________________
૧૮
માનસમાં પણ હવે ઉદાર ભાવનાના સંસ્કારો રેડાવા લાગ્યા છે. એક વૈષ્ણવ આજે જૈન અને બૌદ્ધ સાહિત્ય વાંચી શકે છે, તે જ રીતે બોદ્ધ અને જૈનોના સંબંધમાં પણ બને છે. કુરાન, બાઈબલ, ગીતા વગેરે વગેરે પુસ્તકો કોઈ પણ સંપ્રદાયનો માણસ હોંશે હોંશે વાંચીને પચાવે છે. સારાંશ કે “મારું એ સાચું તેને બદલે સાચું એ મારું' એ ભાવના વ્યાપક થતી જાય છે. અને તે યોગ્ય અને સંગત પણ છે.
કોઈપણ દર્શન, મત, વાદ કે ધર્મ સત્ય પર પ્રતિષ્ઠિત થયાં હોય છે અને સત્યને ઉદ્દેશીને જ તેનાં નિયમો ઘડાયા હોય છે. તે વસ્તુ નિર્વિવાદ છે, અને જે સામાન્ય ભેદ હોય છે તે માત્ર સમાજનું માનસ, દેશકાળ અને પરિસ્થિતિને અનુલક્ષીને જ યોજાયું હોય છે. તે તે ધર્મ, મત, વાદ કે સંપ્રદાયના અનુયાયીઓને આ વસ્તુસ્થિતિનું પછીથી ભાગ્યે જ ભાન રહે છે. તેથી તેનો બહોળો વર્ગ ધર્મની વાસ્તવિકતા કરતાં રૂઢિ તરફ વધારે ઢળતો જાય છે તેથી જ ધર્મ જેવું અખંડ અને અબાધિત તત્ત્વ હોવા છતાં તેને તે સાંપ્રદાયિક બનાવી વિકૃત બનાવી દે છે.
આવી પરિસ્થિતિને અંગે કોઈ પણ ધર્મને સમજવા માટે તે ધર્મ સંસ્થાપકના અનુયાયીઓનાં જીવન પરથી તે ધર્મને કદી સમજી શકાય નહિ અને માપીયે શકાય નહિ. કારણ કે તેઓ પોતે પોતાના ધર્મ પિતાના સિદ્ધાંતોથી કેટલીક વાર વિરુદ્ધ વર્તતા હોય છે અને તે વસ્તુનું તેને ભાન સુધ્ધાં હોતું નથી. એટલે અનુયાયીઓના વર્તન પરથી જ જો તે તે ધર્મસંસ્થાપકોનું જીવન મપાય તો તે મહાપુરુષોને ખૂબ જ અન્યાય મળે. એટલે જ તેમને ઓળખવા માટે તેમના મૂળભૂત સિદ્ધાંતોનું અધ્યયન કરવા ઉપરાંત તેમના સમયની સમાજ, રાષ્ટ્ર અને લોકવલણની