________________
४४
સાધક સહચરી તપસ્વી, સંયમી, ત્યાગી, સરલ ને સહિષ્ણુ જે; સાધુ સંકટને વેઠે તેને સુલભ સદ્ગતિ. ૧૯
જેનામાં આવ્યંતર તથા બાહ્ય તપશ્ચર્યાના ગુણ પ્રધાનપણે છે, જે પ્રકૃતિથી સરળ, સહિષ્ણુ અને સંયમી છે તથા આવી પડતાં સંકટોને સહન કરે છે; તેવા ત્યાગી સાધકને સુગતિ પ્રાપ્ત થવી સાવ સુલભ છે.
દશ. ૪ : ૨૭
गोवालो भण्डवालो वा, जहा तद्दव्वणिस्सरो । एवं अणिस्सरो तं पि, सामण्णस्स भविस्ससि ॥ २०-२१ ॥ જેમ ગોવાળ ગાયોનો રખેવાળ ન માલિક; રક્ષે ભંડાર ભંડારી કિંતુ ન દ્રવ્યનો ધણી. ૨૦ તેમ જ માનવી કોઈ સમજીને સ્વાંગ સાધુનો; સંયમને ન પાળે તો ન તે શ્રમણ્યનો ધણી. ૨૧
જેમ ગોવાળ ગાયોને હાંકવા છતાં ગાયોનો ધણી નથી પણ લાકડીનો ધણી છે અને ભંડારી દ્રવ્યને રક્ષવા છતાં પણ ચાવીનો જ ધણી છે; તેમ સાધુ પણ જો સાધુનો વેશ જ માત્ર પહેરી લે અને સંયમ ન પાળે તો તે સાધુતાનો-ચારિત્રનો ધણી નહિ પણ માત્રા વેશનો જ ધણી બને છે. ઉ. ૨૨ : ૪૫
अहिगरणकडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं । अढे परिहायती बहु, अहिगरणं न करेज्ज पण्डिए ॥ २२ ॥
કરે કલહ જે ભિક્ષુ વાણી દારુણ જે વદે; હણાયે સાધુતા તેની તેવું કરે ન પંડિત. ૨૨