Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લી બડી સંપ્રદાયના સદાન દી મુનિશ્રી છોટાલાલજી
મહારાજને અભિપ્રાય. શ્રી વીતરાગદેવે-જ્ઞાનપ્રચારને તીર્થંકર નામ ગોત્ર બાંધવાનું નિમિત્ત કહેલ છે જ્ઞાનપ્રચાર કરનાર, કરવામાં સહાય કરનાર, અને તેને અનુમોદન આપનાર જ્ઞાનાવર્ણિય કર્મને ક્ષય કરી-કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી પરમપદના અધિકારી બને છેશાસ્ત્રા-પરમ શાન, અને અપ્રમાદિ પૂજ્યશ્રી ઘારીલાલજી મહારાજ પોતે અવિશાન્તપણે જ્ઞાનની ઉપાસના અને તેની પ્રભાવના અનેક વિકટ પ્રસંગોમાં પણ કરી રહ્યા છે તે માટે તેઓશ્રી અનેકશિ ધન્યવાદના અધિકારી છે વદનીય છે-તેમની જ્ઞાન પ્રભાવનાની ધગશ ઘણુ પ્રમાદિઓને અનુકરણીય છે જેમ પૂજ્યશ્રી ઘામીવાલજી મહારાજ પિતે જ્ઞાનાપ્રચાર માટે અવિશ્રાન્ત પ્રયત્ન કરે છે તેમજ-શાધાર સમિતિના કાર્યવાહકે પણ એમાં સહાય કરીને જે પવિત્ર સેવા કરી રહેલ છે તે પણ ખરેખર ધન્યવાદના પૂર્ણ અધિકારી છે
એ સમિતિના કાર્યવાહકોને મારી એક સૂચના છે કે –
શાસ્ત્રઓધ્ધારક પ્રવર પડિત અપ્રમાદિ સત ઘાસીલાલજી મહારાજ જે શાસ્ત્રોદ્ધારનું કામ કરી રહેલ છે તેમાં સહાય કરવા માટે-પડિત વિગેરેના માટે જે ખર્ચો થઈ રહેલ છે તેને પહોચી વળવા માટે સારૂ સરખુ ફડ જોઈએ. એના માટે મારી એ સૂચન છે કે – શોધ્ધાર સમિતિના મુખ્ય કાર્યવાહકે-જે બની શકે તે પ્રમુખ પિતે અને બીજા બે ત્રણ જણા ગુજ રાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રવાસ કરી મેમ્બર બનાવે અને આર્થિક સહાય મેળવે
જો કે અત્યારની પરિસ્થિતિ વિષમ છે વ્યાપારીઓ, ધ ધાદારીઓને પોતાના વ્યવહાર સાચવવા પણ મુશ્કેલ બને છે છતા જે સભવિત ગૃહસ્થ પ્રવાસે નિકળે તે જરૂર કાર્ય સફળ કરે એવી મને શ્રધ્ધા છે
આર્થિક અનુકૂળતા થવાથી શાસ્ત્રોધ્ધારનું કામ પણ વધુ સરલતાથી થઈ શિકે, પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ જ્યા સુધી આ તરફ વિચરે છે ત્યા સુધીમા એમની જ્ઞાન શક્તિને જેટલો લાભ લેવાય તેટલો લઈ લે કદાચ સૌરાષ્ટ્રમાં વધુ વખત રહેવાથી તેમને હવે બહાર વિહરવાની ઈચ્છા હોય તે શાન્તિભાઈ શેઠ જેવાએ વિનતી કરી અમદાવાદ પધરાવવા અને ત્યા–અનુકૂળતા મુજબ બે-ત્રણ વર્ષની સ્થિરતા કરાવીને તેમની પાસે શાદધારનું કામ પૂર્ણ કરાવી લેવું જોઈએ
થોડા વખતમાં જામજોધપુરમા શારદ્વાર કમીટી મળવાની છે. તે વખતે 'ઉપરની સૂચના વિચારાય તે ઠીક