________________
સાધક સહચરી જ્ઞાનશ્રવણથી જન્મે વિજ્ઞાન જ્ઞાનથી ઊગે; વિજ્ઞાને પાપનો ત્યાગ સંયમ પાપ ત્યાગથી. ૩ સંયમે પાપનો રોધ ને તેથી તપ સંભવે; તપથી કર્મનો નાશ અક્રિય આત્મમુકિતને. ૪
* મનુષ્યો જયારે સાચા ધર્મનું શ્રવણ કરે છે ત્યારે તેનામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન થયા પછી જ વિશિષ્ટ જ્ઞાન મેળવે છે. એવા આત્મજ્ઞાન પછી વૈરાગ્ય ફુરે છે, વૈરાગ્ય હુર્યા પછી વ્રતોની આરાધના થાય છે. વ્રતો ધારણ કર્યા બાદ સંયમ સાધ્ય બને છે. સંયમ જમ્યા પછી પાપવૃત્તિનો રોધ થાય છે અને ત્યારબાદ તપશ્ચર્યા દ્વારા કર્મ-માયાનાં આવરણો શિથિલ થાય છે અને સર્વથા કર્મરહિત થયેલું શુદ્ધ ચૈતન્ય સંપૂર્ણ સિદ્ધિને પામે છે.
આ રીતે સદ્ધર્મથી મુક્તિ સુધીની સાધક માટેની આ વિકાસશ્રેણી છે, ક્રમપૂર્વક એક એક ચડવામાં જોખમ નથી અને આત્મહિતની અડોલ સાધના થતી રહે છે. ક્રમ ઉલ્લંઘવામાં ખૂબ જોખમ અને પતનનો ભારી ભય રહે છે. તો સૌ કોઈ કર્મપૂર્વક આગળ ધપે.
ભગવતીસૂત્ર
* આ આખો વિકાસક્રમ શ્રમણ ભગવાન મહાવીરે પોતાના સુશિષ્ય ગૌતમને ઉદ્દેશીને પ્રશ્નના ઉત્તરમાં કહેલ હતો. આ બિના ભગવતીસૂત્રમાં છે.