________________
૩૯
તે આ શ્લોકમાં સમજાવ્યું છે. आत्म नदी संयमतोयपूर्णा,
सत्यावहा शीलतटा दयोर्मिः । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र !
___ न वारिणा शुध्यति चान्तरात्मा ॥ महाभारत. “આત્મા એ નદી છે. ત્યાં સંયમરૂપી જળ છે, સત્યરૂપી જળ આવવાનો માર્ગ છે, શીલરૂપી કાંઠાઓ છે, દયારૂપી ઊર્મિઓ છે. હે પાંડુપુત્ર ! ત્યાં સ્નાન કરો. જળથી કંઈ અંતરાત્માની શુદ્ધિ થઈ શકે નહિ.”
આ પરથી જૈનદર્શનમાં જડક્રિયા અને રૂઢિઓનો કેટલો વિરોધ છે, અને તે ધર્મ તત્ત્વ કેવા સ્વરૂપમાં વિચારાયું છે તે સમજાશે.
આ રીતે જૈનદર્શનનો આત્મા ઓળખવાની આ ક્રાન્તિ અને બુદ્ધિવાદના જમાનામાં કેટલી આવશ્યકતા છે તે હવે સ્પષ્ટ કરવાની ભાગ્યે જ જરૂર હોય !
કોઈપણ ધર્મ, દર્શન કે મતનો અનુયાયી હો, ગૃહસ્થ હો કે ત્યાગી હો; સૌ કોઈ સાધકને ભગવાન મહાવીરના પદ્ય પુષ્પોની માળારૂપ બનેલી આ સાધક સહચરી આદર્શ સહચરી રૂપે નીવડો એ જ સદ્દભાવના સાથે વિરમું છું.
સંતબાલ
વરસોવાના ગંભીર સમુદ્ર તટ પર ૨૮-૪-૧૯૩૫