________________
૧૫
કે સ્વાર્થ ન હતાં, પણ પ્રેમ વિશ્વબંધુત્વ અને સંયમ હતાં. મહાવીર અને બુદ્ધ
એ ધાર્મિક ક્રાન્તિના પ્રણેતા ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બન્ને હતા. આ બન્ને સમકાલીન અને સમાન આદર્શના પ્રચારક હોવાથી તેમના તત્ત્વજ્ઞાનમાં પણ બહુ અંશે સામ્યતા જ રહેલી છે. જે આપણે આગળ વિચારીશું. તે બન્નેના પ્રેમાળ પ્રઘાતે આખી પ્રજાનું માનસ પલટી નાખ્યું. તેમના સિદ્ધાંતોના પ્રચારે ધર્મનું વિકૃત સ્વરૂપ પરિવર્તન પામવા લાગ્યું. જડવાદોના ગાઢ સંસ્કારોમાં આવી અપ્રતિમ ક્રાન્તિનાં બીજ રોપવાં એ કંઈ સામાન્ય વસ્તુ નથી.
લોકમાનસના માનસક્ષેત્રમાં ઊંડા ઊંડા અવગાહન કરી અજ્ઞાનતાનાં મૂળ કારણો શોધવામાં તેમણે કેટકેટલું માનસશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હશે ! એક વિચારક અને તત્ત્વચિંતક ગણાતા મનુષ્યને વ્યક્તિગત સામાન્ય રૂઢિનો ત્યાગ કરવામાં કેટકેટલું માનસમંથન અને પ્રકૃતિવંદ્વ કરવાં પડે છે ? તે દષ્ટિબિંદુથી આખાયે બહોળા લોકસમૂહને તદ્દન નવીન માર્ગ પર ચલાવવા જતા તેને કેટલો પુરુષાર્થ કરવો પડ્યો હશે ! તે માર્ગમાં આવી પડતાં અનેક સંકટો સહવામાં તેણે કેવું અપાર આત્મબળ અને શાન્તિની સાધના કરી હશે ! જીવન સાથે જોડાયેલા વાસનાના સંસ્કારોનું નિર્મૂળ કરવા માટે તેણે કયું શસ્ત્ર અજમાવ્યું હશે ! વિકાસ, સુખ અને શાંતિ આરાધવા માટે તે સાધકે સાધકદશામાં કેવી રીતે પ્રગતિ કરી હશે ! તે આજના યુગમાં જાણવાની સૌ કોઈની આવશ્યકતા છે. પછી તે ગમે તે માર્ગનો વિહારી હોય સાધક તરીકે કહેવાતો હોય કે વિલાસી કહેવાતો હોય પરંતુ