________________
૧
૬
આજના યુગની સૌ કોઈના પર અસર છે તેમાં ના કહી શકાય તેમ નથી. વર્તમાન યુગ
૨૫૦૦ વર્ષ પહેલાં થયેલ પ્રાચીન જૈન ધર્મના પુનરોદ્ધારક અથવા ધર્મસંસ્થાપક ભગવાન મહાવીરનો યુગ જેમ ક્રાન્તિયુગ હતો તેમ આ ગાંધીયુગ પણ ક્રાન્તિનો યુગ છે. જેમ તે વખતે જડવાદ અને અધ્યાત્મવાદનાં સંઘર્ષણ હતાં તેમ આજે પણ છે. તે વખતે જેમ ધર્મમાં વિકાર હતો તેમ આજે પણ છે. માત્ર સ્વરૂપમાં ભલે ભેદ હોય.
જ્યારે સાચી કાન્તિની સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક ત્રણે ક્ષેત્રમાં પ્રજાને ભૂખ લાગી છે, પ્રગતિના પંથે દોડવા પ્રજાનું ચૈતન્ય થનગનાટ કરી રહ્યું છે, વિજ્ઞાન, કળા અને સાહિત્યાદિ સાધનોનો વિકાસ થઈ રહ્યો છે, તેને જ પ્રસંગે સામાજિક રૂઢિઓની જંજીરો, ધર્મને નામે વ્યાપી રહેલાં ધતીંગો વગેરે તેમના માર્ગમાં રોધ કરી ભય અને ઝનૂનને જન્માવી મનુષ્યને અટકાવે છે કે પથભ્રષ્ટ કરે છે. તેથી તેને પ્રેરણા આપી સન્માર્ગ બતાવે તેવા અવલંબનની આજે ખૂબ આવશ્યકતા છે. મહાવીરનું તત્ત્વજ્ઞાન
કોઈપણ મહાપુરુષને સમજવા માટે તેમની ગેરહાજરી પછી તેનાં વચનામૃતો પીવા અને પચાવવા તે જ તેમને સમજવાનો અને તેમાંથી પ્રેરણા લેવાનો સરળ માર્ગ છે. તે જ દૃષ્ટિબિંદુથી ભગવાન મહાવીરના તત્ત્વજ્ઞાનને સમજવા માટે તેમના વચનોને સમજવાં અને આચરવાં ઉપયુક્ત છે એમ