________________
સાધક વર્ગ
एवं सिक्खासमावने, गिहिवासे वि सुव्वए । मुच्चई छविपव्वाओ, गच्छे जक्खसलोगयं ॥ ६ ॥
ગૃહવાસે રહીનેય વિવેકી સંયમી જન;
અશુદ્ધ દેહને ત્યાગી સાધશે સ્વર્ગ લોકને. ૬ સમજણપૂર્વક ગૃહસ્થાવાસમાં પણ સારા વ્રતથી (સદાચારી) રહી શકનારો સંયમી જીવ આ ઔદારિક શરીર (મલિન શરીર)ને છોડી દેવલોકમાં જઈ શકે છે.
ઉ. પ : ૨૪ जहा महातलागस्स, सन्निरुद्धे जलागमे । उस्सिचणाए तवणाए, कमेणं सोसणा भवे ॥ ७ ॥ મહા તળાવને જેમ આવ રોકી ઉલેચતા; સૂર્યના તાપથી પાણી શોષાશે ક્રમથી બધું. ૭
જેમ મોટા તળાવના જળનો આવ (આવવાનો માર્ગ) રૂંધીને, અંદરનું (પ્રથમનું) પાણી ઉલેચીને તથા સૂર્યના તાપે કરીને ક્રમપૂર્વક તે (જળ)નું શોષણ થાય છે તેમ - ઉ. ૩૦ : ૫
एवं तु संजयस्सावि, पावकम्म निरासवे । भवकोडीसंचियं कम्म, तवसा निजरिज्जइ ॥ ८ ॥ તેમ સંયમથી પાપો રોકાતાં સંયમી તણાં; કરોડો ભવથી સંચ્યાં તપથી જીર્ણ તે થશે. ૮
સંયમી પુરુષનું નવું થતું પાપકર્મ (પણ વ્રત દ્વારા) રૂંધવાથી આવતું નથી અને પૂર્વે કરોડો ભવથી સંચિત કરેલું જે પાપકર્મ હોય છે તે પણ તપ વડે જીર્ણ થઈ જાય છે. ઉ. ૩૦ : ૬