________________
સાધક સહચરી अणुसासिओ न कुष्पिज्जा, खंति सेविज्ज पण्डिए । खुडेहिं सह संसरिंग, हासं कीडं च वज्जए ॥ ३२ ॥ કરે ન કોપ શિક્ષાથી ક્ષમા રાખે સુપંડિત; ક્ષુદ્રોના સંગને છોડી ક્રીડા હાસ્ય તજે સદા. ૩૨
મહાપુરુષોની શિક્ષાથી મૂર્ખની પેઠે કુપિત ન થાય, શાણો થઈ સહનશીલતા રાખે, હલકા મનના માણસોનો સંગ ન કરે અને હાસ્ય તથા ગમ્મતોને પણ છોડી દે. ઉં. ૧ : ૯
मा य चण्डालियं कासी, बहुयं मा य आलवे । कालेण य अहिज्जित्ता, तओ झाइज्ज एगगो ॥ ३३ ॥ કદી ચંડાલનાં કર્મો ક્રોધાદિક કરે નહિ; બહુ પ્રલાપ છોડીને એકાંત ધ્યાનમાં રહે. ૩૩
ચંડાલનું કર્મ (કોપ) કદી પણ ન કરે, અને બહુ પ્રલાપ પણ ન કરે પણ સમય પ્રમાણે ભિક્ષા કે ઉપદેશ મેળવીને પછી એકાંતમાં તે શબ્દોનું ચિંતન કરે.
ઉ. ૧ : ૧૦ आहच्च चण्डालियं कट्ट, न निण्हविज्ज कयाइवि । कडं कडेत्तिं भासेज्जा, अकडं नो कडेत्ति य ॥ ३४ ॥ કરી ચંડાલનું કર્મ કદી છુપાવશે નહિ; ગુરુની સન્મુખે સર્વે સ્વ દોષાદોષ દાખવે. ૩૪
ભૂલથી કોપ પણ થઈ જાય તો તેને કદી છુપાવે નહિ, જે દોષ થઈ ગયો હોય તેને ગુરુજનો પાસે કબૂલ કરી લે. જો * ચંડાલકર્મ એટલે દુષ્ટ કર્મ. તેમાં અન્યાય, અધર્મ, અકર્તવ્ય કે કોપ, કિપટ અને વિષયનો સમાવેશ થાય છે.