________________
૭ઃ શુદ્ધિ વર્ગ तवो जोई जीवो जोइठाणं, जोगा सुया सरीरं कारिसंगं । कम्मेहा संजमजोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥१-२॥
જીવ છે જ્યોતિનું સ્થાન તપ શાશ્વત જ્યોતિ છે; સત્કર્મ કડછી રૂ૫ શરીર યા વેદિકા. ૧ કુકર્મ લાકડાં રૂપે સંયમ શાંતિ મંત્ર છે; એવો યજ્ઞ કરો ભાવે જે પ્રશંસ્યો મહર્ષિએ. ૨
જે યજ્ઞમાં તપ એ જ અગ્નિ છે, જીવાત્મા અગ્નિનું સ્થાન છે, મન, વચન અને કાયાના યોગરૂપ કડછી છે, શરીરરૂપ યજ્ઞવેદિકા છે, કર્મરૂપી લાકડાં છે અને સંયમરૂપ શાંતિ મંત્ર છે; આવા પ્રશસ્ત ચારિત્રરૂપ ભાવ યજ્ઞને જ સૌ કરો કે જે યજ્ઞાને મહર્ષિજનોએ ઉત્તમ ગણ્યો છે.
ઉ. ૧૨ : ૪૪ धम्मे हरए बब्भे सन्तितित्थे, अणाविले अत्तपसन्नलेस्से । जहिंसि बहाओ विमलो विसुद्धो, सुसीइभूओ पजहामि दोसं ॥३॥
ધર્મ છે જળનો કુંડ બ્રહ્મચર્ય સુતીર્થ છે; તેમાં નાહ્ય જશે દોષો શાંતિ ને શુદ્ધિ પામશે. ૩
જયાં ધર્મરૂપી હદ (કુંડ) અને બ્રહ્મચર્યરૂપી પુણ્યતીર્થ છે તે કુંડના તીર્થમાં નાહવાથી જ દોષની નિવૃત્તિ થાય છે અને શાંતિ તથા શુદ્ધિની પ્રાપ્તિ થાય છે.
ઉ. ૧૨ : ૪૬