________________
૬ ઃ બ્રહ્મચર્ય વર્ગ अबंभचरिअं घोरं, पमायं दुरहिट्ठिअं । नायरंति मुणा लोए, भेयाययणवज्जिणो ॥ १ ॥ અબ્રહ્મચર્ય છે ઘોર દુષ્ટ પ્રમાદનું ગૃહ; મુનિઓ તે નહીં ઈચ્છે સાવધાન રહી સદા. ૧ मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गं, निर्गंथा वज्जयंति णं ॥ २ ॥ મૂળ એ છે અધમોનું પાત્ર છે મહાદોષનું; મૈથુન સંગને તેથી નિગ્રંથો સર્વથા તજે. ૨ ચારિત્ર ધર્મમાં સાવધાન રહેનારા મુનિજનો સાધારણ જનસમૂહથી દુ:સાધ્ય અને પ્રમાદના પરમ અને ભયંકર સ્થળરૂપ અબ્રહ્મચર્યને કદી આચરતા નથી તેમ ઇચ્છા પણ નથી; કારણ કે અબ્રહ્મચર્ય એ જ અધર્મનું મૂળ છે. મૈથુન એ જ મહાદોષનું ભાજન છે. માટે મૈથુન સંસર્ગને નિગ્રંથ પુરુષો ત્યાગી દે છે.
દશ. ૬ : ૧૬, ૧૭ विभूसा इत्थिसंसग्गो, पणीअं रसभोयणं । नरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ ३ ॥ વિભૂષા, સ્ત્રી તણો સંગ, રસાળાં સ્વાદુ ભોજન; કરાલ ઝેરનાં જેવાં તે આત્માર્થી મુમુક્ષને. ૩
આત્મસ્વરૂપના શોધક માટે શોભા (શરીરસૌંદય), સ્ત્રીનો સંસર્ગ અને રસવાળાં સ્વાદુ ખાણાંઓ એ ભયંકર ઝેર જેવાં છે.
દશ. ૮ : ૫૭