________________
૧
૩
સાધવા મથે છે અર્થાત્ જડવાદને અધ્યાત્મવાદનું સાધન બનાવી પ્રગતિને પંથે પડે છે તેની ગણના સાધક કોટિમાં થાય છે.
જડવાદ અને અધ્યાત્મવાદનાં સંઘર્ષણ સ્થૂળરૂપે જેમ દષ્ટિગોચર થાય છે તે રીતે સાધક દશામાં રહેલા જીવાત્માનાં મનોમય ક્ષેત્રમાં પણ થયા કરે છે. કદી વિજય - કદી પરાજય, કદી ઉત્સાહ, કદી નિરાશા એમ પરસ્પર વિરોધક બળોનું સાધકના જીવનમાં સતત આંતર વં ચાલે છે તેવે વખતે તેમને પ્રેરણા અને ઉત્સાહની આવશ્યકતા રહે છે.
સાધક સહચરી ભગવાન મહાવીરનાં પ્રવચન પુષ્પોની માળા છે. ભગવાન મહાવીરની સાધક દશાથી માંડીને સાધ્યસિદ્ધિ સુધીનાં અનુભવોનો તેમાં પરાગ છે. તેની કળી કળીમાં પ્રેરણાની સુવાસ છે. સાધકના અંતઃકરણને પરિપ્લાવિત કરે તેવું તે પુષ્પોનું દર્શન છે. ભગવાન મહાવીર
આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે ઉપલબ્ધ ઇતિહાસ પ્રમાણે ઇ.સ. પૂર્વે પ૯૯ વર્ષ પહેલાં મગધ દેશની રાજધાની ક્ષત્રિયકુંડ નામના નગરમાં ભગવાન મહાવીરનો જન્મ થયેલો. તેમનું મૂળ નામ વર્ધમાનકુમાર. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી. તેમનો આત્મા પ્રબળ સંસ્કારી હતો. જડ અને અધ્યાત્મ સંસ્કૃતિનો તેનો જુગ જુગ જૂનો અનુભવ હતો. તેણે અધ્યાત્મવાદને જડવાદનું વાહન બનાવી લીધું હતું. પિતા, માતા અને સ્વજનોના આગ્રહવશાત્ તેમણે ગૃહસ્થજીવન સ્વીકાર્યું કે ખરું અને અનુભવ્યું કે ખરું પરંતુ જડની આધીનતા નહિ. એમણે ગૃહસ્થજીવનની શ્રેણી પછી ત્યાગમાર્ગનો અંગીકાર કર્યો,