________________
૧૦ : વિશ્વ વર્ગ जम्मं दुक्खं जरा दुक्खं, रोगाय मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ किस्सन्ति जन्तुवो ॥१॥ જન્મ દુઃખ, જરા દુઃખ, રોગ ને મૃત્યુ એ દુઃખ, અહો! છે દુઃખી સંસાર જ્યાં પામે દુઃખ જંતુઓ. ૧
અહો ! આ આખો સંસાર ખરેખર દુઃખમય છે. ત્યાં રહેલાં પ્રાણીઓ બિચારાં જન્મ, જરા, રોગ અને મરણનાં દુઃખોથી પીડાઈ રહ્યાં છે.
ઉ. ૧૯ : ૧૫ सरीरमाहु नावत्ति, जीवो वुच्चइ नाविओ । संसारो अण्णवो वुत्तो, जं तरंति महेसिणो ॥ २ ॥ શરીર એક છે નૌકા તેનો છે જીવ નાવિક, સમુદ્રરૂપ સંસાર જે તરે તે મહાજન. ૨
શરીર એક નૌકા છે, આ સંસાર તે સમુદ્ર છે અને જીવ એ નાવિક છે. તે સંસારસમુદ્રને શરીર દ્વારા જે તરી જાય તે જ મહાજન છે.
ઉ. ૨૩ : ૩૭ जावन्जऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणन्तए ॥ ३ ॥ અજ્ઞાની જેટલાં લોકો તે સર્વે દુઃખ પાત્ર છે; મૂઢો અનંત સંસારે જન્મ મૃત્યુ વિષે ભમે. ૩
જેટલા અજ્ઞાની પુરુષો છે તે બધા એકાંત દુઃખનાં ઘરો છે (દુઃખી છે). તે મૂઢ પુરુષો અનંત એવા સંસારને વિષે બહુ વાર