________________
૧૩
---
સાધક વર્ગ પોતાની ભૂલ થઈ હોય તો તેનો તેવો ખુલાસો કરી દે.
ઉ. ૧ : ૧૧ से जाणमजाणं वा, कट्ट आहम्मि पयं । संवरे खिप्पमप्पाणं, बीअं तं न समायरे ॥ ३५ ॥ થતાં અધર્મનું કર્મ જાણતાં કે અજાણતાં; પ્રાયશ્ચિત્ત થઈ શુદ્ધ બીજું પાપ કરે નહિ. ૩૫
જાણ્યું કે અજાણ્યે ધર્મિષ્ઠ સાધકને ન છાજે તેવું વર્તન થઈ ગયું હોય તો તે કરીને તેને ન છૂપાવતાં પ્રાયશ્ચિત્ત દ્વારા પોતાના આત્માને તુરત જ તે પાપથી મુક્ત કરે અને બીજી વાર તેવું ન આચરે.
દશ. ૮ : ૩૧ अणायारं परक्कम्म, नेव गूहे न निण्हवे । सूईसया वियडभावे, असंसत्ते जिइंदिए ॥ ३६ ॥ ભૂલથી દોષને સેવી છૂપાવે ગુરુથી નહિ; શુદ્ધ હૃદય તે રાખે અનાસક્ત જિતેન્દ્રિય. ૩૬
જિતેન્દ્રિય, અનાસક્ત અને શુદ્ધ અંતઃકરણવાળો સાધક ભૂલથી અનાચાર (અયોગ્ય કાર્ય) સેવાઈ ગયો હોય તો તેને છાનો ન રાખે પરંતુ હિતૈષી ગુરુજનની સમક્ષ તેને પ્રગટ કરી તેનું પ્રાયશ્ચિત્ત લઈ લે અને હંમેશાં શુદ્ધ (નિષ્પાપી) થતો રહે.
દશ. ૮ : ૩૨ जहा सुणी पूइकन्ती, निक्कसिज्जई सब्बसो। एवं दुस्सील पडिणीए, मुहरी निक्कसिज्जइ ॥३७ ॥ સડેલી કૂતરી જેમ તિરસ્કારાય સર્વથી; દુઃશીલ શત્રુ જેવા તે તેવી પામે તિરસ્કૃતિ. ૩૭