________________
૮ : શ્રમણ વર્ગ
एगप्पा अजिए सत्तू, कसाया इन्द्रियाणि य । ते जिणित्तु जहानायं, विहरामि अहं मुणी ॥ १ ॥
દુરાત્મા છે મહાશત્રુ કષાયો ઇંદ્રિયો વળી; જીતી તેને યથા ન્યાયે વિહરે તે મહામુનિ. ૧
(મનની દુષ્ટ પ્રવૃત્તિને વશ થયેલો) એક જીવાત્મા (જો ન જિતાય તો તે જ) શત્રુ છે, અને એ શત્રુના પ્રતાપે ચાર કષાયો અને પાંચ ઇંદ્રિયો પણ શત્રુ છે. એમ આખી શત્રુની પરંપરાને ન્યાય પ્રમાણે જીતીને શાંતિપૂર્વક વિહરે તે જ મહામુનિ છે. ૩. ૨૩ : ૩૮
भवतण्हा लया वुत्ता, भीमा भीमफलोदया । तमुच्छित्तु जहानायं, विहरामि महामुणी ॥ २॥ ભવતૃષ્ણા લતા ભૂંડી ભીષણ ફળને ફળે; છેદીને મૂળથી તેને વિહરે તે મહામુનિ. ૨
આ સંસારમાં મહાપુરુષોએ સંસારને વધારના૨ી તૃષ્ણાને જ વિષવેલ કહી છે કે જે વેલ ભયંકર અને ઝેરી ફળો આપી જીવોને જન્મમરણ કરાવી રહી છે. તેને બરાબર જાણી જે મૂળથી ઉખેડી નાખે તે જ મહામુનિ છે. ૩. ૨૩ : ૪૮
अच्चणं रयणं चेव, वन्दणं पूयणं तहा । इड्डीसक्कारसम्माणं, मणसा वि न पत्थए ॥ ३॥ પૂજા, સત્કાર ને સેવા કીર્તિ, સન્માન, અર્ચન; થાઓ કિંવા ન થાઓ તે વાંચ્છા સેવે ન સાધકો. ૩