________________
૩૫
વર્ણવ્યવસ્થા જાતિગત નથી પણ કર્મગત છે. ગુણ કે કર્મથી જ મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર તરીકે ઓળખાય છે.
न जच्चा वसलो होति न जच्चा होति ब्राह्मणो । कम्मुना वसलो होति कम्मुना होति ब्राह्मणो ॥
સુત્તનિપાત : અગ્નિભારદ્વાજસૂત્ર. ૧૩. બૌદ્ધ મનુષ્ય જાતિથી જ બ્રાહ્મણ કે જાતિથી જ શૂદ્ર ગણાતો નથી પરંતુ કર્મથી જ બ્રાહ્મણ અને કર્મથી જ શૂદ્ર ગણાય છે.”
તે કાળમાં જન્મગત જાતિની માન્યતા રૂઢ થવાથી ઉચ્ચનીચના ભેદો વ્યાપ્યા હતા. અને સ્ત્રી તથા શૂદ્રવર્ગના અધિકારો છીનવી લઈ બ્રાહ્મણો આ સૂત્રનો પ્રજા વર્ગમાં ખૂબ પ્રચાર કરતા કે સ્ત્રીસૂકી નધિયાતામ્ સ્ત્રી કે શૂદ્રોને અધ્યયન કરવાનો અધિકાર જ નથી. તે જ પ્રસંગોમાં ઉપર્યુક્ત સૂત્ર પ્રમાણે મહાવીર તથા બુદ્ધદેવે ચંડાલોને અધ્યયનનો તો શું બબ્બે મોક્ષનો પણ અધિકાર છે, તે વિચારોનો પ્રચાર કરી પ્રજાવર્ગમાં ક્રાન્તિ મચાવી.
જૈનદર્શનમાં હરિકેશનમુનિ અને બૌદ્ધદર્શનમાં સોપાક આદિ મુનિઓ વગેરેનાં ત્યાગી જીવન આજે પણ તેમના મૌલિક સૂત્રોમાં દૃષ્ટાંતરૂપે રહીને જાતિવાદના ખંડનનું જવલંત દૃષ્ટાંત પૂરું પાડે છે. આ પ્રમાણે સેંકડો સ્ત્રીઓ બુદ્ધ અને જૈનદર્શનની ત્યાગી સંસ્થામાં ભળી હતી તેનાયે ઘણા દૃષ્ટાંતો છે.
આ ક્રાન્તિની અસરથી પાછળથી વેદધર્મમાં પણ આ ભાવના પ્રચાર પામી હોય તેમ દેખાય છે. ગીતાજીમાં કૃષ્ણ કહે છે કે – चातुर्वर्यं मया सृष्टं गुणकर्मविभागतः ।
ગીતા કર્મયોગ : ૧૩ વેદ.