________________
૨ : આત્મવર્ગ नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥१॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ને વીર્ય સાધનો, ઉપયોગ સદાવર્તી આત્માનાં એ જ લક્ષણો. ૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ આત્માનાં વિશિષ્ટ લક્ષણો છે.
ઉ. ૨૮ : ૧૧ नोइन्दियग्गेज्झ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ निच्चो। अज्झत्थहेउं निययस्स बन्धो, संसारहेउं च वयन्ति वन्धं ॥ २ ॥
અમૂર્ત ભાવથી આત્મા ઈદ્રિયોથી અતીત છે; નિત્ય છતાં સ્વદોષોથી તેને છે ભવબંધનો. ર
આત્મા અમૂર્ત હોવાથી ઇંદ્રિયો દ્વારા જોઈ કે સ્પર્શી શકાતો નથી. વળી ખરેખર અમૂર્ત હોવાથી જ તે નિત્ય ગણાય છે. આત્મા નિત્ય હોવા છતાં જીવાત્મામાં રહેલા અજ્ઞાનાદિ દોષોએ કરીને બંધાય છે. આ બંધન એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે.
ઉ. ૧૪ : ૧૯ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुपट्ठिओ ॥ ३ ॥ આત્મા કર્તા તથા ભોકતા કર્મથી સુખ દુઃખનો; શત્રુ જેવો કુકમથી સુકમથી સખા સમો. ૩
આ આત્મા પોતે જ સુખ અને દુ:ખનો કર્તા અને ભોક્તા છે અને આત્મા પોતે જ સુમાર્ગે રહે તો પોતાનો મિત્ર અને કુમાર્ગ રહે તો પોતે જ પોતાનો શત્રુ છે. ઉ. ૨૦ : ૩૭