Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ તેણે તેને પરાજીત ક, ગોવા પડાવી લીધું. લક્ષ્મણને રણમાંથી નશા. પાંડયના રાજાને પીછો લી, મલપાને હરાવ્યો અને કાંકણ પડાવી લીધું અને વિષ્ણુવન હાર ખાઈ પાછો વળ્યો. - વિક્રમાદિત્ય વિદ્યાનુરાગી અને વિદ્વાનોને આશ્રયદાતા હતો. કાશ્મીરી પંડિત બિહણને પિતાના દરબારના મુખ્ય પંડિત કર્યો જેણે વિક્રમાંકદેવ. ચંરિત કાવ્ય લખીને તેનું નામ અમર કર્યું. યાજ્ઞવલ્કય સ્મૃતિને ટીકાકાર વિજ્ઞાનેશ્વર પણ તેને આશ્રિત હતો એમ એ પિતાની ટીકાના છેવટમાં લખે છે કે “પૃથ્વી ઉપર કલ્યાણપુર જેવું નગર નથી, નહોતું અને નહિ, થાય. શ્રી વિક્રમાર્ક (વિક્રમાદિત્ય) જેવો બીજો રાજા દીઠે નથી કે સાંભળ્યો નથી અને વિજ્ઞાનેશ્વર જેવો કઈ પંડિત નથી એ ત્રણે કલ્પ સુધી બન્યાં રહો” ઈત્યાદિ. વિક્રમાદિત્ય કલ્યાણના સેલંકીઓમાં સહુથી પ્રતાપી દેશ વિજયી અને ઉદાર રાજા થયે. એના રાજ્યમાં પ્રજા સુખ ચેનથી રહી. એને ઘણી રાણી હતી તેમાંથી ૬નાં નામ આ પ્રમાણે હતાં -1 ચંદદેવી, 2 સાંબલદેવી. 3 લક્ષ્મીદેવી, 4 જક્કલદેવી, 5 મલયદેવી અને 6 માલિકાદેવી. તેમાં ચંદલદેવી પટરાણ હેવી જોઈએ. તેને પેટે સેમેશ્વર તથા જયકર્ણ બે પુત્ર અને મૈમલદેવી નામની પુત્રી થઈ. તેને ગેવાના કદંબવંશી સામંત જયકેશી સાથે પરણાવી હતી. જક્કલદેવી કદંબ વંશી તિષ્કની પુત્રી હતી. જયકર્ણ પોતાના બાપની હયાતીમાં એક છલાને અધિકારી હતા. વિક્રમાદિત્ય 50 વર્ષ રાજ્ય કરી વિ. સં. 1183 માં દેહાંત થયે. આ રાજાઓને કર્ણાટકના રાજા (સર્ગ 3 લેક 33) અને કુંતલ . - દેશના રાજા (સર્ગ 3 જાના લોક 41) પણ લખ્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust