________________
૧૨
જૂની પ્રસ્તાવના
દુન્યવી મનુષ્ય જેમ કોરા અધ્યાત્મવાદમાં સ્થિર નથી રહી શકતો તેમ કેવળ જડવાદથી પણ નથી જીવી શકતો. જડવાદ અને અધ્યાત્મવાદ એ બન્ને તત્ત્વોની વચ્ચે તેનું જીવન વહે છે. પછી ભલે યોગી હો કે ભોગી હો. કારણ કે તે પૂર્ણ પરમાત્માયે નથી અને જડ પણ નથી. તે બન્ને દેહધારી જીવાત્માઓ છે. તે બન્નેમાં ઉપરનાં બન્ને તત્ત્વો છે. તે બે પૈકી એકની અલ્પતા અને એકની બહુલતા તે જ તે બન્ને વ્યક્તિઓ વચ્ચેનું જીવનઅંતર છે. જડવાદ અને અધ્યાત્મવાદ
જયાં દેહ ત્યાં તેને લગતી ક્રિયાઓને પણ સ્થાન છે, અને જયાં દેહભાન છે તે જ જડવાદનું સ્વરૂપ છે. જ્યારે ચૈતન્યપુંજ જડજન્ય સુખમાં અપર્યાપ્તિ અનુભવે છે ત્યારે તેને જે જિજ્ઞાસા, જે તીવ્રતા, સંવેદન જાગે છે, કોઈ દિવ્ય અને ભવ્ય તત્ત્વ પ્રતિ તે આકર્ષાય છે તે સ્થિતિ અધ્યાત્મવાદનું પ્રતીક છે.
આ રીતે વિશ્વમાં અધ્યાત્મવાદ અને જડવાદ એમ બે સંસ્કૃતિપ્રવાહનાં વહનો વહે છે. આ ઇતિહાસ અર્વાચીન નથી, પરંતુ જુગ જુગ જૂનો છે, કદી અધ્યાત્મવાદનું જોર તો કદી જડવાદનું, એ જંગ જેવી રીતે જગતમાં વ્યાપક છે તે જ રીતે વ્યક્તિગત જીવનમાં પણ હોય છે. જેઓ તે પૈકીનાં કોઈ એક પ્રવાહ તરફ ઢળે છે તે બન્નેનું અંતિમ પરિણામ જડવાદ જ છે. એક પર અધ્યાત્મવાદનું નિદૈતન્ય ખોખું છે, જ્યારે બીજા પર સક્રિય જડવાદનું પૂતળું છે.
જે તે બન્ને પ્રવાહોનું પ્રયોજન સમજી તેની એકવાક્યતા