________________
(૮) દર્શન કરે પરંતુ મનુષ્ય ભવ હારી ગયો તે મળી શકે નહિ.
દૃષ્ટાંત ત્રીજું સ્વયંભૂરમણ સમુદ્ર અર્ધા રાજ પ્રમાણે ભૂમિને રૂંધીને પડે છે, તે માટેની પૂર્વ દિશાએ ધુંસરું નાખીએ અને પશ્ચિમ દિશાએ સમોલ નાખીએ, તે બંને વસ્તુ કેવી રીતે ભેગી થાય અને ધુંસરાના છિદ્રમાં સામેલ કયારે પ્રવેશ કરે? કારણ કે અસંખ્યાતા દ્વીપ સમુદ્રો બમણું બમણું પ્રમાણ વાળા છે, તેમાં છેવટ અસંખ્યાતા જનને સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેમાં કયાં પત્તો લાગે? છતાં દેવતાની સહાયથી ધુંસરાના છિદ્રમાં સમોલ પ્રવેશ કરે, પરંતુ હાથથી ગુમાવી દીધેલ મનુષ્ય ભવ ફરીને મળે નહિ.
દૃષ્ટાંત ચોથું એક દેવતાએ મોટા પત્થરના સ્થંભને વજી કરીને - ભાંગી નાખી, તેને વાટીને ચૂર્ણ કરી, મેપર્વત ઉપર ચડી, વાંસની નળીમાં ભરી, કુંક દઈ તે ચૂર્ણને ઉડાડી દીધું. તે ઉડેલા પરમાણુઓ જેમ પાછા એકઠા કરશે દુર્લભ છે, તેમ મનુષ્ય ભવથી ભ્રષ્ટ થયેલા પ્રાણીને ફરીથી મનુષ્યપણું પામવું દુર્લભ છે. આવી રીતે માનવ ભવની કઠિનતાને સૂચવનારાં દાંતે સમજવાં.
તે પછી હે ચેતન! વિચાર કર, વિચાર કર, માનવ જિંદગી સુલભ છે કે દુર્લભ? જે દુર્લભ છે તે મહા મુકે. લીથી મળેલી તે જિંદગીને સાચવવી કે બગાડવી? જે બગાડીશ તે પાછી કેવી રીતે મળી શકશે? તેને વિચાર કર.