________________
૧૭ ધારી આ નાના પુસ્તકમાં તેમના મુખ્ય મુખ્ય સિદ્ધાંતોને સંગ્રહવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ભગવાન મહાવીરનું તત્ત્વ નિરીક્ષણ તથા તત્ત્વાન્વેષણ જેટલું ઊંડું અને દૂર ગયું છે તેટલાં જ તેમનાં વચનો ગંભીર અને રહસ્યમય છે. ભગવાન મહાવીરનાં વચનો અને અનુભવો જેમાં અંકિત થયાં છે તેને જૈનો સૂત્ર તરીકે ઓળખે છે. તેની મૂળ સંખ્યા ૩૨ની ગણાય છે. તે ઉપરાંત જૈન સંપ્રદાયના ત્યારબાદ થયેલા ભિન્ન ભિન્ન આચાર્યોએ અનેક ગ્રંથો અર્ધમાગધી, પ્રાકૃત, સંસ્કૃત ઇત્યાદિ ભાષામાં ગ્રથિત અને રચિત કર્યા છે. આખાયે જૈનતત્ત્વજ્ઞાનને સમજવા માટે તો સેંકડો ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. તેવો પ્રયત્નશીલ અને અભ્યાસી વર્ગ બહુ જ અલ્પ હોય તે સ્વાભાવિક છે. પરંતુ પ્રજાવર્ગમાં એવો તો બહોળો સમૂહ હોય છે કે જે સંક્ષિપ્ત રૂપમાં તત્ત્વજ્ઞાનને સમજવાનો પિપાસુ હોય.
આજે પોતપોતાના મન કે સંપ્રદાયમાં જ ઇતિસમાપ્તિ માની લેવાનો જમાનો રહ્યો નથી. એક જમાનો એવો પણ હતો કે બીજા મત કે સંપ્રદાયનું સાહિત્ય વાંચવાનું કે ઇતર ધર્મના અનુયાયીઓ સાથે મળી ઉદાર ધર્મચર્ચા કરવામાં સૂગ મનાતી હતી. પોતપોતાના સદાગ્રહમાં અને ધર્મને નામે વિતંડાવાદી તથા ઝઘડાઓ થતા હતા અને પરિણામે ફરજિયાત પોતાનો ધર્મ પળાવવા માટે માનવ જેવી ઉપયોગી જાતિની હિંસા પણ થઈ જતી. આજે પણ એવા સંસ્કારોની છાપ કોઈ કોઈ મત કે વાદોમાં રહી ગઈ છે ખરી. પરંતુ આજે બહોળો વર્ગ એવો છે કે તે સર્વ ધર્મ સમભાવમાં માને છે અને તેનું પ્રમાણ પણ સારી સંખ્યામાં છે. તેથી સંકુચિત માનસ વિસ્તૃત સ્વરૂપ પકડતું જાય છે. એટલું જ નહિ બલ્ક જૂનવાણી