________________
તે યોજાયાં હોય તે તે સ્થિતિમાં તેને તેને વિરોધક ન બનતાં સહાયક થવું એ માનવનું કર્તવ્ય છે, અને તેમ કરવામાં સંયમ અને સુખ બન્નેની પ્રાપ્તિ થાય છે.
અહિંસા ગૃહસ્થજીવનમાં સાધ્ય છે કે ? હા, જેટલે જેટલે અંશે મનુષ્ય સંયમી બનતો જાય એટલે તેટલે અંશે અહિંસક વૃત્તિનો વિકાસ થતો જાય. જો કે સંયમીને પણ પોતાનો નિર્વાહ કરવા માટે ખાવું, પીવું ઈત્યાદિ અનિવાર્ય ક્રિયાઓ કરવી જ પડે છે અને તેમાં સૂક્ષ્મ પ્રાણીઓની હિંસા પણ થાય છે. પરંતુ આવી હિંસાથી થતું પાપ મગરૂક મનુષ્યને પીડતું નથી તેમ સંયમને રોકતું પણ નથી, એમ સ્પષ્ટ રીતે ધર્મવર્ગના બારમા શ્લોકમાં બતાવ્યું છે. સારાંશ કે હિંસા ન કરવી તેટલામાં જ અહિંસાનો અર્થ પર્યાપ્ત થતો નથી. અહિંસકવૃત્તિમાં હિંસક ભાવનાનો અભાવ અને વિરોધ બન્ને છે પણ તે વિવેકપૂર્વક.
આવા સંયમીએ તેવી અહિંસક વૃત્તિ કેળવવા માટે અસત્ય, સ્તેય, અબ્રહ્મચર્ય, વાસના અને પ્રાપ્ત વસ્તુઓનો પરિગ્રહ એ પાંચે વસ્તુઓને છોડી દેવી ઘટે તેમ સાધકવર્ગના ચોથા શ્લોકમાં વર્ણવ્યું છે. તે સ્થાનોનું પાલન શી રીતે કરવું જોઈએ અને તે શક્ય છે કે ? તેની વિચારણા પણ વ્રતવિચારવર્ગમાં કરી છે.
સંયમી સાધકે કેવી રીતે આગળ વધવું અને કયા ગુણોને સંપાદન કરવા જોઈએ, કયા દુર્ગુણોને ત્યજવા જોઈએ એ બધું બહુ સ્પષ્ટ રીતે આખા સાધકવર્ગમાં આલેખાયું છે.
બીજા આત્મવર્ગમાં આત્મતત્ત્વને લગતી આલોચના છે.
શરીર, ઇન્દ્રિયો ને તેની ક્રિયા પ્રત્યક્ષ દેખાય છે, મન દ્વારા વિચારો થાય છે. તેથી આ તત્ત્વોના સંબંધમાં પાશ્ચાત્ય કે