________________
સંયમનું માહાસ્ય - બીજા કોઈને બોજારૂપ ન બનતાં બને ત્યાં સુધી બીજાના ઉપકારક થવું એ બીજાં પ્રાણીઓ કરતાં માનવજાતનું અનિવાર્ય કર્તવ્ય છે. અને તે વસ્તુનું યથાર્થ પાલન સંયમ દ્વારા જ થઈ શકે છે. આથી જ સંયમની અન્ય પુરુષોએ મહત્ત્વતા ગાઈ છે.
સંયમથી મનુષ્ય નિષ્ક્રિય કે જડ નથી બનતો બલ્ક પુરુષાર્થી અને ચૈતન્યવાન બને છે. કારણ કે સંયમનો હેતુ કોઈ પ્રકારનું ચિહ્ન કે વેશ પહેરવાથી કે ત્યાગવાથી પાર પડતો નથી. કર્મ, માયા કે મોહ ઈત્યાદિ આત્મદોષોથી કલુષિત થયેલા ચૈતન્યને તે વાસનાથી દૂર કરવા માટે જે કાયિક, વાચિક અને માનસિક વૃત્તિને સમજણપૂર્વક નિયમમાં રાખવાની ક્રિયા કરવી તેનું જ નામ સંયમ.
આવો સંયમ ગૃહસ્થાશ્રમી કે ત્યાગી ગમે તે હો પણ તે પાળી શકે છે. એમ પણ આ જ વર્ગના છઠ્ઠા શ્લોકમાં સ્પષ્ટ સમજાવી દીધું છે.
મનુષ્ય માત્રા સુખને જ ઈચ્છે છે એ વાત સાવ સાચી છે, અને તે સ્વાભાવિક છે. પરંતુ સુખ કોને માનવું એ જ અટપટો કોયડો છે. અહીં જ મનુષ્ય ચક્કરમાં પડે છે. સંપત્તિ, શક્તિ, સત્તા, અધિકાર એ બધું ભોગવનારાના અંતઃકરણમાં પણ દુઃખનો પોકાર આવે છે, અને તેમ થવું સાવ શક્ય છે. વૃત્તિને છૂટી મૂકવાથી ઘણી વાર સુખ, શાંતિ કે આનંદ મળતાં હોય એમ આપણને અનુભવ થાય છે ખરો પરંતુ આપણે તે સુખ કાયમ ટકતુંયે નથી, બલ્ક પરિણામે અધિક દુ:ખપ્રદ જ થઈ પડે તેમ