________________
જાતિ વર્ગ
૬૧
જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી વેપાતું નથી, તેમ સંસારમાં રહેવા છતાં કામભોગોથી જે અલિપ્ત થાય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
ઉ. ૨૫ : ૨૭ जायरूवं जहामटुं, निद्धन्तमलपावगं । रागदासभयाईयं, तं वयं बूम माहणं ॥४॥ સુવર્ણ નિર્મળું થાયે જેમ અગ્નિ વિષે તપી; રાગદ્વેષ તજી તેમ શુદ્ધ થાય સુબ્રાહ્મણ. ૪
સુવર્ણ અગ્નિથી મેલરહિત થઈ શુદ્ધ થાય છે તેમ જે મળ અને પાપકર્મથી રહિત થઈ શુદ્ધ થાય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
ઉ. ૨૫ : ૨૧ जहित्ता पुव्वसंजोगं, नाइसंगे य बन्धवे । जो न सज्जइ भोगेसु, तं वयं बूम माहणं ।। ५ ।। જ્ઞાતિ ને બંધુઓ કેરા પૂર્વ સંબંધને ત્યજી; ન ભોગોમાં ફરી ચોંટે તેને બ્રાહ્મણ હું વંદુ. ૫
જે પૂર્વ સંબંધ (માતા, પિતા, ભાઈ વગેરેના સંયોગ), જ્ઞાતિજનોના સંગ અને સ્વજન તથા બંધુવર્ગની આસક્તિ છોડીને પછીથી તેના રાગમાં કે ભોગોમાં આસક્ત ન થાય તેવા ત્યાગીને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.
ઉ. ૨૫ : ૨૯ कोहो य माणो य वहो य जेसिं, मोसं अदत्तं च परिग्गहं च । ते माहणा जाइविज्जाविहूणा, जाइं तु खेत्ताइं सुपावयाइं ॥६॥
ક્રોધ, માન, મૃષા, હિંસા, અદત્ત ને પરિગ્રહ; ધરે તે બ્રાહ્મણો શાના? જાતિ ને જ્ઞાન હો ભલે, ૬