________________
(૯)
હરિગીત ચુલમ અને પાસાદિ દશ દાંતે દુર્લભ ભવ લહી, ઉરમાં વિચારો ક્ષણે ક્ષણે એ ફરી ફરી મળશે નહીં; પળ પળ અમૂલી જાય ફૂલી જાય આયુ આ વહી, શીદને ગુમા જન્મ માં મેહ-નિદ્રામાં રહી. ૧ બહુ પુન્યના ઉદયે મળ્યો જિન ધમને શુભ ગ જે, આળસ તજી આત્માનંતિ કરવા સદા તત્પર જે; શુભ સમય જે વીતી જશે ને કાય કંઈ જ ના થશે, પસ્તાવો પાછળથી થશે ખરેખર અરે ! એ ખટકશે. ૨ ચોમાસા ટાણે વાવણું જે ખેડૂતોએ ના કરી; પાછળ કરી તે ના કરી ચાલી ગઈ ઘડી જે ખરી; વીત્યે વખત તે તે ફરીને ના મળે રે ના મળે, રણમાં રડયાથી એકલાં શું રે વળે શું રે વળે? ૩ ઘડી લગ્નની ગઈ નિંદમાં જાગ્યા પછી તો શું થયું, ટાણે અમેલું આમ જે વીતી ગયું તો શું રે છું; માટે વિચારી દેહથી હિત આત્માનું કરેજે સદા, “ભકિત” કરી ભવજળ તર હર ભવભ્રમણની આપદા. ૪
કદાચ પુણ્યના ચગે માનવ જિંદગી મળી. પરંતુ અનાર્ય દેશમાં ઉત્પન્ન થતો શું થવાનું? અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા જીવને ધર્મનું આરાધન કરવાની સામગ્રીના અભાવથી અઘેર જીવહિંસાદિ પાપકર્મના જોરથી ઠેઠ સાતમી નરકે જવું પડે છે. જુઓ ! શાંતસુધારસમાં ઉપાધ્યાયજી વિનયવિજયજી મહારાજ શું બતાવે છે – लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः स भवति प्रत्युतानर्थकारी। जीवहिंसादिपापाश्रवव्यसनिनां, माधयत्यादिमार्गानुसारी।।