________________
સાધક વર્ગ
जस्संतिए धम्मपयाइ सिक्खे, तस्संतिए वेणइयं पउंजे । सक्कारए सिरसा पंजलीओ, कायग्गिरा मो मणसा अनिच्चं ॥ २३ ॥
જેનાથી ધર્મદિક્ષા લે વિનય તે તણો કરે; કૃતાંજલિ, શિરે વંદે વાણી ને મન કર્મથી. ૨૩
સાધક જે ગુરુની પાસેથી ધર્મના નિયમો શિખેલો હોય તે ગુરુનો વિનયભાવ બરોબર જાળવે તેમજ મસ્તકે અંજલિ જોડી તેમને પ્રણામ કરે, વચનથી તેમનો સત્કાર કરે અને કાયાથી તેમની સેવા કરે.
દશ. ૯ : ઉ. ૧ : ૧૨ निसन्ते सियामुहरी, बुद्धाणं अन्तिए सया। अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जए ॥ २४ ॥ નિઃશાંત મિત્રભાવેથી જ્ઞાની જન થકી સદા; શીખી લે અર્થ વિજ્ઞાન અર્થહીન તજી બધું. ૨૪
અતિ શાંત થવું અને મિત્રભાવે જ્ઞાનીજનો પાસે વિકાસને ઉપયોગી અર્થ વિજ્ઞાન શીખવું. નિરર્થક ગપાટા મારી સત્સંગનો દુરુપયોગ ન કરવો.
ઉં. ૧ : ૧૮ जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेन्ति भावेण ।। अमला असङ्किलिट्ठा, ते हो न्ति परित्तसंसारी ॥ २५ ॥
જિનાજ્ઞા આચરે ભાવે તે માંહે અનુરક્ત જે;
સાધુ પવિત્ર અક્રોધી તે પામે ભવપારને. ૨૫ જે જિનપુરુષોના વચનમાં અનુરક્ત રહી ભાવપૂર્વક તે વચન પ્રમાણે હંમેશાં આચરણ રાખે છે તે પુરુષો પવિત્ર અને રાગદ્વેષના કલેશરહિત થઈ થોડા જ સમયમાં આ દુ:ખદ સંસારનો પાર પામે છે.
ઉ. ૩૬ : ૨૫૮