________________
બ્રહ્મચર્ય વર્ગ
૩૫
जहा कुक्कुडपोअस्स, निच्चं कुललओ भयं । एवं खु बंभयारिस्स, इत्थी विग्गहओ भयं ॥ ४ ॥ જેમ કુફ્ફટ બચ્ચાંને બિલાડીનો સદા ભય; તેમ છે બ્રહ્મચારીને સ્ત્રીના સંસર્ગનો ભય. ૪
જેમ કૂકડાનાં બચ્ચાંને હમેશાં બિલાડીથી ભય રહ્યો હોય છે તે જ પ્રમાણે બ્રહ્મચારીને સ્ત્રીના દેહથી ભય રહે છે.*
દશ. ૮ : ૫૪ रसा पगामं न निसेवियव्वा, पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिद्दवन्ति, दुमं जहा साउफलं व पक्खी ॥५॥
ન સેવવા બહુ સ્વાદો જે કરે દીપ્ત ઈદ્રિયો; વિકારો પડશે જેમ પક્ષીઓ ફળ સ્વાદુને. ૫
વિવિધ જાતના રસવાળા પદાર્થોને કલ્યાણના અર્થીઓએ ભોગવવા નહિ; કારણ કે રસ ઇંદ્રિયોને ઉત્તેજિત કરનારા નીવડે છે; અને સ્વાદુ ફળવાળા વૃક્ષની ઉપર પક્ષીઓ જેમ ધસી આવી પીડા ઉપજાવે છે તેમ ઇંદ્રિયોના રસાદિ વિષયમાં ઉન્મત્ત બનેલા મનુષ્યની ઉપર કામભોગો પણ ધસી આવી પીડા ઉપજાવે છે.
ઉ. ૩૨ : ૧૦ चित्तभित्तिं न निज्झाए, नारिं वा समलंकिअं। भक्खरं पिव दट्टणं, दिट्टि पडिसमाहरे ॥ ६ ॥
* સ્ત્રીશરીરનો ભય રાખવો એટલે સ્ત્રીપરિચય ન કરવો તે જ ભાવ છે. સ્ત્રી જાતિ પ્રત્યે પુરુષને કે પુરુષજાતિ પ્રત્યે સ્ત્રીને ધૃણા લાવવા માટેનું આ કથન નથી; તેમ અતડા રહેવા માટે પણ નથી. પરંતુ બ્રહ્મચર્યના સાધક કે સાધિકાને કેટલું જાગૃત રહેવું જોઈએ તેની સાવધાની આ કથન સૂચવે છે.