________________
શ્રમણ વર્ગ
૪૩
લીલું ઘાસ ખાઈ તથા સરોવરમાં પાણી પી, આવી રીતે મૃગચર્યા કરીને પછી પોતાના નિવાસસ્થાને તે પહોંચી જાય છે. એ જ પ્રમાણે ઉદ્યમવંત સાધુ એકાકી (રાગદ્વેષને દૂર કરી) મૃગચર્યા ચરીને પોતાના આત્મવિકાસને પામે.
૩. ૧૯ : ૭૮, ૭૯, ૮૦, ૮૧, ૮૨
अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया | मुक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥ १७ ॥ મોક્ષ સાધન હેતુથી ધારતો સાધુ દેહને; આ ભિક્ષાવૃત્તિ નિષ્પાપી તે સારુ વર્ણવી જિને. ૧૭
અહો ! સાધુપુરુષનો દેહ મોક્ષના સાધનરૂપ છે, તેથી તેને નિભાવવા સારુ જ જિનેશ્વર દેવોએ નિષ્પાપી ભિક્ષાવૃત્તિ બતાવી છે. દશ. ૫. ૩. ૧ : ૯૨
कालेण निक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जित्ता, काले कालं समायरे ॥ १८ ॥
સમયે જાય ભિક્ષાર્થે ને પાછો સમયે ફરે; કાળને ઓળખી કાર્ય કરે ભિક્ષુ વિચક્ષણ. ૧૮
માટે વિચક્ષણ ભિક્ષુ સમય થયે સ્થાનથી બહાર આહારનિહારાદિ ક્રિયા માટે જાય અને વખત થયે પાછો ફરે. તેમજ કાળધર્મને અનુકૂળ થઈને સર્વ કાર્યો કરે. ઉ. ૧ : ૩૧
तवोगुणप्पहाणस्स, उज्जुमईखन्तिसंजमरयस्स । परीसहे जिणंतस्स, सुलहा सुगई तारिसगस्स ॥ १९ ॥