________________
૨૪
પૌવત્ય કોઈ પણ સંસ્કૃતિનો મતભેદ નથી. પરંતુ આત્મતત્ત્વ સંબંધમાં બહુ મતભેદો છે. - ભારતીય દર્શનોમાં પણ તે તત્ત્વ વિષે ખૂબ મતભેદ છે. બૌદ્ધદર્શન ચિત્તની સંસ્કારધારાને માને છે. આત્મતત્ત્વ તરીકે બૌદ્ધદર્શનમાં સ્વીકૃતિ નથી. તે જ રીતે કોઈ શક્તિ, કોઈ તત્ત્વ એમ ભિન્ન ભિન્ન રીતે માન્યતા ધરાવે છે, પરંતુ કંઈક છે એવું તો માનવીમાત્રને માનવું જ પડે છે. પછી તે નાસ્તિક હોય કે આસ્તિક હો.
આ વર્ગમાં તેનાં સ્પષ્ટ લક્ષણો સમજાવ્યાં છે. પરંતુ આત્મા તો અવિકારી છે. તેને બંધનો શાં? જૈનદર્શન આત્માને પોતાના જ દોષોથી તે ભવબંધન કરે છે એમ માને છે અને એ રીતે સુખ કે દુ:ખનો કર્તા પણ આત્મા પોતે જ છે એમ સ્વીકારી સતપુરુષાર્થનું પ્રાધાન્ય બતાવે છે. દર્શનોની રૂપરેખા
સાંખ્યદર્શન માને છે કે આત્મા દ્રષ્ટા છે, કર્તા કે ભોક્તા નથી. ત્યારે બૌદ્ધદર્શન માને છે કે આત્મા કત છે ભોક્તા નથી. વેદાંત માયાવાદને સ્વીકારી આત્માને એક અખંડ તત્ત્વ તરીકે માને છે. વૈશેષિકો અને નૈયાયિકો આત્મા કર્તા અને ભોક્તા છે એમ સ્વીકારે છે. પરંતુ તેના ફળનો આધાર પરમેશ્વર પર મૂકે છે.
જૈનદર્શન આમાંના કોઈ પણ મતનો તિરસ્કાર નથી કરતું, પરંતુ પ્રમાણપુરઃસર તેને ન્યાય આપે છે. તે સમજાવે છે કે જે કર્તા હોય તે જ ભોક્તા હોઈ શકે તે જ ન્યાયસંગત છે. કોઈપણ ક્રિયામાં જો આત્મા ન ભળે તો ક્રિયા થવી શક્ય નથી.