________________
૩૦
બારમા પાપશ્રમણવર્ગમાં જે પોતાને ત્યાગી તરીકે કહેવડાવી ભોળી પ્રજાને ભરમાવી વેશને બહાને પૂજા અને વિલાસ ભોગવે છે તેઓ બીજાઓનું અને પોતાની જાતનું કેટલું નુકસાન કરે છે તેનો આ વર્ગમાં સ્પષ્ટ ઉલ્લેખ આપી શ્રમણપદની મહાન જવાબદારી સૂચવવામાં આવી છે.
તેરમા જાતિવર્ગમાં વર્ણવ્યવસ્થાનું સાચું સ્વરૂપ બતાવી જાતિ એ ગુણ અને કર્મને અનુસરીને છે. બ્રાહ્મણ કોણ ગણાય ? એ બધું સમજાવ્યું છે.
જાતિવાદને લીધે આજે પણ જે ઉચ્ચનીચના ભેદો, જાતિ જાતિ વચ્ચેના કદાગ્રહો, કલહો અને તિરસ્કારો વ્યાપી રહ્યા છે તેનો આ વર્ગ વાંચતાં ઉકેલ આવશે અને તે પરથી ધર્મમાં જાતિવાદના ઉચ્ચનીચના ભેદો કે ઝઘડાઓ હોતા નથી અને હોઈ શકે નહિ, એ તો ધર્મના બહાના હેઠળ માત્ર મનુષ્યની વૃત્તિ જ લડે છે તે પણ સમજવાનું મળશે.
ચૌદમા શિક્ષાવર્ગમાં કોઈ પણ ક્ષેત્રમાં રહેલા મનુષ્યને પોતાની ભૂમિકાને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી જગાડતાં બોધક પદો છે.
આ આખી માળામાં પ્રથમ વર્ગ સાધકવર્ગના સાથી શરૂ થઈને શિક્ષાના “શિ” સુધીમાં એ સંકલના આવી રીતે સાંગોપાંગ પૂર્ણ કરી દે છે. હવે આપણે આ પદ્યોમાં આવેલા સિદ્ધાંતોને અન્ય ધર્મોના સિદ્ધાંતો સાથે સરખાવવાનો પ્રયત્ન કરતાં પહેલાં ભગવાન મહાવીરના સમસામયિક હતાં તેની વિચારણા કરી લઈએ. તીર્થકર એટલે શું?
ભગવાન મહાવીર એ જૈનદર્શનના ચોવીસમા તીર્થંકર કહેવાય છે. તેમના પહેલાં ત્રેવીસ તીર્થસ્થાપકો થઈ ગયા.