________________
૧૦
સાધક સહચરી
पिंडोलएब्व दुस्सीले, नरगाओ न मुच्चई । भिक्खाए वा गिहत्थे वा सुव्वए कम्मई दिवं ॥ २६ ॥ જે રસાસક્ત દુઃશીલ નારકાવાસ તે જશે; ભિક્ષુ હો કે ગૃહસ્થી સ્વર્ગ પામે સુસંયમી. ૨૬
ભિક્ષાચારી કરનાર ભિક્ષુ પણ જો રસમાં આસક્ત અને દુરાચારી હોય તો તે નરકથી છૂટી શકતો નથી. સારાંશ કે ભિક્ષુ હો કે ગૃહસ્થ હો ! સદાચારી અને સુસંયમી હોય તે જ સ્વર્ગમાં જઈ શકે છે.
ઉ. : ૫ : ૨૨ पच्छा वि ते पयाया, खिप्पं गच्छन्ति अमर भवणाई । जेसि पियो तवो संजमो अ, खंती अ बंभचेरं च ॥ २७ ॥ બ્રહ્મચર્ય ક્ષમા જેને પ્રિય છે તપ, સંયમ; પ્રાણાંતે સાધકો તે તો પામે દિવ્યગતિ શિવ. ૨૭
જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય વહાલાં છે તેવા સાધકો મૃત્યુ પછી પણ ઉચ્ચ પ્રકારની દિવ્યગતિ પામે છે.
દશ. ૪ : ૨૮ निहं च न बहु मनिजा, संप्पहासं विवज्जए । मिहो कहाहि न रमे, सञ्जायम्मि रओ सया ॥ २८ ॥ નિદ્રાનો શોખ ના રાખે તજી હાંસી મજાકને; રમે ન ગુપ્ત વાતોમાં સ્વાધ્યાય રક્ત સાધક. ૨૮
સાધક, નિદ્રાનો શોખ ન રાખે, હાંસીની વાતોનો ત્યાગ કરે, કોઈની છાની વાતોમાં રસ ન લે. પરંતુ હંમેશાં નિવૃત્તિના સમયે અભ્યાસ તેમજ ચિંતનમાં લીન થાય. દશ. ૯ : ૪૨