________________
પાપશ્રમણ વર્ગ
૫૭ जे लक्खणं च सुविणं, अङ्गविज्जं च जे पउंजंति न हु ते समणा वुच्चंति, एवं आयरिएहिअक्खायं ॥ ४ ॥ સ્વપ્રજ્ઞાન તથા જ્યોતિષુ અંગવિદ્યા પ્રયોગથી; આજીવિકા ચલાવે છે તે સાધુ સાધુ ના કદી. ૪
જેઓ જયોતિષ, સ્વપ્રશાસ્ત્ર અને અંગવિદ્યાનો આજીવિકા ચલાવવા માટે ઉપયોગ કરે છે તે સાધુઓ કહેવાતા નથી, એમ આચાર્યોએ ફરમાવ્યું છે.
ઉ. ૮ : ૧૩ बहुमाई पमुहरे, थद्धे लुद्धे अणिग्गहे। असंविभागी अवियत्ते, पावसमणित्ति वुच्चइ ॥ ५ ॥ માયાવી, બહુ વાચાલ, લુબ્ધ, માની, અસંયમી; સ્વાર્થી અસ્નેહનું પાત્ર પાપ સાધુ ગણાય છે. ૫
જે ઘણું કપટ કર્યા કરે, જૂઠું બોલે, અહંકારી હોય, લોભી કે અજિતેન્દ્રિય હોય તેમ જ અવિશ્વાસુ અને સ્વાર્થી હોય તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
ઉ. ૧૭ : ૧૧ विवादं च उदीरेइ, अहम्मे अत्तपन्नहा ।
वुग्गहे कलहे रत्ते, पावसमणित्ति वुच्चइ ॥६॥ વિવાદને ઉછેરે છે અધમ આત્મવંચક; યુદ્ધ ને ક્લેશમાં રક્ત પાપ સાધુ ગણાય છે. ૬
જે અધર્મી (દુરાચારી) અને આત્મવંચક બની વિવાદને ઉત્પન્ન કરે છે તેમજ લડાઈ અને કલહમાં સદા રક્ત રહે છે તે પાપી શ્રમણ કહેવાય છે.
ઉ. ૧૭ : ૧૨