________________
બહિરાત્માના આ પ્રકોપને સમજીને દૂર કરવાનો પ્રયત્ન કરવો તે જ સાધકના વિકાસનું પ્રથમ પગથિયું છે. સાચો વિજય
આ વર્ગમાં બીજાં બધાં યુદ્ધો કરતાં આત્મસંગ્રામ પર વધુ ભાર આપ્યો છે. બીજા સંગ્રામોમાં પ્રાપ્ત કરેલા વિજયમાં એક વ્યક્તિના જાની સામે ઘણા માનવસમાજની હાર અને ઘણા માનવસમાજનો ભોગ હોવાથી તે વિજયથી પ્રાપ્ત થતો સંતોષ સુખપ્રદ થતો નથી અને પ્રાયઃ વૈરવર્ધક હોવાથી પરિણામે વહેલો કે મોડો તે જય હોવા છતાં પરાજય રૂપે પલટો પામે છે, આથી જ જૈનદર્શન આત્માની જીત એ જ સાચો વિજય માને છે. અને તે વિજયમાં જ વિશ્વના પ્રત્યેક પ્રાણીઓનાં અભય, સુખ અને શાંતિનાં મૂળ છે.
તે વિજય મેળવવા માટે શસ્ત્રો રૂપે પ્રથમ શસ્ત્ર સંયમ અને બીજું શસ્ત્ર તપશ્ચર્યા બતાવેલું છે. તપશ્ચર્યા એટલે ભૂખ્યા રહેવું અને દેહને દમી નાખવો તેમ નહિ પણ જે ક્રિયાનો સંબંધ વૃત્તિની સાથે જ હોય છે, જે તપશ્ચર્યાદિ ક્રોધાદિ કરિપુઓ પર કાબુ આવે છે, જીવનનો વિકાસ થાય છે, ચૈતન્યની ઝમક જાગે છે તે જ સાચી તપશ્ચય છે.
ભિન્ન ભિન્ન સંસ્કારો અને ભિન્ન ભિન્ન વૃત્તિવાળા મનુષ્યો શારીરિક, આર્થિક, આધ્યાત્મિક ત્રણે દૃષ્ટિથી લાભ ઉઠાવે અને સહજ રીતથી સાધી શકે તેવા તપશ્ચયના ભિન્ન ભિન્ન વિભાગો યોજેલા છે. આ વર્ણન વ્રતવિચારવર્ગમાં આવે છે.
ત્રીજા વર્ગમાં ધર્મની વાસ્તવિકતા બતાવી છે, અમુક જાતનાં ટપકાં કે અમુક જાતની ક્રિયા અથવા દેવળમાં જવાથી કે માળા