Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ તથા ભ્રાતૃવત્સલ અને સોમેશ્વરને દુષ્ટ તથા ભ્રાતૃદેવી લખ્યો છે. પરંતુ એમાં એણે પિતાના આશ્રયદાતાની તરફદારી કરી છે એ એના લેખમાંથીજ ઝળકી આવે છે. સોમેશ્વરે વિક્રમાદિત્યને વનવાસી પ્રદેશ આપે હતો જેથી તે સંતોષી ન થઈ પિતાના મહેટા ભાઈનું રાજ્ય પડાવી લેવાને ગુપ્ત પ્રવાસ કરી રહ્યા હતા, પરંતુ એ વાત જાહેર થઈ જવાથીજ તેને કલ્યાણ છોડવું પડયું હતું એમ જણાય છે. એનું જયકેશી આદિ સામંતનું પિતા તરફ મેળવવું, અને ચોળવાળાઓ જે સોલંકીઓના વંશ- . પરંપરાના શત્રુ સમજતા હતા તેનાથી મિત્રાઈ કરવી એ બધું સોમેશ્વરનું રાજ્ય પડાવી લેવા માટે જ હતું. તેમજ વિક્રમાદિત્યે સેઉણ દેશના યદુરાજા સેઉણચંદ્રને પિતાને મદદગાર કર્યાનું પંડિત હેમાગ્નિ પિતાના વ્રતખંડની સમાપ્તિએ લખે છે. એવી દશામાં હું એને નિર્લોભી નથી કહી શકતા. વિક્રમાદિત્યનાં બીરૂદ પૃથ્વી વલભ, મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટારક, ત્રિભુવનમલ, કલિવિક્રમ, અને પરમર્દી દેવ મળે છે. વિક્રમાદિત્ય ગાદી ઉપર બેઠા પછી તેને ખબર મળ્યા કે કરહાટકના શિલારા રાજાની પુત્રી ચંદ્રલેખાનો સ્વયંવર થાય છે, ત્યાં ઘણું રાજાઓ ભેળા થયા છે તેથી ત્યાં વિક્રમાદિત્ય ગયો. ચંદ્રલેખાએ સહુ રાજાઓનાં વૃતાંત સાંભળી વિક્રમાદિત્યને પસંદ કરી તેને વરમાળા પહેરાવી. તેની સાથે વિવાહ કરી તે પિતાની રાજધાનીમાં આવ્યો. કેટલાક દિવસ પછી એક વિશ્વાસપાત્ર માણસથી ખબર મળ્યા કે તમારે નાનો ભાઈ જયસિંહ તમારું રાજ્ય છોડાવી લેવાની ઈચ્છા રાખે છે અને તેથી પ્રજાપીડન કરી બહુ દ્રવ્ય ભેળું કરેલું છે અને સન્ય વધારી જંગલી લેકેને પિતાની તર 1 વિક્રમાદિત્યને ઠેકાણે વિક્રમ, વિક્રમા, વિક્રમાંક, વિકિ, વિક્કલ, અને વિકિલ પણ લખેલું મળે છે. જેમાં પાછળનાં 3 નામ એ વિક્રમનું પ્રાકૃત (તે દેશનું) નામ છે. - 2 પરમદિને ઠેકાણે પેમા, પડિ, અને પેર્મ પાઠ પણ મળે છે જે તે દેશનાં પ્રાકૃત નામ છે. 3 તેને ચંદલદેવી અને ચંદલા પણ લખી છે, તે શિલારાવંશના રાજા મારસિંહની પુત્રી ક Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust