________________
વ્રતવિચાર વર્ગ
૨૯
સંયમી સાધક આ લોકમાં જેટલા ત્રાસ (હાલતા ચાલતા) અને સ્થાવર (સ્થિર) જીવો છે તેને પણ જાણતાં કે અજાણતાં હણે નહિ કે હણાવે પણ નહિ.
દશ. ૬ : ૨૦ मुसावाओ य लोगम्मि, सव्व साहूहिँ गरहिओ। अविस्सासो य भूआणं, तम्हा मोसं विवज्जए ॥७॥ આ લોકમાં મૃષાવાદ નિંદ્યો છે સર્વ સાધુએ; અશ્રદ્ધા લોકમાં વ્યાપે મૃષા તેથી સહુ તજો. ૭
આ લોકમાં મૃષાવાદને સર્વ સાધુ પુરુષોએ નિંદેલ છે. અસત્યવાદી પુરુષ જગતમાં અવિશ્વાસપાત્ર બની રહે છે. માટે અસત્યનો સર્વથા ત્યાગ કરવો ઘટે. દશ. ૬ : ૧૩
अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया । हिंसगं न मुसं बूया, नो वि अन्नं वयावए ॥ ८ ॥ પોતા માટે પરાર્થે વા ક્રોધથી ભયથી તથા; કદી હિંસા ભરી ભાષા વદાવે કે વદે નહિ. ૮
સંયમી પોતાના સ્વાર્થ માટે કે બીજાને માટે ક્રોધથી કિંવા ભયથી પરને પીડા ઉત્પન્ન કરે તેવું હિંસાકારી અસત્ય બોલે નહિ કે બીજા પાસે બોલાવે પણ નહિ. દશ. ૬ : ૧૨
अपुच्छिओ न भासिज्जा, भासमाणस्स अंतरा । पिट्ठिमंसं न खाइज्जा, मायामोसं विवज्जए ॥ ९ ॥ બે બોલનારની વચ્ચે બોલાવ્યા વિણ ના વદે; પૂંઠે નિંદા સદા ત્યાગી માયા અસત્યને તજે. ૯