________________
સાધક સહચરી
૧. સાધક વર્ગ जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्स वि संजमो सेओ, अदिन्तस्स वि किंचण ॥१॥
પ્રતિમાસે કરે દાન જે દશલાખ ગાયનું;
તેનાથી સંયમી શ્રેષ્ઠ ભલે આપે ન તે કશું. ૧ જે પ્રતિમાસે-એકેક મહિને દશ દશ લાખ ગાયો દાનમાં આપે તેવા દાતાર કરતાં કંઈ પણ નહિ આપનાર સંયમીનો સંયમ જ વધુ શ્રેષ્ઠ છે.
ઉ. ૯ : ૪૦ पढमं नाणे तओ दया, एवं चिलुइ सव्वसंजए। अनाणी किं काही, किंवा नाही सेयपावगं ॥२॥ પે'લું જ્ઞાન દયા પશ્ચાતુ માની સૌ સંયમી રહે;
અજ્ઞાની જાણશે ક્યાંથી હિતાહિત વિવેકને ? ૨ પ્રથમ જ્ઞાનનું (સમજણ-સારાસારનો વિવેક) અને પછી જ દયા (અને બધી ક્રિયા)નું સ્થાન છે. આ પ્રમાણે વિચારી સંયમી પુરુષો રહે છે. સંયમ માર્ગમાં અજ્ઞાની-અવિવેકી પુરુષ શું કરી શકે ? કારણ કે કલ્યાણકારી શું? અને પાપકારી શું ? તે અજ્ઞાની જાણી શકતો નથી.
દશ, ૪ : ૧૦