________________
૧૨ : પાપભ્રમણ વર્ગ जे केई पव्वइए, निहासीले पगामसो । मोज्जा पेच्चा सुहं सुवइ, पावसमणित्ति वुच्चइ ॥१॥ જે કોઈ થઈને સાધુ નિદ્રાશીલ રહે બહુ ખાઈ પીને સુખે પોઢે પાપ સાધુ ગણાય છે. ૧
જે સાધક ત્યાગી થઈને ઊંઘવાનો સ્વભાવ ઘણો રાખે અને ખાઈ-પીને પોઢવામાં જ જેની દિનચર્યા પૂર્ણ થતી હોય તે શ્રમણ, શ્રમણ નહિ પણ પાપીશ્રમણ કહેવાય છે. ઉ. ૧૭ : ૩
दुद्धदहीविगईओ, आहारेइ अभिक्खणं । अरए य तवोकम्मे, पावसमणित्ति वुच्चइ ॥२॥ દહીં દૂધ તથા બીજાં રસીલાં ભોજનો ભરે; તપમાં પ્રીતિ ના ધારે પાપ સાધુ ગણાય છે. ૨
જે દૂધ, દહીં કે તેવા રસવાળા પદાર્થોનો વારંવાર ખાધા કરે છે પણ તપશ્ચર્યા અને સંયમ તરફ લેશમાત્ર પ્રીતિ ધરાવતો નથી, તે પણ પાપી શ્રમણ કહેવાય છે. ઉ. ૧૭ : ૧૫
आयरियउवज्झाएहिं, सुयं विणयं च गाहिए। ते चेव खिसइ बाले, पावसमणित्ति वुच्चइ ॥३॥ આચાર્યાશ્ચપકો જેણે વિનય જ્ઞાન શીખવ્યાં; તેમની જે કરે નિંદા પાપ સાધુ ગણાય છે. ૩ | વિનયમાર્ગ ધર્મની અને જ્ઞાનની જે ગુરુ દ્વારા પ્રાપ્તિ થઈ છે તેવા ગુરુને સ્વાર્થ સર્યા પછી નિંદે કે તિરસ્કાર કરે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
ઉ. ૧૭ : ૪