________________
ર ૨
છે જયારે સંયમી પાસે કશું હોતું નથી. સંયમીની આવશ્યકતાઓ પણ ઘણી જ ઓછી હોય છે અને તે વિશ્વમાંથી બહુ થોડું લઈ પોતાનાં મન, વાણી અને કર્મ દ્વારા ઇતરના હિતમાર્ગે જીવન વહાવે છે. સંયમમાં તેનો આત્મવિકાસ અને આત્મસંતોષ વધતો જાય છે, સંયમના આંદોલનથી વિશ્વમાં વ્યાપક રહેલી સ્વાર્થવૃત્તિ પલટો ખાય છે.
મહાત્માજીના સંયમી જીવનથી સંયમની ચમત્કારિતાનો પ્રત્યક્ષ અને સ્પષ્ટ ખ્યાલ આવી રહે છે. વિલાસિતામાં ઝૂલનારાં કંઈક કુટુંબોમાં સંયમના યથાર્થ માર્ગને અનુસરી સંતોષી જીવન ગાળવાના સુખનો અનુભવ પણ કર્યો છે.
સંયમનો કોઈ ખોટો અર્થ ન લે એટલા સારુ તે જ શ્લોકની નીચે એ સ્પષ્ટ જણાવ્યું છે કે સંયમી જ્ઞાની (વિવેકી) હોવો જોઈએ; કારણ કે અવિવેકથી પાળેલો સંયમ ઘણીવાર વિકૃત થઈ જાય છે અને પરિણામે હિતને બદલે હાનિકારક નીવડે છે.
ત્યારે જ્ઞાની કોણ? તેના ઉત્તરમાં ત્યાં જ ત્રીજા શ્લોકમાં બહુ સંક્ષિપ્તમાં કહી આપ્યું કે માત્ર ધર્મગ્રંથો ભણવાથી જ્ઞાની બની શકાતું નથી. જ્ઞાનીનાં અહિંસા અને સમતા એ બે અગત્યનાં લક્ષણો છે. અહિંસા અને સમતા એ બન્ને પરસ્પર એવાં સહાયક અને પોષક અંગો છે કે જો અહિંસક સમભાવી ન હોય તો તે સાચો અહિંસક બની શકતો નથી, અને સમભાવ પણ પૂર્ણ અહિંસક વૃત્તિ વિના સાધ્ય નથી.
ત્યારે અહીં પ્રશ્ન થશે કે અહિંસા શા માટે? તેનો ખુલાસો વ્રતવિચારવર્ગના પાંચમા શ્લોકમાં સ્પષ્ટ આપી દીધો છે કે જગતના નાના મોટા સર્વે જીવો જીવનને ઇચ્છી રહ્યા છે. જે જે સ્થિતિમાં