________________
૩૭
છે અને તેને પણ મજિઝમનિકાય સૂત્રમાં સાચા યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું છે.
स्वर्गकामो अश्वमेघेन यजेत ।
સ્વર્ગને ઇચ્છનાર મનુષ્ય અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ.' એવાં એવાં સૂત્રનો પ્રચાર આથી મંદ પડ્યો. જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની આ અસર કંઈ જેવી તેવી ન ગણાય. બહોળા પ્રજાસમૂહમાં વષ થયાં ઘર ઘાલી બેઠેલી રૂઢિઓનું આવી રીતે છેક જ પલટાઈ જવું તે તે વખતની અપાર ક્રાન્તિનું જ સૂચક છે.
તે અસર વેદધર્મ ઉપર કેવા પ્રકારની થઈ તેનો ગીતાજીના આ શ્લોકથી સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે -
श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परंतप !। सर्वं कर्माऽखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥
બધાં દ્રવ્યયજ્ઞો કરવા કરતાં જ્ઞાન યજ્ઞ એ જ ઉત્તમ યજ્ઞ છે. કારણ કે જ્ઞાનયજ્ઞ દ્વારા જ કર્મની પરિસમાપ્તિ થાય છે.'
આ શ્લોકને વિચારતાં આજના રૂઢિધર્મમાં અજ્ઞાનતાનાં કેવાં તાંડવ નૃત્યો થઈ રહ્યાં છે તેનો ખ્યાલ આવશે. જોકે આજે યજ્ઞને નામે પશુઓની હિંસા બહુ સ્પષ્ટ રૂપે દેખાતી નથી. પરંતુ દેવીના નામે કરોડો મૂક પશુઓનાં બલિદાન માનવીના અંતરને ભેદી નાખે તેવાં એ કરુણ ચિત્રો આજે પણ ધર્મને નામે અજ્ઞાન જનતામાં કરાલ સ્વરૂપે દેખાવ દે છે તે રૂઢિનું જ પ્રચંડ સ્વરૂપ છે. શુદ્ધિ
જલશુદ્ધિથી પાપશુદ્ધિની રૂઢિ પણ જુગજુગ જૂની છે અને તે સંસ્કાર હજુ પણ ભોળી પ્રજામાં એક યા બીજા સ્વરૂપમાં