________________
સાધક વર્ગ
सुन्निहिं च न कुव्विज्जा, अणुमायं पि संजए । मुहाजीवी असंबद्धे, हविज्ज जगनिस्सिए ॥ १२ ॥ સંચય ન કરે સાધુ સંયમી અણુ માત્રનો; નિઃસ્વાર્થી ને અનાસક્ત બને તે જગવલ્લભ. ૧૨ જે સંયમી સાધક કદી પણ પોતાની ઉપયોગી આવશ્યકતાથી અધિક સંચય ન કરે, તેમજ મળેલામાં પણ નિઃસ્વાર્થી અને અનાસક્ત રહે તે વિશ્વવલ્લભ બને છે.
દશ. ૮ : ૨૪
૫
अट्टरुद्यणि वज्जित्ता, ज्ञाएज्जा सुसमाहिए । धम्मसुक्काई झाणाई झाणं तं तु बुहा वए ॥ १३ ॥ *આર્દ્રતા રૌદ્રતા છોડી ધરે જે ધ્યાનને મુનિ;
જ્ઞાનીઓએ કહ્યું ધ્યાન ધર્મ કે શુક્લ તે ખરું. ૧૩
સમાધિવંત સાધક આર્ટ અને રૌદ્ર એ બન્ને ધ્યાનને છોડીને ધર્મધ્યાન તથા શુક્લ ધ્યાનને ચિંતવે છે તેને મહાપુરુષોએ સાચું ધ્યાન કહ્યું છે. ૩. ૩૦ : ૩૫ તેથી જ કહ્યું છે કે અસદ્ ગુણોમાં ચિત્તને ન પ્રેરતાં ઉચ્ચ ધ્યાનમાં જ ચિત્તને જોડવું.
* જૈનદર્શનમાં આર્ટ, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ સંજ્ઞાથી ઓળખાતા ધ્યાનના ચાર પ્રકારો છે. ક્લેશ, પીડા, ખેદ, શોક, રુદન એવાં એવાં અશુદ્ધ આંદોલનોથી મન જ્યારે વ્યાક્ષિપ્ત હોય છે ત્યારે તે આર્ત અને રૌદ્ર ગણાય છે. પરંતુ જ્યારે ક્ષમા, દયા, સંયમ, ત્યાગ, બ્રહ્મચર્ય અને એવા સદ્ગુણો તરફ પ્રેરાયેલું હોય છે ત્યારે તે ધ્યાનને ધર્મધ્યાન અને તે સદ્ગુણો દ્વારા અધ્યાત્મ વિકાસશ્રેણિના ઉચ્ચભાવને જ્યારે તે સાધક પામે છે અને જે શ્રેણિ પર ગયા પછી પતન થતું નથી તે વખતના ધ્યાનને શુક્લ ધ્યાન કહેવાય છે.