________________
કર્મ વર્ગ
४८
બને છે ભોગથી રોગી ત્યારે કલ્પાંત તે કરે; દેખી ફળ સ્વકનાં બીએ છે પરલોકથી. ૭
(જે જીવાત્મા ઉત્તમ એવા નરદેહને પામી આત્મસત્ત્વ બુદ્ધિ અને સાધનોનો દુરૂપયોગ કરે છે તેના દુર્ગુણો અને પરિણામનું આ વર્ણન છે.)
જે માનવ હિંસક, જૂઠો, માયાવી, ચાડિયો, શઠ અને મૂર્ખ બની રામા અને ધનમાં રક્ત રહે છે અને તેમાં જ આનંદ છે એમ મોહથી માની બેસે છે, તે કાયાથી અને વચનથી મદોન્મત થયેલો જીવાત્મા અણસિયું માટીને જેમ બે પ્રકારે ભેગી કરે છે તેમ બે પ્રકારે કર્મરૂપ મળને એકઠો કરે છે.
ત્યારબાદ પરિણામે જ્યારે રોગથી પીડાય છે ત્યારે ખૂબ કલ્પાંત કરે છે અને પોતાનાં કરેલાં દુષ્કર્મોનાં ફળોને સંભારીને હવે પરલોકથી પણ અધિક બીવા માંડે છે.
ઉ. ૫ : ૯, ૧૦, ૧૧ तेणे जहा संधिमुहे गहीए, सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच्च इहं च लोए, कडाण कम्माण न मुक्ख अत्थि ॥८॥
ઝલાયો ચોર ચોરતાં પામે દુઃખ સ્વકર્મથી; તેમ કર્મ તણી મુક્તિ ન થાયે ભોગવ્યા વિના. ૮
ચોરી કરતાં પકડાયેલો પાપકર્મ કરનાર ચોર જેમ પોતાના કૃત્યથી પીડાય છે તેમ જીવો અહીં અને પરલોકમાં આવી રીતે પોતાના કર્મ વડે જ પીડા પામે છે; કારણ કે કરાયેલાં કર્મોની ભોગવ્યા વિના મુક્તિ નથી.
ઉ. ૪ : ૩