૪૭ मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा । वायादुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महब्भयाणि ।। १० ।।
કાઢયે લોખંડના કાંટા ક્ષણિક દુ:ઊપજે; કટુ વાણી તણા કાંટા જન્માવે વૈર ને ભય. ૧૦
વળી લોખંડના કાંટાઓ તો બે ઘડી દુઃખ આપે છે અને તેને અંગમાંથી બહાર કાઢવા પણ સહેલા છે. પરંતુ કઠોર વચનના પ્રહારો હૃદયમાં એવો આરપાર પેસી જાય છે કે તેને કાઢવા સહેલા નથી અને તે ગાઢ વૈર કરનારા હોય છે ને તે દ્વારા અનેક અત્યાચારો અને દુષ્કર્મો થઈ જાય છે. (માટે તેને પણ સુસાધક ત્યાગી દે.)
દશ. ૯ : ઉ. ૩ : ૭ अप्पत्तिअं जेण सिया, आसु कुप्पिज्ज वा परो । सव्वसो तं न भासिज्जा, भासं अहिअगामिणिं ॥११॥ અશ્રદ્ધા ઊપજે જેથી શીધ્ર કોપે બીજો જન, તેવી દૂષિત ભાષાને ન વદે સાધુ સર્વથા. ૧૧
વળી સાધક જે ભાષા બોલવામાં બીજાને અપ્રતીતિ ઉત્પન્ન થાય તથા જે વાણી બોલવાથી બીજા ક્રોધે ભરાય તેમજ જેથી કોઈનું અહિત થાય તેવી દૂષિત ભાષાને સર્વથા ન બોલે.
દશ. ૮ : ૪૮